Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gold Price Today : શું સોનું 1.40 લાખને પાર કરશે? આજે કિંમતોમાં જંગી વધારો

ભારતમાં સોનાના ભાવમાં ફરી તેજી જોવા મળી છે. 24 ડિસેમ્બર 2025ના રોજ ૨૪ કેરેટ શુદ્ધ સોનાનો ભાવ 38 રૂપિયા વધીને 13,908 રૂપિયા પ્રતિ ગ્રામ પર પહોંચ્યો છે. લગ્નની સિઝન અને વૈશ્વિક તણાવને કારણે કિંમતોમાં ઉછાળો આવ્યો છે. અમદાવાદમાં 10 ગ્રામ ૨૨ કેરેટ સોનાનો ભાવ 1,27,400 રૂપિયા રહ્યો છે. ખરમાસમાં ઘટાડાની આશા વચ્ચે ફરી કિંમતો વધતા રોકાણકારો અને ગ્રાહકોમાં ચિંતા જોવા મળી રહી છે.
gold price today   શું સોનું 1 40 લાખને પાર કરશે  આજે કિંમતોમાં જંગી વધારો
Advertisement
  • Gold Price Today માં પ્રતિ 10 ગ્રામ રૂ.380 સુધીનો તોતિંગ વધારો થયો
  • અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ વધીને રૂ.1,38,980 પ્રતિ 10 ગ્રામ થયો
  • જ્વેલરી માટેના 22 કેરેટ સોનાની કિંમત રૂ.12,750 પ્રતિ ગ્રામ પર પહોંચી
  • લગ્નની સીઝન અને વૈશ્વિક તણાવને કારણે કિંમતોમાં સતત તેજી જોવા મળી
  • ખરમાસમાં ભાવ ઘટવાની આશા વચ્ચે ફરી કિંમતો વધતા ગ્રાહકોમાં ચિંતા

Gold Price Today  : ભારતમાં સોનું માત્ર આભૂષણ જ નહીં પણ રોકાણ માટેનો સૌથી સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે. આજે એટલે કે 24 ડિસેમ્બર 2025 ના રોજ ભારતીય બજારમાં સોનાના ભાવમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે. વૈશ્વિક રાજકીય તણાવ અને લગ્નની સીઝનની માંગને કારણે કિંમતો સતત વધી રહી હતી. જોકે, ખરમાસ શરૂ થતા ભાવમાં ઘટાડાની આશા હતી અને 16 થી 18 ડિસેમ્બર દરમિયાન થોડો ઘટાડો જોવા પણ મળ્યો હતો, પરંતુ આજે ફરી કિંમતોમાં તેજી આવી છે.

Gold-silver price 01_ GUJARAT_FIRST

Gold-silver price 01_ GUJARAT_FIRST

Advertisement

Gold Price Today : 24 કેરેટ સોનાના લેટેસ્ટ ભાવ

આજે 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ 38 રૂપિયાનો વધારો થયો છે. જેના કારણે 1 ગ્રામ શુદ્ધ સોનાની કિંમત 13,908 રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ વધીને 1,39,080 રૂપિયા થયો છે.

Advertisement

Gold Price Today : 22 કેરેટ અને 18 કેરેટ સોનાનો દર

જ્વેલરી માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા 22 કેરેટ સોનાનો ભાવ આજે 12,750 રૂપિયા પ્રતિ ગ્રામ નોંધાયો છે (ગઈકાલે 12,715 રૂપિયા હતો). બીજી તરફ, બજેટ ફ્રેન્ડલી ગણાતા 18 કેરેટ સોનાની કિંમત વધીને 10,435 રૂપિયા પ્રતિ ગ્રામ થઈ ગઈ છે. નિષ્ણાતોના મતે ડોલરમાં અસ્થિરતા અને વર્ષના અંતે વધતા રોકાણના કારણે સોનાની ચમક હજુ વધી શકે છે.

Gold-silver price 02_ GUJARAT_FIRST

મુખ્ય શહેરોમાં પ્રતિ ગ્રામ સોનાના ભાવ

લખનૌ: નવાબના શહેરમાં આજે 1 ગ્રામ 24 કેરેટ સોનું રૂ.13,908, જ્યારે 22 કેરેટ રૂ.12,750 અને 18 કેરેટ રૂ.10,435 ના ભાવે વેચાઈ રહ્યું છે.

જયપુર: ગુલાબી નગરીમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.13,908 પ્રતિ ગ્રામ છે, જ્યારે જ્વેલરી માટેનું 22 કેરેટ સોનું રૂ.12,750 માં મળી રહ્યું છે.

દિલ્હી: દેશની રાજધાનીમાં આજે 24 કેરેટ સોનાની કિંમત રૂ.13,908 અને 18 કેરેટ સોનાની કિંમત રૂ.10,435 પ્રતિ ગ્રામ નોંધાઈ છે.

પટના: બિહારની રાજધાની પટનામાં આજે 1 ગ્રામ 24 કેરેટ સોનું રૂ.13,898 અને 22 કેરેટ સોનું રૂ.12,740 ના સ્તરે છે.

મુંબઈ: આર્થિક રાજધાની મુંબઈમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ રૂ.13,893 અને 18 કેરેટ સોનાનો દર રૂ.10,420 પ્રતિ ગ્રામ રહ્યો છે.

અમદાવાદ: આપણા અમદાવાદમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ રૂ.13,898 છે, જ્યારે 22 કેરેટ સોનું રૂ.12,740 પ્રતિ ગ્રામના ભાવે ઉપલબ્ધ છે.

પુણે: પુણેમાં આજે 24 કેરેટ સોનાની કિંમત રૂ.13,893 પ્રતિ ગ્રામ અને 22 કેરેટ સોનાની કિંમત રૂ.12,735 નોંધાઈ છે.

કોલકાતા: પશ્ચિમ બંગાળના કોલકાતામાં આજે 1 ગ્રામ 24 કેરેટ સોનું રૂ.13,893 અને 18 કેરેટ સોનું રૂ.10,420 ના ભાવે વેચાઈ રહ્યું છે.

મેરઠ: ઉત્તર પ્રદેશના મેરઠમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ રૂ.13,908 અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ.12,750 પ્રતિ ગ્રામ રહ્યો છે.

લુધિયાણા: પંજાબના લુધિયાણામાં આજે 24 કેરેટ સોનાનો દર રૂ.13,908 છે, જ્યારે 18 કેરેટ સોનું રૂ.10,435 પ્રતિ ગ્રામના ભાવે મળી રહ્યું છે.

આ પણ વાંચો : ચાંદીની કિંમતમાં રેકોર્ડબ્રેક ઉછાળાના સંકેત : ચીનની નવી નિકાસ નીતિથી ભાવમાં થશે ધરખમ વધારો

Tags :
Advertisement

.

×