Gold Price In India: સોનું ખરીદવાની સુવર્ણ તક! ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો આજનો તાજો ભાવ
- અમદાવાદ-સુરતમાં સોનું ₹1.51 લાખની નીચે
- 24 કેરેટ સોનાના વાયદા ભાવમાં 0.07% નો ઘટાડો
- ચાંદીની ચમક પણ ઘટી, ₹2.60 લાખની અંદર પહોંચી
- આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ગોલ્ડ રેટમાં નરમાશ
- લગ્નસરામાં ખરીદી કરનારાઓ માટે શ્રેષ્ઠ તક
વૈશ્વિક આર્થિક અસ્થિરતા અને અમેરિકી ફેડરલ રિઝર્વના સંકેતો વચ્ચે ભારતીય બજારમાં સોનાના ભાવમાં (Gold Price In India) નરમાશ જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 24 કેરેટ સોનાનો વાયદો 0.07% ના ઘટાડા સાથે ₹1,49,918 પ્રતિ 10 ગ્રામની આસપાસ નોંધાયો હતો. આ ભાવ જાન્યુઆરી 2026 ના રેકોર્ડ હાઈ ₹1,80,779 ની સરખામણીએ ઘણા ઓછા છે.
ગુજરાત અને દેશના મુખ્ય શહેરોમાં સોનાનો ભાવ
અમદાવાદ (Ahmedabad): ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,50,970 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે.
Advertisementસુરત (Surat): ડાયમંડ સિટી સુરતમાં પણ સોનાની કિંમત ₹1,50,970 ના સ્તર પર ટ્રેડ કરી રહી છે.
દિલ્હી (Delhi): દેશની રાજધાની દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,51,070 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.
મુંબઈ (Mumbai): આર્થિક રાજધાની મુંબઈમાં સોનાનો ભાવ ₹1,50,920 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે.
કોલકાતા (Kolkata): પૂર્વી ભારતના મુખ્ય શહેર કોલકાતામાં પણ સોનું ₹1,50,920 ના ભાવે વેચાઈ રહ્યું છે.
ચેન્નાઈ (Chennai): દક્ષિણ ભારતના ચેન્નાઈમાં સોનાનો ભાવ અન્ય શહેરો કરતા વધુ એટલે કે ₹1,53,810 નોંધાયો છે.
ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો
સોનાની સાથે ચાંદીમાં (Silver Rate) પણ મોટી નરમાશ જોવા મળી છે. આજે ચાંદીનો ભાવ ઘટીને ₹2,59,900 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં (Spot Gold) સોનું 4,586.50 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું છે.
નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય બજારમાં બોન્ડ યીલ્ડમાં વધારો અને ડોલરની મજબૂતીને કારણે સોના પર દબાણ છે. જો વૈશ્વિક તણાવ ઓછો થશે તો ભાવમાં હજુ પણ સ્થિરતા આવી શકે છે.
આ પણ વાંચો : Share Market Today : શેરબજારમાં બખ્ખાં! સેન્સેક્સ 77 હજારને પાર, આ શેરોમાં જોવા મળી પડાપડી


