ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સોનું બન્યું થોડું સસ્તું! મોટો ઉછાળો આવ્યા પછી ખરીદીનો સારો સમય?

1 ડિસેમ્બરની સવારે સોના અને ચાંદીના ભાવોમાં હળવો ઘટાડો નોંધાયો છે. 24 કેરેટ ગોલ્ડનો ભાવ દિલ્હીમાં ₹1,29,960 પર આવ્યો છે. જોકે, આ પહેલા એક સપ્તાહમાં સોનું ₹3,980 જેટલું મજબૂત થયું હતું. ચાંદીની કિંમત ₹1,84,900 પર સ્થિર થઈ છે, જેમાં અગાઉ ₹21,000નો ઉછાળો આવ્યો હતો. વૈશ્વિક આર્થિક સંકેતોની અસરને કારણે આ નરમાઈ જોવા મળી છે.
12:02 PM Dec 01, 2025 IST | Mihirr Solanki
1 ડિસેમ્બરની સવારે સોના અને ચાંદીના ભાવોમાં હળવો ઘટાડો નોંધાયો છે. 24 કેરેટ ગોલ્ડનો ભાવ દિલ્હીમાં ₹1,29,960 પર આવ્યો છે. જોકે, આ પહેલા એક સપ્તાહમાં સોનું ₹3,980 જેટલું મજબૂત થયું હતું. ચાંદીની કિંમત ₹1,84,900 પર સ્થિર થઈ છે, જેમાં અગાઉ ₹21,000નો ઉછાળો આવ્યો હતો. વૈશ્વિક આર્થિક સંકેતોની અસરને કારણે આ નરમાઈ જોવા મળી છે.

વર્ષના છેલ્લા મહિનાના પ્રથમ દિવસે એટલે કે 1 ડિસેમ્બરની સવારે સોનાના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે ટ્રેડિંગની શરૂઆત સામાન્ય રહી અને દેશના ઘણા મુખ્ય શહેરોમાં ગોલ્ડના રેટ સહેજ નીચે સરક્યા હતા. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,29,960 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે, જ્યારે મુંબઈમાં તે રૂ.1,29,810 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.

જોકે, આ ઘટાડો એવા સમયે આવ્યો છે જ્યારે છેલ્લા એક સપ્તાહમાં સોનાની કિંમતોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. 24 કેરેટ ગોલ્ડ રૂ.3,980 અને 22 કેરેટ સોનું રૂ.3,650 પ્રતિ 10 ગ્રામ જેટલું મોંઘું થયું હતું. પરંતુ શનિવારના બંધ પછી સપ્તાહની શરૂઆતમાં ભાવમાં થોડી નરમાઈ આવી છે.

દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં સોનાના લેટેસ્ટ ભાવ

ચાંદીના ભાવમાં પણ ઘટાડો (Gold Rate Today)

ચાંદીની કિંમતમાં પણ ઘટાડો નોંધાયો છે અને આજે તે રૂ.1,84,900 પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી ગઈ છે. છેલ્લા એક અઠવાડિયામાં ચાંદીમાં કુલ રૂ.21,000નો જોરદાર વધારો નોંધાયો હતો, જેના પછી હવે હળવો સુધારો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ દબાણ યથાવત છે અને ચાંદીનો હાજર ભાવ $53.

ભારતના 10 મોટા શહેરોમાં 1 ડિસેમ્બર 2025 ના સોનાના ભાવ  (Gold Rate Today)

Gold Rate Today

ભારતમાં સોનાની કિંમત કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં ગોલ્ડના રેટ સીધા આંતરરાષ્ટ્રીય બજાર દ્વારા પ્રભાવિત થાય છે. વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો (Gold Spot Price) વધે કે ઘટે, તેની અસર ભારતીય બજાર પર પણ પડે છે. આ ઉપરાંત, કિંમત નક્કી કરતા અન્ય મુખ્ય પરિબળો નીચે મુજબ છે:

ડોલર-રૂપિયા વિનિમય દર :  જ્યારે રૂપિયો નબળો પડે છે, ત્યારે સોનાની આયાત (Import) મોંઘી થાય છે, પરિણામે કિંમત વધે છે.

આયાત ડ્યુટી :  ભારત સોનાનો સૌથી મોટો આયાતકાર છે. સરકાર દ્વારા લાદવામાં આવતી કસ્ટમ ડ્યુટી પણ અંતિમ કિંમત નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.

માંગ : તહેવારો અને લગ્નની સિઝનમાં માંગ વધવાથી સોનું મોંઘું થાય છે.

વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ : અમેરિકાના વ્યાજ દરો, ભૂ-રાજકીય તણાવ અને સ્ટોક માર્કેટની સ્થિતિ પણ ગોલ્ડની કિંમતને પ્રભાવિત કરે છે.

આ તમામ કારણોના આધારે, ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દૈનિક ભાવ જાહેર કરે છે, જેને દેશભરના ઝવેરી બજાર અનુસરે છે.

આ પણ વાંચો :  1 ડિસેમ્બરથી 5 મોટા નિયમો બદલાયા, સામાન્ય માણસના ખિસ્સા પર થશે સીધી અસર

Tags :
24 Carat GoldAhmedabad Gold Ratecommodity marketGold Price FactorsGold Price fallGold Rate 1 DecemberGOLD RATE TODAYGold Spot PriceIBJASilver Price
Next Article