Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gold Price in India : સોના-ચાંદીનાં ભાવમાં મોટો કડાકો! શું ખરીદી કરવા માટે આ યોગ્ય તક છે ? વાંચો

વૈશ્વિક સ્તરે પણ સોનાને લઈને વેપારીઓનું વલણ ઘણું નબળું રહ્યું છે...
gold price in india   સોના ચાંદીનાં ભાવમાં મોટો કડાકો  શું ખરીદી કરવા માટે આ યોગ્ય તક છે   વાંચો
Advertisement
  1. સોના-ચાંદીનાં ભાવમાં થયો મોટો કડાકો (Gold Price in India)
  2. US સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વે વ્યાજદરમાં ઘટાડો કર્યાની અસર!
  3. સોનું રૂ. 800 જ્યારે ચાંદીમાં રૂ. 2 હજારનો ઘટાડો થયો

US ફેડરલ રિઝર્વનાં ચેરમેન જેરોમ પોવેલ (Jerome Powell) દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાનાં નિર્ણય બાદથી સોના-ચાંદીનાં ભાવોમાં કડાકો જોવા મળ્યો છે. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનનાં (All India Bullion Association) જણાવ્યા અનુસાર, વૈશ્વિક સ્તરે સોનાને લઈને વેપારીઓનું વલણ ઘણું નબળું રહ્યું છે. જ્વેલર્સે પણ સોનાની ખરીદીમાં ખાસ રસ દાખવ્યો ન હતો.

આ પણ વાંચો - 4 લાખ કરોડની ફાર્મા કંપનીની વારસદાર વિધિ સંઘવી કોણ છે?

Advertisement

વૈશ્વિક કારણોસર દેશમાં 24 કેરેટ સોનાની કિંમત રૂ. 800 ઘટીને રૂ. 78,300 પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. જ્યારે, છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ભાવ રૂ. 79,100 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા (Gold Price in India) હતા. ગુરુવારે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ રૂ. 2,000 ઘટીને રૂ. 90,000 પ્રતિ કિલો પર આવી ગયો હતો. એક દિવસ પહેલા ચાંદીનાં ભાવ (Silver Price) રૂ. 92,000 પ્રતિ કિલો પર બંધ આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - ક્યાંથી આવે છે એલન મસ્ક પાસે આટલા પૈસા? એક જ વર્ષમાં 245 અબજ ડોલર વધ્યા

સોના-ચાંદીનાં ભાવ ઘટાડો કેમ થયો ?

ટ્રેડર્સનું કહેવું છે કે US સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વે (US Federal Reserve Bank) વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. જે સોના માટે સારો સંકેત છે. પરંતુ, ફેડરલ રિઝર્વનાં ચેરમેન જેરોમ પોવેલનાં આક્રમક વલણને કારણે બુલિયનનાં ભાવમાં ઘટાડો થયો હતો. તેમણે કહ્યું કે, ફેડ હવે વર્ષ 2025 નાં અંત સુધીમાં વ્યાજદરોમાં 2 વખત ઘટાડો કરે તેવી અપેક્ષા રાખે છે. સપ્ટેમ્બરમાં તેણે 4 વખત રેટ કટની આગાહી કરી હતી.

શું આગામી સમયમાં પણ સોનાનાં ભાવમાં ઘટાડો યથાવત રહેશે ?

અગાઉનાં સ્તરોની તુલનામાં હાલ બુલિયન માર્કેટમાં (Bullion Market) ચોક્કસપણે નરમાઈ જોવા મળી છે. પરંતુ, રોકાણકારો ધીમે ધીમે તેમના રોકાણમાં વધારો કરશે એવી આશા છે. તેનાથી બુલિયન માર્કેટમાં રિકવરી જોવા મળી શકે છે.

આ પણ વાંચો - Gautam Adani અને Mukesh Ambani ની નેટવર્થમાં ભારોભાર ઘટાડો, શું છે કારણ?

Tags :
Advertisement

.

×