ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gold Price: સોનામાં તેજીનો ચળકાટ, ચાર દિવસ બાદ ફરી તૂટ્યો રેકોર્ડ

સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક ઉછાળો સોનાનો ભાવ 88,500 રૂપિયાની નજીક ન્યૂયોર્કના બજારોમાં ભાવ નવા સ્તરે Gold price:દિવસ જાય તેમ સોનાના ભાવમાં(Gold price) વધઘટ જોવા મળી રહી છે. સોનું રેકોર્ડ બ્રેક (Record break)કરી રહ્યું છે. હોળીના દિવસે વાયદા બજાર મલ્ટી...
03:26 PM Mar 18, 2025 IST | Hiren Dave
સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક ઉછાળો સોનાનો ભાવ 88,500 રૂપિયાની નજીક ન્યૂયોર્કના બજારોમાં ભાવ નવા સ્તરે Gold price:દિવસ જાય તેમ સોનાના ભાવમાં(Gold price) વધઘટ જોવા મળી રહી છે. સોનું રેકોર્ડ બ્રેક (Record break)કરી રહ્યું છે. હોળીના દિવસે વાયદા બજાર મલ્ટી...
Gold today

Gold price:દિવસ જાય તેમ સોનાના ભાવમાં(Gold price) વધઘટ જોવા મળી રહી છે. સોનું રેકોર્ડ બ્રેક (Record break)કરી રહ્યું છે. હોળીના દિવસે વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ બીજા ભાગમાં ખુલ્યું અને ભાવ પહેલી વાર 88 હજાર રૂપિયાના સ્તરને પાર કરી ગયા હતા. હવે 4 દિવસ (after 4 days)પછી, 18 જાન્યુઆરીએ, સોનાનો ભાવ 88,500 રૂપિયાની નજીક પહોંચી ગયો છે અને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. વિદેશી બજારોમાં સોનાના ભાવમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. ન્યૂયોર્કના (New York)બજારોમાં સોનાના ભાવ નવા સ્તરે પહોંચી ગયા છે.

સોનાની માગમાં વધારો

નિષ્ણાતોના મતે ફેડની પોલિસી બેઠકો 18 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ફેડ 19 માર્ચે પોલિસી રેટની જાહેરાત કરશે. ફુગાવાના આંકડા જોઈને રોકાણકારો ખૂબ જ ઉત્સાહિત છે. તેમને આશા છે કે આ વખતે ફેડ પોલિસી રેટમાં ઓછામાં ઓછો 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. જેના કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ જિયો પોલિટીકલ ટેન્શન અને ટેરિફ યુદ્ધ ચાલી રહ્યું છે. જેના કારણે રોકાણકારો સુરક્ષિત આશ્રયસ્થાન તરફ વધુ વલણ ધરાવે છે. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી ચાલુ છે. માંગને કારણે સોનાના ભાવમાં રોકેટ જેવો વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ  વાંચો -Gold Price Today: સોનાની કિંમતમાં ઉછાળો,ચાંદી પણ મોંઘુ, જાણો લેટેસ્ટ રેટ

MCX પર સોનું રેકોર્ડ સ્તરે

દેશના વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનાના ભાવ વધી રહ્યા છે અને ભાવ રેકોર્ડ સ્તરે જોવા મળી રહ્યા છે. આમ તો બપોરે 12 વાગ્યે સોનાનો ભાવ 344 રૂપિયા પ્રતિ દસ ગ્રામ વધીને 88369 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે. જોકે, ટ્રેડિંગ સેશન દરમિયાન સોનાનો ભાવ 88499 રૂપિયા પ્રતિ દસ ગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો. જોકે, એક દિવસ પહેલા સોનાનો ભાવ 88023 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયો હતો. 18 માર્ચે, સવારે બજાર ખુલ્યું ત્યારે લગભગ 250 રૂપિયાનો વધારો થયો હતો અને ભાવ 88274 રૂપિયા પ્રતિ દસ ગ્રામ દેખાયો હતો.

આ પણ  વાંચો -Gold Price: ધુળેટીના દિવસે સોનામાં તેજીનો રંગ,ગોલ્ડનો ભાવ પહેલી વખત 88300 રૂપિયાને પાર

ચાલુ વર્ષમાં કેટલો વધારો થયો?

જો આપણે ચાલુ વર્ષની વાત કરીએ તો સોનાના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂ. 77456 હતો. જે 18 માર્ચે વધીને 88499 રૂપિયા થઈ ગયો. આનો અર્થ એ થયો કે ચાલુ વર્ષમાં સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામ 11043 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે, એટલે કે 14.25 ટકાનો વધારો. ભાગ્યે જ કોઈ વર્ષમાં 90 દિવસથી ઓછા સમયમાં સોનાના ભાવમાં 14 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હોય. માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 6,280 રૂપિયા એટલે કે 7.64 ટકાનો વધારો જોવા મળ્યો છે.

Tags :
after 4 daysBreakingfluctuating dayGold recordsGold-PricesGoldPricemarketsNagpurViolencenew recordNEW YORKRecord breakRohitPurohitsecond halfSikandarNaacheStockmarketSunitaWilliamsTATAIPL
Next Article