Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gold Price Today: વર્ષના છેલ્લા દિવસે સોનાના ભાવમાં ફેરફાર, જાણો નવો ભાવ

ભારતીય ઘરોમાં સોનું હંમેશા વિશેષ સ્થાન ધરાવે છે. આંતરરાષ્ટ્રીય બજારની ગતિશીલતાથી ખૂબ પ્રભાવિત 31 ડિસેમ્બરે સોનાના ભાવમાં કેટલો આવ્યો બદલાવ.   Gold Price:સોનુંએ સંપત્તિનું પ્રતીક અને સુરક્ષિત રોકાણ માટેનું એક ખાસ વિકલ્પ છે. ભારતીય ઘરોમાં સોનું હંમેશા વિશેષ સ્થાન...
gold price today  વર્ષના છેલ્લા દિવસે સોનાના ભાવમાં ફેરફાર  જાણો નવો ભાવ
Advertisement
  • ભારતીય ઘરોમાં સોનું હંમેશા વિશેષ સ્થાન ધરાવે છે.
  • આંતરરાષ્ટ્રીય બજારની ગતિશીલતાથી ખૂબ પ્રભાવિત
  • 31 ડિસેમ્બરે સોનાના ભાવમાં કેટલો આવ્યો બદલાવ.

Gold Price:સોનુંએ સંપત્તિનું પ્રતીક અને સુરક્ષિત રોકાણ માટેનું એક ખાસ વિકલ્પ છે. ભારતીય ઘરોમાં સોનું હંમેશા વિશેષ સ્થાન ધરાવે છે. ભારતમાં સોનાની (Gold)કિંમત આંતરરાષ્ટ્રીય બજારની ગતિશીલતાથી ખૂબ પ્રભાવિત છે. તેની કિંમતમાં વારંવાર વધઘટ થતી રહે છે. છેલ્લા એક દાયકામાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે જે વૈશ્વિક અનિશ્ચિતતાઓ, ફુગાવાની ચિંતાઓ અને માંગ અને પુરવઠામાં ફેરફારને પ્રતિબિંબિત કરે છે. ત્યારે આવો જાણીએ 31 ડિસેમ્બરે સોનાના ભાવમાં કેટલો આવ્યો બદલાવ.

Advertisement

આજે સોના-ચાંદીના ભાવ

30 ડિસેમ્બરની સરખામણીએ સોના ચાંદી(Silver)ના આજના ભાવમાં ફેરફાર જોવા મળે છે. કોઇ શહેરમાં સોનાના ભાવ વધ્યા છે તો ક્યાંક ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. જો કે અમદાવાદમાં ગઇકાલની સરખામણીએ સોનાના ભાવમાં ઘટાડો દર્શાવે છે. ત્યારે આવો જાણીએ દેશના મહાનગરોમાં કેટલી છે સોનાની કિંમત

Advertisement

આ પણ  વાંચો -Budget 2025: નવા વર્ષમાં ખિસ્સાને રાહત આપશે આ બે મોટા સમાચાર, બજેટ પહેલા મળ્યા સંકેત

શહેર22 કેરેટ24 કેરેટ
અમદાવાદ₹71,150₹77,610
બેંગ્લોર₹ ₹71,100₹77,560
ચેન્નાઈ₹71,100₹77,560
દિલ્હી₹71,250₹77,710
હૈદરાબાદ₹71,100₹77,560
કોલકાતા₹71,100₹77,560
મુંબઈ₹71,100₹77,560
સુરત₹71,1150₹77,610

મિસ્ડ કોલથી જાણો કિંમત

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કૉલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, સતત અપડેટ્સ વિશેની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.

આ પણ  વાંચો -RBI GDP: દેશના અર્થતંત્રની સ્થિતિ પર RBIનો રિપોર્ટ, જાણો શું કહ્યું

સોનામાં રોકાણ કરવાની અનેરી તક

ગયા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સોના પરની ડ્યુટી ઘટાડી હતી, જેના કારણે તેની કિંમત 6,000 રૂપિયા ઘટી ગઈ હતી. હવે સોનું તેની ટોચ પરથી નીચે આવી ગયું છે અને નિશ્ચિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે 2025 સુધીમાં સોનાની કિંમત 90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે.

Tags :
Advertisement

.

×