ભારત સરકારે સોના-ચાંદી પરની આયાત ડ્યુટી વધારતા જ સ્થાનિક બજારમાં કિંમતો આસમાને પહોંચી છે. દિલ્હીમાં સોનું 1.62 લાખ અને ચેન્નાઈમાં 1.63 લાખને પાર કરી ગયું છે, જ્યારે ચાંદી પણ 3 લાખની સપાટી તરફ આગળ વધી રહી છે. પીએમ મોદીના આહવાન બાદ લેવાયેલા આ નિર્ણયની જનતા અને જ્વેલર્સ પર શું અસર પડશે? વાંચો અમારો શહેરો મુજબનો વિગતવાર અહેવાલ.
- Gold Silver Price Today : ચેન્નાઈમાં સૌથી મોંઘું
- ઇમ્પોર્ટ ડ્યુટી 15% થતા સોનું ₹1.65 લાખની નજીક પહોંચ્યું
- દિલ્હીમાં સોનાનો ભાવ ₹1,62,260 ના સ્તરે સ્થિર
- ચાંદીમાં પ્રતિ કિલો ₹20,000 થી વધુનો મોટો ભડકો
- ચેન્નાઈમાં સોનાનો ભાવ ₹1,63,670 સાથે દેશમાં સૌથી વધુ
Gold Silver Price Today : ભારત સરકાર દ્વારા કિંમતી ધાતુઓ પરની ઇમ્પોર્ટ ડ્યુટી (Import Duty) વધારીને 15 ટકા કરવામાં આવતા જ દેશભરમાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. ખાસ કરીને લગ્નસરાની સિઝન પહેલા આ વધારો રોકાણકારો અને ગ્રાહકો માટે મોટો આંચકો માનવામાં આવે છે. આજે સવારે બજાર ખુલતાની સાથે જ વિવિધ શહેરોમાં સોનાના ભાવમાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો છે.
![Gold Silver Rates Today]()
Gold Silver Price Today : શહેરો મુજબ સોનાના ભાવ (24-કેરેટ પ્રતિ 10 ગ્રામ):
- દેશની રાજધાની દિલ્હીમાં આજે સોનાનો ભાવ આશરે ₹1,62,260 પર ટ્રેડ થઈ રહ્યો છે.
- આર્થિક પાટનગર મુંબઈમાં સોનાની કિંમત ₹1,62,330 ના સ્તર પર જોવા મળી રહી છે.
- પશ્ચિમ બંગાળના કોલકાતામાં પણ સોનાનો રેટ ₹1,62,330 ની સપાટી પર સ્થિર છે.
- દક્ષિણ ભારતના ચેન્નાઈમાં સોનાનો ભાવ સૌથી વધુ ₹1,63,670 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.
- નવાબના શહેર લખનૌમાં પીળી ધાતુનો ભાવ ₹1,62,150 ના સ્તરે પહોંચ્યો છે.
- ઔદ્યોગિક શહેર કાનપુરમાં સોનાની કિંમત આજે ₹1,62,150 જોવા મળી રહી છે.
- બિહારના પટનામાં સોનાનો તાજો ભાવ ₹1,62,050 પ્રતિ 10 ગ્રામ છે.
- રાજસ્થાનના જયપુરમાં આજે સોનું ₹1,62,150 ના સ્તર પર વેચાઈ રહ્યું છે.
- મધ્યપ્રદેશના ઇન્દોરમાં સોનાનો ભાવ ₹1,62,050 ની સપાટી પર છે.
- નવાબી શહેર ભોપાલમાં પણ સોનાનો રેટ ₹1,62,050 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.
- હેરીટેજ સીટી અમદાવાદમાં સોનાનો રેટ ₹ 1,62,380 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.
![Gold Rate War update]()
બજારનું વિશ્લેષણ
સરકારે સોના-ચાંદી પરની કસ્ટમ ડ્યુટી (Customs Duty) વધારવાનો નિર્ણય પશ્ચિમ એશિયાના સંકટને કારણે વિદેશી મુદ્રા ભંડારને બચાવવા માટે લીધો છે. MCX પર પણ ભારે વોલેટિલિટી (Volatility) જોવા મળી રહી છે, જ્યાં ચાંદી ₹3,00,000 પ્રતિ કિલોના ઐતિહાસિક સ્તરની નજીક પહોંચી ગઈ છે. નિષ્ણાતોના મતે, હજુ પણ આંતરરાષ્ટ્રીય બજારની (International Market) સ્થિતિ જોતા આગામી દિવસોમાં કિંમતોમાં વધુ ફેરફાર થઈ શકે છે.
આ પણ વાંચો : Indian Stock Market Update : ગુરુવારે ગ્રીન સિગ્નલ સાથે ખુલ્યું માર્કેટ, શું આ તેજી દિવસના અંત સુધી ટકશે?