Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gold Price Today : સોનું ખરીદનારાઓ માટે લોટરી! આજે ભાવમાં થયો મોટો ઘટાડો

આજે 23 એપ્રિલ 2026ના રોજ Gold Price માં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,54,800 રૂપિયા રહ્યો છે. MCX પર કિંમતોમાં 771 રૂપિયાનો ઘટાડો થતા લગ્ન માટે ખરીદી કરનારાઓને મોટી રાહત મળી છે. વૈશ્વિક અનિશ્ચિતતા અને અમેરિકા-ઈરાન વાટાઘાટોના પગલે બજારમાં આ ફેરફાર જોવા મળ્યો છે.
gold price today   સોનું ખરીદનારાઓ માટે લોટરી  આજે ભાવમાં થયો મોટો ઘટાડો
Advertisement
  • Gold Price Today : સોનું 771 રૂપિયા સસ્તું થયું
  • અમદાવાદમાં સોનાનો ભાવ 1,54,800 રૂપિયા
  • લગ્નની સીઝન પહેલા ખરીદદારો માટે મોટી તક
  • MCX પર સોનું 1,51,886 રૂપિયાના સ્તરે પહોંચ્યું
  • અમેરિકા-ઈરાન વાટાઘાટોની બજાર પર સીધી અસર

છેલ્લા કેટલાક સમયથી આસમાને પહોંચેલા સોનાના ભાવ (Gold Price) માં અત્યારે ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે ગુરુવારે સવારે સોનાનો વાયદો ઘટાડા સાથે ખુલ્યો હતો. બજાર ખુલતાની સાથે જ 24 કેરેટ સોનાનો ભાવ આશરે 771 રૂપિયા તૂટીને 1,51,886 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ટ્રેડિંગ સેશનમાં સોનું 1,52,657 રૂપિયા પર બંધ થયું હતું. જોકે, 29 જાન્યુઆરી 2026ના રોજ સોનું 1,80,779 રૂપિયાની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું હતું, તેની સરખામણીએ અત્યારે ભાવમાં મોટું ગાબડું જોવા મળી રહ્યું છે.

Beautiful Indian traditional gold jewelry display for shoppers interested in gold rate today.

Gold Price Today : ગુજરાતના મુખ્ય શહેરોના ભાવ

ગુજરાતના બજારોમાં પણ આજે સોનાના ભાવમાં રાહત જોવા મળી છે. દરેક શહેરના લેટેસ્ટ ભાવ નીચે મુજબ છે:

Advertisement

અમદાવાદ (Ahmedabad) માં આજે 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,54,800 રૂપિયા રહ્યો છે.

Advertisement

સુરત (Surat) માં આજે સોનાની કિંમત 1,54,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે.

વડોદરા (Vadodara) માં આજે સોનાનો ભાવ 1,54,800 રૂપિયા પર સ્થિર થયો છે.

રાજકોટ (Rajkot) ના બજારમાં પણ આજે સોનું 1,54,800 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.

દેશના અન્ય મહાનગરોની સ્થિતિ (Gold Prices in Major Cities):

દિલ્હી (Delhi) માં આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,54,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

મુંબઈ (Mumbai) માં આજે સોનાનો ભાવ 1,54,750 રૂપિયા નોંધાયો છે.

ચેન્નાઈ (Chennai) માં આજે દેશનો સૌથી ઊંચો ભાવ 1,55,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો છે.

હૈદરાબાદ (Hyderabad) અને બેંગલુરુ (Bengaluru) માં આજે સોનાનો રેટ 1,54,750 રૂપિયા છે.

જયપુર (Jaipur) અને લખનૌ (Lucknow) માં આજે ભાવ 1,54,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો છે.

ભાવ ઘટવાનું મુખ્ય કારણ શું?

નિષ્ણાતોના મતે સોનાના ભાવ (Gold Price) ઘટવા પાછળ અનેક આંતરરાષ્ટ્રીય કારણો જવાબદાર છે. અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટોમાં જોવા મળી રહેલી સ્પષ્ટતાના સંકેતોને કારણે રોકાણકારોમાં સુરક્ષિત રોકાણના વિકલ્પો પ્રત્યેના દ્રષ્ટિકોણમાં ફેરફાર આવ્યો છે. આ સિવાય, ડોલરની મજબૂતી અને કાચા તેલના ભાવમાં આવતી વધઘટની સીધી અસર સોના પર પડી રહી છે. હવે સૌની નજર અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી બેઠક પર છે, જેના સંકેતો સોનાની ભાવિ દિશા નક્કી કરશે.

Gold Silver Price 02_GUJARAT_FIRST

રોકાણકારો અને ગ્રાહકો માટે સલાહ:

ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના જણાવ્યા અનુસાર, સોનાના ભાવમાં આવેલી આ નરમાશ તે લોકો માટે ઉત્તમ તક છે જેઓ લાંબા ગાળાના રોકાણ કે લગ્ન માટે ખરીદી કરવા માંગે છે. જોકે, બજારના જાણકારો સલાહ આપે છે કે એકસાથે મોટી ખરીદી કરવાને બદલે તબક્કાવાર રોકાણ કરવું જોઈએ, જેથી બજારના જોખમોને ઘટાડી શકાય.

આ પણ વાંચો : Stock Market Crash: શેરબજારમાં મચ્યો હાહાકાર! સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, જાણો શું છે કારણ?

Tags :
Advertisement

.

×