Gold Rates: બજેટ પહેલા સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિંમત આકાશને આંબી
- સોનાની કિંમત ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો
- બજેટ રજુ થાય તે પહેલા જ સોનાએ ઐતિહાસિક સપાટી કુદાવી
- ગત્ત બજેટમાં થયેલી જાહેરાત બાદ સોનામાં 4 હજારનો ઘટાડો થયો હતો
Gold rate : યૂનિયન બજેટ પર સમગ્ર દેશની નજર છે. જો કે તે પહેલા સોનાની કિંમતો આકાશને આંબી રહી છે. એમસીએક્સ પર જ નહીં પરંતુ સ્થાનિક માર્કેટમાં પણ સોનાનો ભાવ ઝડપથી વધી રહ્યો છે કે જુના તમામ રેકોર્ડ તુટી રહ્યા છે.
સામાન્ય બજેટ (Union Budget) રજુ થતા પહેલા જ સોનાની કિંમતોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. અને તેણે પોતાના તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે. મલ્ટી કમોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર ગુરૂવારે વાયદા વ્યાપાર દરમિયાન અહીં તેનો ભાવ 82000 રૂપિયાને પાર થઇ ચુક્યું છે. જ્યારે સ્થાનિક માર્કેટમાં પણ આ રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચી ચુક્યું છે. ગત્ત વર્ષે પૂર્ણ બજેટના દિવસે કસ્ટમ ડ્યુટી ઘટાડાયા બાદ ગોલ્ડ પ્રાઇસમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : મધ્યપ્રદેશનાં પૂર્વ MLA ના પુત્રની Ahmedabad માં ધરપકડ, ગુનો જાણો ચોંકી જશો!
ગત્ત બજેટમાં એક જાહેરાત સાથે થયું ધડામ
ગોલ્ડની કિંમતમાં ગત્ત વર્ષના પૂર્ણ બજેટમાં નાણા મંત્રી દ્વારા કરાયેલી જાહેરાતો બાદ જ જબર્દસ્ત ઘટાડો આવ્યો હતો. નિર્મલા સિતારમણે પોતાના બજેટ ભાષણ રજુ કરતા જ સોના પર લાગનારી કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી. તેને 15 ટકાથી 6 ટકા કરી દીધી હતી. આ જાહેરાત બાદ બજેટના દિવસે જ સોનાની કિંમતમાં ઘટાડો આવ્યો હતો. તે 4000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તું થઇ ગયું હતું.
ગત્ત બજેટમાં સોનું થયું હતું ધડામ
રિપોર્ટ્સ અનુસાર ખરાબ રીતે તુટ્યા બાદ સોનાની કિંમતોએ બજેટના મહિના બાદ જ સ્પીડ પકડવાનું શરૂ કરી દીધું હતું અને હવે આકાશ પર પહોંચ્યું છે. તેવામાં સરકાર ગોલ્ડ પર કસ્ટમ ડ્યુટી અંગે કોઇ જાહેરાક કરી શકે છે. હવે જોવાની વાત એ હશે કે નાણામંત્રી રાહત આપશે કે સોનાની કિંમતોમાં કોઇ ઘટાડો થશે.
આ પણ વાંચો : મહાકુંભથી આવી રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો, 6 લોકોના મોત; 10 ની હાલત ગંભીર
MCX પર સોનાનો હાલનો ભાવ
વાત કરીએ સોનાની કિંમત અંગે તો શુકરવારે એમસીએક્સ પર તેનો ભાવ ખુબ જ ચડ્યો અને 4 એપ્રીલની એક્સપાયરી વાળા ગોલ્ડની કિંમત 82,415 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઇ. ગત્ત વ્યાપારીક દિવસ ગુરૂવારે આ વ્યાપાર ખતમ થતા સુધીમાં 1114 રૂપિયા ચડીને 81988 રૂપિયા પર ક્લોઝ થયો. બજેટ વિકની શરૂઆત એટલે કે સોમવારે તેનો ભાવ 80160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો અને તેમાં અત્યાર સુધી આશરે 2000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ કરતા વધારેનો ઉછાળો આવી ચુક્યો છે.
સ્થાનિક માર્કેટમાં પણ સોનાએ ચોંકાવ્યા
ખાસ વાત છે કે એમસીએક્સ અને સ્થાનિક માર્કેટમાં સોનાની કિંમતમાં બજેટ પહેલા તગડો ઉછાળો જોવા મળ્યો છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ અનુસાર શુક્રવારે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિંમત 82,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઇ. અન્ય કેટેગરીના ગોલ્ડની વાત કરીએ તો 22 કેરેટ ગોલ્ડ 80190, 20 કેરેટો ભાવ 73,130 રૂપિયા અને 18 કેરેટ ગોલ્ડનો ભાવ 66550 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયો.
આ પણ વાંચો : Amreli Letterkand : જેલ મુક્તિ બાદ ત્રણેય આરોપી DG ઓફિસ પહોંચ્યા, કરી આ માગ