ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gold price today : સોનાના ભાવમાં ફરી ઉછાળો,જાણો 10 ગ્રામનો ભાવ

સોનાના ભાવ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા સોનાનો ભાવ 91,400 રૂપિયા પહોંચ્યા ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો   Gold price today: મંગળવારે ભારતમાં સોનાના ભાવ (Gold price)સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા.મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો ભાવ 91,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામના...
03:29 PM Apr 01, 2025 IST | Hiren Dave
સોનાના ભાવ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા સોનાનો ભાવ 91,400 રૂપિયા પહોંચ્યા ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો   Gold price today: મંગળવારે ભારતમાં સોનાના ભાવ (Gold price)સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા.મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો ભાવ 91,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામના...
Gold price today

 

Gold price today: મંગળવારે ભારતમાં સોનાના ભાવ (Gold price)સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા.મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો ભાવ 91,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા સર્વકાલીન ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યો.24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 92,000 રૂપિયાથી ઉપર છે.ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો. વેપાર તણાવ અને ટ્રમ્પ દ્વારા 2 એપ્રિલે ટેરિફ અમલીકરણના કારણે આર્થિક મંદી અંગે રોકાણકારોની ચિંતા વધી ગઈ છે.સોનાને તેનો ટેકો મળ્યો.

 

એમસીએક્સ પર ચાંદી

સમાચાર અનુસાર MCX પર ચાંદીના ભાવમાં પણ તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે.જો કે તે તેના ઉચ્ચતમ સ્તરની નજીક ટ્રેડ કરી રહ્યો છે.દરમિયાન MCX પર ચાંદીના ભાવ 0.6% વધીને રૂ. 1,00,600 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા હતા.જે 30 એપ્રિલની એક્સપાયરી સાથે ઇન્ટ્રાડે રૂ. 1,00,900 ની ઊંચી સપાટીને સ્પર્શ્યા હતા. MCX ચાંદીનો ઓલ ટાઈમ હાઈ રૂ. 1,04,108 પ્રતિ કિલોગ્રામ છે.

આ પણ  વાંચો -Stock Market Crash: ફાયનાન્સિયલ યર 2025-26નો ફર્સ્ટ ડે ફ્લોપ...Sensexમાં 1400 પોઈન્ટનો કડાકો

આ મહિને સોનું 1 લાખ સુધી પહોંચશે

નવીનતમ રેકોર્ડ ઉચ્ચ સ્તરથી, MCX સોનું પહેલી વાર રૂ. ૧,૦૦,૦૦૦ ના સ્તરને સ્પર્શવાથી માત્ર રૂ. ૮,૬૦૦ દૂર છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે, એપ્રિલમાં સોનાનો ભાવ 1 લાખ રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતા છે. રિટેલ સ્ટોર્સમાં, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 92,840 છે, જ્યારે 22 કેરેટ અને 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 85,100 અને રૂ. 69,630 છે. ભારતમાં સોનાનો ભાવ અન્ય દેશોની સરખામણીમાં સૌથી વધુ છે. જો તમે તેને ઉદાહરણ દ્વારા સમજવા માંગતા હો, તો જાણી લો કે ઓસ્ટ્રેલિયામાં 24 કેરેટ સોનાનો ભાવ 90,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, કેનેડામાં 85,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, ઇંગ્લેન્ડમાં 86,570 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને અમેરિકામાં 85,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Tags :
Gold Pricegold price outlookGold Price TodayGold price today mcxGold rate indiaGOLD RATE TODAYgold trade stratgeyGold-Pricesgold.rateMCX gold priceMCX gold price todaymcx silver priceOLDsilverSilver Price Today
Next Article