ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gold Price Drop Today : સોનાના ભાવમાં સાતમા દિવસે ઘટાડો, જાણો આજનો લેટેસ્ટ રેટ

સોનાના ભાવમાં સતત સાતમા દિવસે ઘટાડો નોંધાયો છે. 25 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹1,24,410 પ્રતિ 10 ગ્રામ થયો. ડોલરની મજબૂતી, પ્રોફિટ બુકિંગ અને ભારત-અમેરિકા વચ્ચેના સંભવિત વેપાર કરારના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતો પર દબાણ વધ્યું છે.
11:27 AM Oct 25, 2025 IST | Mihirr Solanki
સોનાના ભાવમાં સતત સાતમા દિવસે ઘટાડો નોંધાયો છે. 25 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹1,24,410 પ્રતિ 10 ગ્રામ થયો. ડોલરની મજબૂતી, પ્રોફિટ બુકિંગ અને ભારત-અમેરિકા વચ્ચેના સંભવિત વેપાર કરારના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતો પર દબાણ વધ્યું છે.
Gold Price Drop Today

Gold Price Drop Today  : સોનાની કિંમતોમાં સતત સાતમા દિવસે (7th Consecutive Drop) ઘટાડો જોવા મળ્યો છે. 25 ઓક્ટોબરના રોજ, 24 કેરેટ ગોલ્ડનો ભાવ રાજધાની દિલ્હીમાં ઘટીને રૂ1,24,510 પ્રતિ 10 ગ્રામ (24 Carat Gold Price Today) પર પહોંચી ગયો છે. જ્યારે 22 કેરેટ સોનું રૂ1,14,140 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. દેશભરના અન્ય શહેરોમાં પણ આ પ્રકારનો ઘટાડો નોંધાયો છે.

ગોલ્ડ રેટમાં ઘટાડા પાછળના કારણો – Gold Price Drop Reasons India

નિષ્ણાતોના મતે, ડોલરની મજબૂતી (Dollar Strength), અમેરિકા-ચીન વચ્ચેના વેપાર તણાવમાં આવેલી નરમાઈ અને પ્રોફિટ બુકિંગ (Profit Booking Gold) ના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતો પર દબાણ વધ્યું છે. આ ઉપરાંત, ભારત-અમેરિકા વચ્ચે સંભવિત વેપાર કરારને કારણે પણ ગોલ્ડની કિંમતોમાં નરમાઈ આવી છે.

24 કેરેટ અને 22 કેરેટના નવા ભાવ – 24 Carat Gold Price

દિલ્હીના બુલિયન માર્કેટમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ આજે રૂ1,24,510 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત રૂ1,14,140 પ્રતિ 10 ગ્રામ રહી. દેશના આર્થિક અને વ્યાપારી કેન્દ્રો મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ રૂ1,13,990 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ ગોલ્ડ રૂ1,24,360 પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહ્યો છે.

Gold Price Today 25 October

ચાંદીની કિંમત અને માર્કેટ અપડેટ – Silver Price Today India

સોનાની જેમ જ ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો (Silver Price Drop) જોવા મળી રહ્યો છે. દેશભરમાં ચાંદીનો ભાવ ઘટીને રૂ1,54,900 પ્રતિ કિલોગ્રામ (Silver Price Today) પર આવી ગયો છે.

શહેરનું નામ24 કેરેટ સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ)
22 કેરેટ સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ)
અમદાવાદરૂ1,24,410રૂ1,14,040
દિલ્હીરૂ1,24,510રૂ1,14,140
મુંબઈરૂ1,24,360રૂ1,13,990
ચેન્નઈરૂ1,24,360રૂ1,13,990
કોલકાતારૂ1,24,360રૂ1,13,990
હૈદરાબાદરૂ1,24,360રૂ1,13,990
જયપુરરૂ1,24,510રૂ1,14,140
ભોપાલરૂ1,24,410રૂ1,14,040
લખનઉરૂ1,24,510રૂ1,14,140
ચંદીગઢરૂ1,24,510રૂ1,14,140

Gold Price Today 25 October

ભારતમાં સોનાના ભાવ નિર્ધારણના પરિબળો – Gold Rate Factors India

ભારતમાં સોના અને ચાંદીની કિંમતો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) (IBJA Gold Rate) અને આંતરરાષ્ટ્રીય બજારના દરના આધારે નક્કી થાય છે. ડોલર-રૂપિયા એક્સચેન્જ રેટ (Dollar Rupee Exchange Rate), આયાત શુલ્ક (Import Duty), માંગ-પુરવઠો (Demand-Supply) અને વૈશ્વિક આર્થિક પરિસ્થિતિની સીધી અસર આ ધાતુઓની કિંમતો પર પડે છે. આ ઉપરાંત, સ્થાનિક કર (Local Tax) અને જ્વેલર્સના માર્જિનને કારણે દરેક શહેરમાં ભાવમાં થોડો તફાવત જોવા મળે છે.

આ પણ વાંચો : ઓલા-ઉબેરના કમિશનનો અંત! કેન્દ્ર સરકારે શરૂ કરી "ભારત ટૅક્સી", ડ્રાઇવરોને મળશે 100% કમાણી

Tags :
24 Carat GoldBullion MarketDollar Strengthgold price dropGold Price TodayGold Rate 25 OctoberGold Rate Ahmedabad.IBJA RateMarket UpdateSilver price India
Next Article