ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gold Prices: આ દેશના કારણે સસ્તુ થયું સોનું,એક દિવસમાં આટલા ઘટ્યા ભાવ

Gold Prices : છેલ્લા કેટલાક મહિનાઓથી સોનું અને ચાંદી રોકાણકારો માટે ફેવરિટ રહ્યા છે. વિશ્વભરની સેન્ટ્રલ બેંકો પણ અનેક આશંકાઓને કારણે મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરી રહી હતી. આમાં ચીન અગ્રેસર હતું. તે સતત તેના ગોલ્ડ રિઝર્વમાં (Gold Reserve) વધારો...
01:10 PM Jun 08, 2024 IST | Hiren Dave
Gold Prices : છેલ્લા કેટલાક મહિનાઓથી સોનું અને ચાંદી રોકાણકારો માટે ફેવરિટ રહ્યા છે. વિશ્વભરની સેન્ટ્રલ બેંકો પણ અનેક આશંકાઓને કારણે મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરી રહી હતી. આમાં ચીન અગ્રેસર હતું. તે સતત તેના ગોલ્ડ રિઝર્વમાં (Gold Reserve) વધારો...

Gold Prices : છેલ્લા કેટલાક મહિનાઓથી સોનું અને ચાંદી રોકાણકારો માટે ફેવરિટ રહ્યા છે. વિશ્વભરની સેન્ટ્રલ બેંકો પણ અનેક આશંકાઓને કારણે મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરી રહી હતી. આમાં ચીન અગ્રેસર હતું. તે સતત તેના ગોલ્ડ રિઝર્વમાં (Gold Reserve) વધારો કરી રહ્યો હતો. જેના કારણે પીળી ધાતુના ભાવને પાંખો મળી હતી અને તે ઉંચા ઉડી રહ્યા હતા. પરંતુ હવે ચીને સૌને ચોંકાવી દીધા છે અને સોનાની ખરીદી પર રોક લગાવી દીધી છે. આ કારણે શુક્રવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના (International Gold Prices)ભાવમાં 2 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.

 

MCX એક્સચેન્જ પર સોનાના ભાવમાં ઘટાડો

વિશ્લેષકોએ આ ઘટાડા માટે અમેરિકામાં અપેક્ષા કરતાં વધુ નોકરીઓમાં વધારો અને મોટા ખરીદદારની ભૂમિકા ભજવી રહેલા ચીનના વલણમાં પરિવર્તનને જવાબદાર ગણાવ્યું છે. અહેવાલ મુજબ, બેન્ચમાર્ક સોનાના વાયદાના ભાવ 2.43 ટકાના ઘટાડા સાથે $2,332.85 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યા હતા. ભારતના એમસીએક્સ એક્સચેન્જ પર સોનાનો ભાવ પણ વૈશ્વિક દર મુજબ યથાવત રહ્યો છે. 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. તે રૂ. 73,131 પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો.

 

ચીનની સેન્ટ્રલ બેંકે મે મહિનામાં સોનાની ખરીદી બંધ કરી

મળતી માહિતી અનુસાર ચીનની સેન્ટ્રલ બેંકે મે મહિનામાં તેના ગોલ્ડ રિઝર્વ માટે સોનું ખરીદવાનું બંધ કરી દીધું હતું. ચીન 18 મહિનાથી સતત સોનાની ખરીદી કરી રહ્યું હતું. જેના કારણે સોનાના હાજર દર રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યા હતા. રોકાણ માટે સલામત વિકલ્પ ગણાતા સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળા બાદ ઘટાડો થયો છે. જો કે આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં લગભગ 15 ટકાનો વધારો થયો છે.

 

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અંદાજ કરતાં સોનું વધુ વળતર આપી શકે

સોનાની લાંબા સમયથી માંગ છે. આ જ કારણ છે કે તેની કિંમતો સમયાંતરે રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચે છે. વિશ્વભરમાં ચાલી રહેલા સંઘર્ષ વિવિધ દેશોની મધ્યસ્થ બેંકો દ્વારા સતત ખરીદી અને રોકાણકારોની માંગને કારણે આ પીળી ધાતુ રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે. આ સિવાય સોનું મેળવવું મુશ્કેલ વસ્તુ છે. તેની માંગ અને પુરવઠા વચ્ચે હંમેશા તફાવત રહે છે. જેના કારણે સોનાના ભાવ ઘટવાને બદલે સતત વધી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે વર્ષ 2024માં સોનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ(World Gold Council)ના અંદાજ કરતાં વધુ મજબૂત વળતર આપી શકે છે.

આ પણ  વાંચો  - Elon Musk : “હવે મારી કંપનીઓ ભારતમાં….!”

આ પણ  વાંચો  - IBPS RRB Recruitment 2024: પ્રાદેશિક ગ્રામીણ બેંકની શાખાઓમાં 9 હજાર કરતા વધારે ભરતી જાહેર કરાઈ

આ પણ  વાંચો  - Share Market Highlights: Sensex માં સતત બીજા દિવસે જૂન મહિનાનો રોકોર્ડ બ્રેક ઉછાળો નોંધાયો

Tags :
GoldGold BuyingGold ReserveGold-PricesInternational Gold PricesMCX ExchangeWorld Gold Council
Next Article