Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

સોનું કે ચાંદી? 2026 માં કઈ ધાતુ તમને બનાવશે માલામાલ? જાણો ગણિત

રોકાણકારો માટે સોનું હંમેશાથી સુરક્ષિત આશ્રયસ્થાન રહ્યું છે, પરંતુ વર્ષ 2025માં જે રીતે સોનાએ છલાંગ લગાવી તેણે તમામ ગણિત બદલી નાખ્યા છે. વૈશ્વિક બજારમાં સોનાનું વર્ચસ્વ એટલું વધી ગયું છે કે તેણે મોટી ટેક કંપનીઓને પણ પાછળ છોડી દીધી છે. હવે 2026માં સોનું કયા નવા શિખરો સર કરશે અને ચાંદી સાથેની તેની સ્પર્ધામાં કોણ જીતશે, તે જાણવા માટે તજજ્ઞોની આ આગાહીઓ ચોક્કસપણે વાંચવી જોઈએ.
સોનું કે ચાંદી  2026 માં કઈ ધાતુ તમને બનાવશે માલામાલ  જાણો ગણિત
Advertisement
  • સોનાની ચમક 2026માં પણ રહેશે બરકરાર: નવા રેકોર્ડના એંધાણ (Gold Price Forecast 2026 )
  • 2025માં સોનાએ આપ્યું 75% નું બમ્પર રિટર્ન, રોકાણકારો માલામાલ
  • આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું $5,500 ના ઐતિહાસિક સ્તર તરફ પ્રયાણ કરશે
  • સેન્ટ્રલ બેંકોની આક્રમક ખરીદી અને વૈશ્વિક દેવું તેજી માટે બનશે ઇંધણ
  • ભારતીય બજારમાં ભાવ ₹1.40 લાખને વટાવી જવાની નિષ્ણાતોની આગાહી

Gold Price Forecast 2026 : વર્ષ 2025 વૈશ્વિક અસ્થિરતા, યુદ્ધના વાદળો અને નબળી અર્થવ્યવસ્થા વચ્ચે સોનું રોકાણકારો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બનીને ઉભર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 2,638 ડોલરથી વધીને 4,550 ડોલરના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું છે. ભારતમાં પણ MCX પર ભાવ ₹78,950 થી વધીને ₹1,38,217 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયા છે.

2026 માટે નિષ્ણાતોનું શું છે અનુમાન?

વીટી માર્કેટ્સના નિષ્ણાત રોસ મેક્સવેલના મતે, 2026માં સોનું એકતરફી રેલીને બદલે 3,900 થી 5,000 ડોલરના દાયરામાં ટ્રેડ કરી શકે છે. જ્યારે Augmont ના રિસર્ચ હેડ રેનિશા ચૈનાની વધુ આશાવાદી છે, તેમના મતે ભાવ 5,500 ડોલર સુધી જઈ શકે છે. વધતું વૈશ્વિક દેવું અને ભૌગોલિક રાજકીય તણાવ સોનાના ભાવને ટેકો આપશે.

Advertisement

Gold Rate Today India

Advertisement

Gold Price Forecast 2026 : સોનાની ચાલ નક્કી કરતા 5 પરિબળો

2026 નિષ્ણાતોના મતે 2026માં સોનાની ગતિ પાંચ મુખ્ય બાબતો પર નિર્ભર રહેશે:

વ્યાજ દર: યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં કપાત સોનાની માંગમાં વધારો કરશે.

ચલણ પરનો વિશ્વાસ: ડોલર કે રૂપિયા પરનો વિશ્વાસ ઘટતા લોકો સોના તરફ વળશે.

સરકારી દેવું: વધતી રાજકોષીય ખાધ ફિઆટ કરન્સીની વેલ્યુ ઘટાડે છે.

જિયોપોલિટિકલ વોર: યુક્રેન કે મિડલ ઇસ્ટ સંકટ વધતા ભાવમાં ઉછાળો આવશે.

સપ્લાય અને ડિમાન્ડ: નવી ખાણોના અભાવ અને ભારત-ચીનની માંગ કિંમતોને સપોર્ટ કરશે.

Gold Rate in 2026 India

Gold Price Forecast 2026  : સેન્ટ્રલ બેંકોની વ્યૂહરચના

સોનાના ભવિષ્યની ચાવી સેન્ટ્રલ બેંકો પાસે છે. હવે સેન્ટ્રલ બેંકો સોનાને માત્ર રિઝર્વ તરીકે નહીં પણ વ્યૂહાત્મક હથિયાર તરીકે જોઈ રહી છે. જ્યાં સુધી બેંકોની ખરીદી ચાલુ રહેશે, ત્યાં સુધી મોટી મંદીની શક્યતા ઓછી છે.

સોનું vs ચાંદી: ક્યાં રોકાણ કરવું?

રોકાણકારો માટે 2026માં સોનું એ 'ડિફેન્સિવ' એટલે કે સુરક્ષિત રોકાણ છે, જે મંદીમાં રક્ષણ આપશે. બીજી તરફ, ચાંદી 'હાઈ-રિસ્ક, હાઈ-રિવોર્ડ' એસેટ છે. સોલાર પેનલ અને EV સેક્ટરમાં ચાંદીની ઔદ્યોગિક માંગ વધુ હોવાથી આર્થિક વૃદ્ધિ મજબૂત રહેશે તો ચાંદી સોના કરતા વધુ વળતર આપી શકે છે.

આ પણ વાંચો : LPG Cylinder Price: વર્ષના પહેલા જ દિવસે મોંઘવારીનો માર, LPG સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો હવે કેટલી છે કિંમત?

Tags :
Advertisement

.

×