Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gold Silver Price Today May 20 : સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું ! જાણો 24K, 22K અને 18K સોનાના લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today May 20 : વૈશ્વિક ભૌગોલિક-રાજકીય સમીકરણો બદલાતા જ સોના-ચાંદીના ભાવમાં ફેરફાર થતો હોય છે. સોના-ચાંદીના બજારમાં ફરી એક વાર મોટી હલચલ જોવા મળી છે. કિંમતી ધાતુઓના માર્કેટમાં રોકાણકારો અને ગ્રાહકો માટે મંગળવારનો દિવસ ભારે ઉથલપાથલ ભરેલો રહ્યો છે.
gold silver price today may 20   સોના ચાંદીના ભાવમાં મોટું ગાબડું   જાણો 24k  22k અને 18k સોનાના લેટેસ્ટ ભાવ
Advertisement
  • Gold Silver Price Today May 20 : MCX પર સોના અને ચાંદીના ભાવોમાં રાત્રે જોવા મળ્યો મોટો ઘટાડો
  • જુલાઈ ડિલિવરી માટે ચાંદીના ભાવમાં ₹6,397 નો ભારે કડાકો
  • બજારમાં સોનું પણ ₹262 તૂટીને ₹1.59 લાખની સપાટીએ પહોંચ્યું
  • સ્થાનિક બુલિયન માર્કેટમાં દિવસ દરમિયાન સોનામાં ₹800 નો ઉછાળો રહ્યો હતો
  • નબળી ઔદ્યોગિક માંગ અને વૈશ્વિક સેન્ટિમેન્ટને કારણે ચાંદી બજાર દબાયું

Gold Silver Price Today May 20 : વૈશ્વિક ભૌગોલિક-રાજકીય સમીકરણો બદલાતા જ સોના-ચાંદીના ભાવમાં ફેરફાર થતો હોય છે. સોના-ચાંદીના બજારમાં ફરી એક વાર મોટી હલચલ જોવા મળી છે. કિંમતી ધાતુઓના માર્કેટમાં રોકાણકારો અને ગ્રાહકો માટે મંગળવારનો દિવસ ભારે ઉથલપાથલ ભરેલો રહ્યો છે.

મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ (MCX) પર દિવસ દરમિયાન સોના અને ચાંદીના ભાવો (Gold Silver Price) સ્થિર ટ્રેડ થઈ રહ્યા હતા, પરંતુ રાત્રિના ટ્રેડિંગ સેશનમાં બંને કિંમતી ધાતુઓમાં મોટો ઘટાડો નોંધાયો છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના અહેવાલો મુજબ, બજારમાં સોના અને ચાંદીના ભાવોમાં મિશ્ર વાતાવરણ જોવા મળ્યું છે, જ્યાં હાજર બજારમાં સોનું વધ્યું છે જ્યારે વાયદા બજારમાં બંને ધાતુઓ તૂટી છે.

Advertisement

Gold Silver Price Today May 20 : MCX વાયદા બજારમાં સોના-ચાંદીમાં મોટું ગાબડું

મંગળવારે મોડી રાત્રે કમોડિટી માર્કેટમાં મોટો આંચકો જોવા મળ્યો હતો. જેમાં સોના-ચાંદીના ભાવમાં બદલાવ થયો છે.

Advertisement

સોનાનો ભાવ (Gold Rate): MCX પર જૂન ડિલિવરી માટેનું સોનું ₹262 ઘટીને ₹1,59,139 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ઉલ્લેખનીય છે કે દિવસ દરમિયાન તે ₹1,60,200ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.

ચાંદીનો ભાવ (Silver Rate): જુલાઈ ડિલિવરી માટેની ચાંદીમાં સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે. ચાંદી વાયદો એક જ ઝટકે ₹6,397 તૂટીને ₹2,70,254 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. દિવસ દરમિયાન ચાંદી ₹2,76,666 ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહી હતી.

હાજર બુલિયન માર્કેટમાં સોનું ₹1.63 લાખને પાર

બીજી તરફ, રાષ્ટ્રીય રાજધાનીના ફિઝિકલ બુલિયન માર્કેટ (Spot Market) માં સોનાના ભાવમાં ₹800 નો વધારો નોંધાયો હતો. સ્થાનિક બજારના એક્સપર્ટ્સના મતે, 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું (24K Gold) વધીને ₹1,63,600 પ્રતિ 10 ગ્રામ (તમામ ટેક્સ સહિત) થઈ ગયું છે, જે સોમવારે ₹1,62,800 પર બંધ રહ્યું હતું. જોકે, નબળા ગ્લોબલ સેન્ટિમેન્ટ અને ઇન્ડસ્ટ્રિયલ ડિમાન્ડ ઘટવાને કારણે હાજર બજારમાં પણ ચાંદી ₹5,000 ઘટીને ₹2,71,000 પ્રતિ કિલોગ્રામ પર બંધ આવી હતી.

સોનાના લેટેસ્ટ ભાવો (Gold Carat Rate List)

સોનાની શુદ્ધતા (Carat)અંદાજિત ભાવ (પ્રતિ 10 ગ્રામ)ઉપયોગીતા
24K Gold (Pure Gold)₹1,59,100 થી ₹1,63,600સોનાના સિક્કા અને બિસ્કિટ માટે
22K Gold (Jewelry Gold)₹1,45,800 થી ₹1,49,900પરંપરાગત ઘરેણાં બનાવવા માટે
18K Gold (18 Carat)₹1,19,300 થી ₹1,22,700ડાયમંડ જ્વેલરી ફિટિંગ માટે

Crude Oil Price Today: ટ્રમ્પની નવી ધમકીથી ક્રૂડ ઓઇલ માર્કેટમાં મોટો ભૂકંપ? જાણો ભારતમાં શું થશે અસર

Tags :
Advertisement

.

×