Gold Rate Today : સોનાનો ભાવ રૂપિયા 1 લાખને પાર, ચાંદી પણ મોંઘી
- સોનાના ભાવમાં નજીવો વધારો (Gold Rate Today)
- સોનાનો ભાવ એકને પાર થઈ ગયો
- સોનાનો ભાવ 1 લાખ પ્રતિ 10 ગ્રામ
- ચાંદીનો ભાવ 1,14,900 પ્રતિ કિલોગ્રામ
Gold Rate Today : આજે 14 ઓગસ્ટે 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1 લાખને પાર ગયો છે, જ્યારે ચાંદી પણ મોંઘી થઈ છે. જાણો દિલ્હી, અમદાવાદ સહિતના શહેરોના ભાવ.
સ્વતંત્રતા દિવસ પહેલાં, 14 ઓગસ્ટ, ગુરુવારે ભારતમાં સોના-ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. આ વધારા પાછળ મુખ્ય કારણો વૈશ્વિક બજારોમાં રહેલી અનિશ્ચિતતા, અમેરિકી ફુગાવાના આંકડા, ડોલર ઇન્ડેક્સની નબળાઈ અને સપ્ટેમ્બરમાં અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની વધતી અપેક્ષાઓ છે.
ભારતના ઘણા મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1 લાખ પ્રતિ 10 ગ્રામના આંકને પાર કરી ગયો છે, જ્યારે 22 કેરેટ સોનું પણ રૂ.93,000 પ્રતિ 10 ગ્રામથી ઉપર વેચાઈ રહ્યું છે.
TODAY GOLD PRICE
જાણો આજનો સોનાનો ભાવ (Gold Rate Today)
- Delhi Gold Price : 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,01,490 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ.93,040 પ્રતિ 10 ગ્રામ છે.
- Jaipur Gold Price :24 કેરેટ સોનું રૂ.1,01,490 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું રૂ.93,040 પ્રતિ 10 ગ્રામ છે.
- Noida Gold Price: 24 કેરેટ સોનું રૂ.1,01,490 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું રૂ.93,040 પ્રતિ 10 ગ્રામ છે.
- Gaziabad Gold Price : 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,01,490 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ.93,040 પ્રતિ 10 ગ્રામ છે.
- Ahmedabad Gold Price : 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,01,390 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ.92,940 પ્રતિ 10 ગ્રામ છે.
- Patna Gold Price : 24 કેરેટ સોનું રૂ.1,01,390 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું રૂ.92,940 પ્રતિ 10 ગ્રામ છે.
- Mumbai Gold Price: 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,01,340 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ.92,890 પ્રતિ 10 ગ્રામ છે.
- kolkata Gold Price : 24 કેરેટ સોનું રૂ.1,01,340 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું રૂ.92,890 પ્રતિ 10 ગ્રામ છે.
- Chennai Gold Price : 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,01,340 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ.92,890 પ્રતિ 10 ગ્રામ છે.
- hyderabad Gold Price: 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,01,340 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ.92,890 પ્રતિ 10 ગ્રામ છે.
- Bengaluru Gold Price : 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,01,340 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ.92,890 પ્રતિ 10 ગ્રામ છે.
- lucknow Gold Price: 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,01,500 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ.93,050 પ્રતિ 10 ગ્રામ છે.
- Chandigarh Gold Price: 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,01,500 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ.93,050 પ્રતિ 10 ગ્રામ છે.
ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો
સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. આજે ચાંદીનો ભાવ રૂ.1,14,900 પ્રતિ કિલોગ્રામ છે. ફ્યુચર્સ માર્કેટ (MCX)માં પણ સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. 5 ઓગસ્ટ, 2025ના રોજ એક્સપાયરી થનારું ગોલ્ડ ફ્યુચર્સ 0.03% વધીને રૂ.1,00,219 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે, જ્યારે 5 સપ્ટેમ્બર, 2025ના રોજ એક્સપાયરી થનારી ચાંદી 0.17% વધીને રૂ.1,15,220 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની સ્થિતિ
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં વધારો થયો છે. અમેરિકી ફેડ દ્વારા વ્યાજદરમાં સંભવિત ઘટાડાની અપેક્ષા અને ડોલરની નબળાઈને કારણે સોનાને સપોર્ટ મળ્યો છે. સ્પોટ ગોલ્ડનો ભાવ 0.4% વધીને $3,367.53 પ્રતિ ઔંસ થયો, જ્યારે યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.3% વધીને $3,416.70 પ્રતિ ઔંસ પર પહોંચ્યો છે. જુલાઈમાં અમેરિકામાં ફુગાવામાં નજીવો વધારો થયો, જેના કારણે આગામી મહિનામાં ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાની સંભાવના મજબૂત બની છે. નિષ્ણાતોના મતે, 17 સપ્ટેમ્બરના રોજ વ્યાજદરમાં ઘટાડો લગભગ નિશ્ચિત મનાય છે.
આ પણ વાંચો : Atal Pension Yojana : નિવૃત્તિ બાદ ₹5,000નું પેન્શન કેવી રીતે મેળવશો? કરો આ યોજનામાં રોકાણ