ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gold Price Today : નવરાત્રીના સાતમા દિવસે સોના-ચાંદીના ભાવમાં વધારો, જાણો લેટેસ્ટ રેટ

દિલ્હી, મુંબઈ, અમદાવાદ સહિતના મુખ્ય શહેરોના ભાવ જાણો. ડોલરની નબળાઈ અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે સોનું રોકાણકારોની પ્રથમ પસંદગી.
02:42 PM Sep 29, 2025 IST | Mihir Solanki
દિલ્હી, મુંબઈ, અમદાવાદ સહિતના મુખ્ય શહેરોના ભાવ જાણો. ડોલરની નબળાઈ અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે સોનું રોકાણકારોની પ્રથમ પસંદગી.
Today Gold Price

Gold Price Today : નવરાત્રિના શુભ અવસર વચ્ચે આજે, સોમવાર 29 સપ્ટેમ્બર 2025ના રોજ, સોના-ચાંદીના ભાવોમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે. ડોલરની નબળાઈ અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વર્ષ દરમિયાન વ્યાજદરોમાં કાપ મૂકવાની અપેક્ષાને કારણે સોનું તેના ઐતિહાસિક ઊંચા સ્તરની નજીક પહોંચી ગયું છે.

આજે દેશભરમાં સોનું ગયા સપ્તાહની તુલનામાં લગભગ રુ.500 પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું છે. તહેવારોની માંગ, આંતરરાષ્ટ્રીય બજારોમાં ડોલરની નબળાઈ અને વૈશ્વિક અર્થતંત્રની અનિશ્ચિતતા જેવા પરિબળોએ સોના-ચાંદી બંનેને ઊંચા સ્તરે પહોંચાડી દીધા છે.

Gold price today

વિવિધ શહેરોમાં સોનાનો ભાવ (Gold Price Today,)

એક કિલો ચાંદીના ભાવ

ચાંદીના ભાવ હાલમાં રુ. 1,48,900/કિલો છે, અને નિષ્ણાતો માને છે કે તે ટૂંક સમયમાં રૂ.1,50,000 સુધી પહોંચી શકે છે. ચાંદીએ પણ રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ચાંદીના ભાવ સતત રૂ.1 લાખ/કિલોથી ઉપર રહ્યા છે. છેલ્લા 20 વર્ષમાં, તેમાં 668% થી વધુનો વધારો જોવા મળ્યો છે.

જાણો તમારા શહેરનો લેટેસ્ટ ગોલ્ડ રેટ

સોનું કેમ બન્યું રોકાણકારોની પ્રથમ પસંદગી? (Gold Price Today,)

સોનું વૈશ્વિક બજારમાં રોકાણકારો માટે સલામત સ્થળ (Safe Haven) તરીકે ઊભરી આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજાર: રોઇટર્સના અહેવાલ મુજબ, સ્પોટ ગોલ્ડ (Spot Gold) $3,776.72 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે, જે ગયા સપ્તાહના $3,790.82ના ઐતિહાસિક સ્તરની નજીક છે.

વીસ વર્ષનો ગ્રોથ: છેલ્લા 20 વર્ષો (2005 થી 2025)માં સોનાના ભાવોમાં લગભગ 1,200% નો જંગી ઉછાળો આવ્યો છે. વર્ષ 2005માં જ્યાં 10 ગ્રામ સોનાનો ભાવ રુ.7,638 હતો, તે હવે રુ.1 લાખ પ્રતિ 10 ગ્રામના આંકડાને પાર કરી ગયો છે.

2025નું પ્રદર્શન: આ વર્ષે અત્યાર સુધીમાં (YTD) સોનામાં લગભગ 31%ની વૃદ્ધિ નોંધાઈ છે, જે તેને 2025ની સૌથી મજબૂત એસેટ ક્લાસ બનાવે છે. રોકાણકારોની સતત ખરીદીને કારણે ભાવો ઊંચા સ્તરે ટકી રહ્યા છે.

આ પણ વાંચો :   'ભવિષ્યમાં 40 ટકા કામો AI કરી દેશે', OpenAI ના CEO એ કહી મોટી વાત

Tags :
Gold Price 24 Carat DelhiGold Price Historical GrowthGold Price TodayGold Silver Rate Todaysafe haven investmentUS Fed Rate Cut Expectation
Next Article