Gold Price Today : સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, ગુજરાતથી ચેન્નાઈ સુધી સોનું મોંઘું, જાણો આજની કિંમતો
Gold Price Today : દેશભરમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 13 ઓગસ્ટે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ વધીને ₹155,020 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. જ્યારે મુંબઈમાં સોનાનો ભાવ વધીને ₹154,870 પ્રતિ 10 ગ્રામ થયો છે. વૈશ્વિક બજારોમાં મજબૂતાઈ અને બુલિયન માંગને કારણે સોનાની કિંમતોમાં આ ઉછાળો આવ્યો છે.
Advertisement
Gold Price Today : દેશભરમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 13 ઓગસ્ટે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ વધીને ₹155,020 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. જ્યારે મુંબઈમાં સોનાનો ભાવ વધીને ₹154,870 પ્રતિ 10 ગ્રામ થયો છે. વૈશ્વિક બજારોમાં મજબૂતાઈ અને બુલિયન માંગને કારણે સોનાની કિંમતોમાં આ ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડો અને ડોલરની સ્થિરતાએ પણ કિંમતી ધાતુને મોટો ટેકો આપ્યો છે. વૈશ્વિક બજારોમાં સ્પોટ ગોલ્ડ વધીને $4,412.63 પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે, અને રોકાણકારો હાલ યુએસ ફુગાવાના ડેટાની રાહ જોઈ રહ્યા છે.

