Dhanteras Gold Rate : ધનતેરસ માટે સોનું ખરીદતા પહેલા જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
- સોના ચાંદીના ભાવમાં તહેવારો પહેલા ઉછાળો (Dhanteras Gold Rate)
- ગોલ્ડની ડિમાન્ડ વધતા સોનામાં આગ ઝરતી તેજી
- દિલ્હીમાં સોનાનો ભાવ રૂ.1,19,600 પહોંચ્યો
- જ્યારે ચાંદીનો ભાવ 1,90,100 પ્રતિ કિલો પહોંચ્યો
Dhanteras Gold Rate : ધનતેરસ (Dhanteras) અને દિવાળી ના તહેવારો પહેલા જ ભારતીય બજારોમાં સોના-ચાંદીના ભાવોમાં (Gold Rates) ફરી એકવાર જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. ફેસ્ટિવ સીઝન (Festive Season) ની શરૂઆત થતાં જ સમગ્ર દેશમાં ગોલ્ડની ડિમાન્ડ (Gold Demand) માં ઝડપી વધારો થયો છે, જેની સીધી અસર કિંમતો પર પડી છે.
16 ઓક્ટોબર 2025 ના રોજ, રાજધાની દિલ્હી (Delhi) માં 24 કેરેટ સોનું (24 Karat Gold) પ્રતિ 10 ગ્રામ રૂ.1,29,600 ને પાર પહોંચી ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું (22 Karat Gold) પ્રતિ 10 ગ્રામ રૂ.1,18,810 ના ભાવે વેચાઈ રહ્યું છે. બજાર નિષ્ણાતોનું (Experts) માનવું છે કે જો આ જ ગતિ જળવાઈ રહી, તો ધનતેરસ સુધીમાં 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ રૂ.1.30 લાખ ની સપાટીને સ્પર્શી શકે છે.
TODAY GOLD RATE
વિવિધ શહેરોમાં સોનાનો ભાવ (Dhanteras Gold Rate)
- દિલ્હી, જયપુર, લખનઉ અને ચંડીગઢમાં આજે 24 કેરેટ સોનું રૂ.1,29,600 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું રૂ.1,18,810 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.
- મુંબઈ, ચેન્નઈ, કોલકાતા અને હૈદરાબાદમાં આજે 24 કેરેટ સોનું રૂ.1,29,450 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું રૂ.1,18,660 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.
- અમદાવાદ અને ભોપાલમાં આજે 24 કેરેટ સોનું રૂ.1,29,500 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું રૂ.1,18,710 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.
ચાંદીના ભાવમાં મોટો ઉછાળો (Silver Price)
સોનાની સાથે-સાથે ચાંદીના ભાવોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 16 ઓક્ટોબરના રોજ ચાંદીનો રિટેલ ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ.1,90,100 પર પહોંચ્યો છે. વૈશ્વિક બજારમાં સપ્લાયની અછત (Supply Shortage) અને સિલ્વર ETF (Silver ETF) માં મોટા રોકાણને કારણે ચાંદીની કિંમતોને મજબૂતી મળી છે. જોકે 15 ઓક્ટોબરે ચાંદી રૂ.3,000 ઘટીને રૂ.1,82,000 પર આવી ગઈ હતી, પરંતુ એક જ દિવસમાં તેમાં મોટો ઉછાળો આવ્યો છે.
Today gold rate
ભાવ વધારા પાછળના મુખ્ય કારણો (Reasons for Price Hike)
ફેસ્ટિવ ડિમાન્ડ ઉપરાંત, કેટલાક આંતરરાષ્ટ્રીય પરિબળો (Global Factors) પણ સોના-ચાંદીના બજારને વેગ આપી રહ્યા છે:
- વ્યાપાર તણાવ: અમેરિકા અને ચીન વચ્ચેનો વેપાર તણાવ (Trade Tension) વધતાં, રોકાણકારો (Investors) ગોલ્ડને સુરક્ષિત રોકાણ (Safe Haven Asset) માનીને તેમાં ખરીદી કરી રહ્યા છે.
- યુએસ ફેડ રિઝર્વ: અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં (Interest Rates) સંભવિત કાપ મૂકવાની અપેક્ષા.
- કેન્દ્રીય બેંકોની ખરીદી: વિશ્વભરની કેન્દ્રીય બેંકો (Central Banks) દ્વારા મોટા પાયે સોનાની ખરીદી.
- સરકારી શટડાઉન: યુએસ સરકારના સંભવિત શટડાઉન (Government Shutdown) જેવા અનિશ્ચિતતાના પરિબળો પણ કિંમતોને ટેકો આપી રહ્યા છે.
આ તમામ પરિબળોના પરિણામે, દિવાળી પહેલા સોના-ચાંદી બંનેમાં તેજીનો માહોલ છે અને રોકાણકારોની તેમાં રુચિ વધતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો : FASTag Annual Pass ને મળી બંપર સફળતા, બે મહિનામાં જ 25 લાખ યુઝર્સનો આંકડો પાર