Gold Price : આજે, શનિવારે, સમગ્ર દેશ તેના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. આઝાદીના આ પર્વ પર દેશભરમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં સવારે 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹153,030 પ્રતિ 10 ગ્રામ થયો છે. અન્ય શહેરોમાં પણ સોનાના ભાવ ઘટ્યા છે, જેનું મુખ્ય કારણ તાજેતરના વધારા બાદ નફા-બુકિંગ હોવાનું મનાય છે.

બીજી બાજુ, આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવમાં થોડી મજબૂતી જોવા મળી છે. નબળા ડોલરને કારણે સ્પોટ ગોલ્ડ વધીને $4,379.95 પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા આગામી મહિને વ્યાજ દરો યથાવત રાખવાની અપેક્ષાઓ વચ્ચે વૈશ્વિક સ્તરે આ ફેરફારો જોવા મળ્યા છે.
દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના ભાવ
| શહેર (City) | 22 કેરેટ સોનાનો આજે ભાવ (₹) (22 Carat Gold Rate Today) | 24 કેરેટ સોનાનો આજે ભાવ (₹) (24 Carat Gold Rate Today) |
| દિલ્હી | 140290 | 153030 |
| મુંબઈ | 140140 | 152880 |
| અમદાવાદ | 140190 | 152930 |
| ચેન્નઈ | 140390 | 153160 |
| કોલકાતા | 140140 | 152880 |
| હૈદરાબાદ | 140140 | 152880 |
| જયપુર | 140290 | 153030 |
| ભોપાલ | 140190 | 152930 |
| લખનૌ | 140290 | 153030 |
| ચંદીગઢ | 140290 | 153030 |
ચાંદીના ભાવમાં પણ ઘટાડો
સોનાની સાથેસાથે કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાય્યો છે. 15 ઓગસ્ટની સવારે ચાંદીનો ભાવ ઘટીને પ્રતિ કિલોગ્રામ ₹254,900 થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદીનો ભાવ પ્રતિ ઔંસ $64.88 ચાલી રહ્યો છે.
આ પણ વાંચો : Petrol-Diesel : સ્વતંત્રતા દિવસે દેશવાસીઓને રાહતના સમાચાર, પેટ્રોલ-ડીઝલ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડ્યો