Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gold Rate Today: સોનું ખરીદવાની ઉત્તમ તક! ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24 અને 22 કેરેટના રેટ

ભારતમાં આજે Gold Rate Today માં નરમાશ જોવા મળી રહી છે. અક્ષય તૃતીયા બાદ સોનાના ભાવમાં છેલ્લા બે દિવસમાં 500 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક સ્તરે મજબૂત ડોલર અને ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવને કારણે કિંમતી ધાતુઓ પર દબાણ છે. હાલમાં 24 કેરેટ સોનાનો વાયદા ભાવ MCX પર 1,53,785 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.
gold rate today  સોનું ખરીદવાની ઉત્તમ તક  ભાવમાં થયો મોટો ઘટાડો  જાણો 24 અને 22 કેરેટના રેટ
Advertisement
  • અક્ષય તૃતીયા બાદ સોનાના ભાવ (Gold Rate Today) માં કડાકો
  • બે દિવસમાં સોનું 500 રૂપિયા સુધી સસ્તું થયું; ચાંદી પણ નરમ
  • અમદાવાદ અને સુરતમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો
  • ઇરાન-અમેરિકા તણાવ અને મજબૂત ડોલરની બજાર પર અસર
  • MCX પર સોનાનો વાયદો 1,53,785 રૂપિયાના સ્તરે પહોંચ્યો

વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલી હલચલની અસર ભારતીય બજાર પર પણ પડી રહી છે. આજે એટલે કે 21 April 2026ના રોજ સોનાના ભાવમાં (Gold Rate Today) ઘટાડો નોંધાયો છે. રાજધાની દિલ્હીમાં છેલ્લા બે દિવસમાં 24 કેરેટ સોનાના ભાવમાં અંદાજે 500નો ઘટાડો થયો છે, જ્યારે 22 કેરેટ સોનામાં 460 સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

Beautiful Indian traditional gold jewelry display for shoppers interested in gold rate today.

Advertisement

Gold Rate Today : વિવિધ શહેરોમાં સોનાના લેટેસ્ટ ભાવ

ભારતના મુખ્ય શહેરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવ નીચે મુજબ છે:

Advertisement

  • અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,55,820 રૂપિયા અને 22 કેરેટનો ભાવ 1,42,390 રૂપિયા રહ્યો છે.

  • સુરતમાં 24 કેરેટ સોનાનો રેટ 1,55,820 રૂપિયા અને 22 કેરેટનો રેટ 1,42,390 રૂપિયા પર પહોંચ્યો છે.

  • વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત 1,55,820 રૂપિયા અને 22 કેરેટની કિંમત 1,42,390 રૂપિયા નોંધાઈ છે.

  • મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,55,780 રૂપિયા અને 22 કેરેટનો ભાવ 1,42,340 રૂપિયા છે.

  • દિલ્હીમાં 24 કેરેટ સોનાનો રેટ 1,55,920 રૂપિયા અને 22 કેરેટનો રેટ 1,42,490 રૂપિયા છે.

  • રાજકોટમાં પણ સોનાના ભાવમાં અમદાવાદ જેવી જ નરમાશ જોવા મળી રહી છે.

MCX અને વાયદા બજારની સ્થિતિ

 મલ્ટી કોમોડિટી એક્સચેન્જ [MCX] પર આજે સોનાના વાયદા ભાવમાં સુસ્તી જોવા મળી હતી. 24 કેરેટ સોનાનો ભાવ 0.1% ઘટીને 1,53,785 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે 29 જાન્યુઆરીએ સોનું 1,80,779 રૂપિયાના ઐતિહાસિક રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું, જેની સરખામણીએ અત્યારે ભાવ ઘણા નીચે છે. આ સાથે ચાંદીની કિંમતોમાં પણ 100 રૂપિયાનો સામાન્ય ઘટાડો નોંધાયો છે.

Financial market analysis of gold price trends showing a decline in market value.

ભાવ ઘટવાનું કારણ શું? 

બજારના નિષ્ણાતો માને છે કે ડોલરની મજબૂતી અને વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાએ કિંમતી ધાતુઓ પર દબાણ વધાર્યું છે. ખાસ કરીને ઈરાન અને અમેરિકા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ [Strait of Hormuz] ને લઈને ચાલી રહેલા તણાવને કારણે રોકાણકારો સતર્ક બન્યા છે. આંતરરાષ્ટ્રીય દબાણને કારણે સોનાના ભાવ (Gold Rate Today) સતત ગગડી રહ્યા છે.

આ પણ વાંચો : શેરબજારમાં રોકેટ જેવી તેજી!India-US Trade Deal ના એક સમાચારે સેન્સેક્સને પહોંચાડ્યો 79,000 ને પાર

Tags :
Advertisement

.

×