Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gold-Silver Price Crash: સોનામાં 33000 અને ચાંદીમાં 1 લાખનો કડાકો!

જે સોનું અને ચાંદી ગઈકાલ સુધી આસમાને પહોંચી રહ્યા હતા, તે અચાનક જમીન પર પટકાયા છે. બજારમાં કંઈક એવું થયું છે જેની કલ્પના પણ કોઈએ નહીં કરી હોય. આ માત્ર સામાન્ય ઘટાડો નથી, પણ ઈતિહાસનો સૌથી મોટો 'ક્રેેશ' છે. શું રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબી ગયા? આખરે કેમ ફૂટ્યો તેજીનો આ મોટો પરપોટો? કારણો જાણીને તમે પણ ચોંકી જશો.
gold silver price crash  સોનામાં 33000 અને ચાંદીમાં 1 લાખનો કડાકો
Advertisement
  • સોના અને ચાંદીના ભાવમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો
  • એક જ દિવસમાં ચાંદી 1 લાખ રૂપિયા સસ્તી થઈ
  • સોનાના ભાવમાં પણ 33,000 રૂપિયાનો તોતિંગ કડાકો
  • નફા વસૂલી અને મજબૂત ડોલરના કારણે બજાર તૂટ્યું
  • MCX પર ઐતિહાસિક હાઈ લેવલથી ભાવ સીધા તળિયે પટકાયા

Gold-Silver Price Crash : બુલિયન માર્કેટ (Bullion Market) માં અત્યાર સુધીની સૌથી મોટી ઉથલપાથલ જોવા મળી છે. જે કિંમતી ધાતુઓ રોકેટ ગતિએ ઉપર જઈ રહી હતી, તે અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે. એક જ દિવસમાં ચાંદીના ભાવમાં (Silver Price) 1 લાખ રૂપિયાથી વધુનો કડાકો બોલી ગયો છે, તો બીજી તરફ સોનું પણ એક ઝાટકે પ્રતિ 10 ગ્રામ 33,000 રૂપિયા સસ્તું થયું છે. માત્ર વાયદા બજાર (Futures Market) માં જ નહીં પરંતુ સ્થાનિક બજારોમાં પણ આ ભારે ઘટાડો જોવા મળ્યો છે. નિષ્ણાતો જે ભય વ્યક્ત કરી રહ્યા હતા તે સાચો પડ્યો છે અને તેજીનો પરપોટો ફૂટી ગયો છે.

Gold and silver prices 03_GUJARAT_FIRST

Advertisement

Gold-Silver Price Crash : ચાંદીનો પરપોટો ફૂટ્યો: 1 લાખથી વધુનો ઘટાડો

નિષ્ણાતોની આગાહી મુજબ જ ચાંદીના ભાવમાં મોટું ધોવાણ થયું છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange - MCX) પર ગુરુવારે ઐતિહાસિક સપાટીએ પહોંચેલી ચાંદી શુક્રવારે ધડામ દઈને નીચે પટકાઈ હતી. ગુરુવારે ચાંદી 3,99,893 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે બંધ થઈ હતી, પરંતુ શુક્રવારે 5 માર્ચની એક્સપાયરી વાળી ચાંદી તૂટીને સીધી 2,91,922 રૂપિયા પર આવી ગઈ હતી. એટલે કે, માત્ર એક જ દિવસમાં ચાંદી 1,07,971 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ ગઈ છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે ચાંદીએ ઈતિહાસમાં પ્રથમ વખત 4 લાખ રૂપિયાની સપાટી કુદાવીને 4,20,048 રૂપિયાનું ઉચ્ચતમ સ્તર (High Level) બનાવ્યું હતું. પરંતુ આ ખુશી લાંબી ટકી નહીં અને હાઈ લેવલથી ગણતરી કરીએ તો ચાંદીમાં એક જ દિવસમાં 1,28,126 રૂપિયાનો તોતિંગ ઘટાડો નોંધાયો છે.

MCX Gold Rate Today

Gold-Silver Price Crash : સોનામાં પણ મોટું ગાબડું

માત્ર ચાંદી જ નહીં, સોનાના રોકાણકારોને પણ મોટો ઝટકો લાગ્યો છે. 24 કેરેટ સોનાના ભાવ (24 Karat Gold Rate) માં એક જ ટ્રેડિંગ સેશનમાં 33,113 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. MCX પર 2 એપ્રિલની એક્સપાયરી વાળું સોનું ગુરુવારે 1,83,962 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું, જે શુક્રવારે ગગડીને 1,50,849 રૂપિયા પર આવી ગયું હતું.

જો સોનાના લાઈફ ટાઈમ હાઈ (Lifetime High) ની વાત કરીએ તો, ગુરુવારે સોનું 1,93,096 રૂપિયાની ટોચ પર હતું. ત્યાંથી ગણતરી કરતા સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 42,247 રૂપિયાનો જંગી ઘટાડો જોવા મળ્યો છે.

કડાકા પાછળના મુખ્ય કારણો: ડોલર અને નફા વસૂલી

સોના-ચાંદીમાં અચાનક આવેલી આ મંદી પાછળ એક નહીં પણ અનેક કારણો જવાબદાર છે.

નફા વસૂલી (Profit Booking): ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચતા જ રોકાણકારોએ નફો બુક કરવાનું શરૂ કરી દીધું, જેના કારણે વેચવાલીનું પ્રેશર આવ્યું.

મજબૂત અમેરિકન ડોલર (US Dollar Strength): ડોલર ઇન્ડેક્સ મજબૂત થવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું-ચાંદી મોંઘા બન્યા, જેનાથી માંગ ઘટી.

ટ્રેઝરી યીલ્ડમાં વધારો (US Treasury Yield): અમેરિકામાં બોન્ડ યીલ્ડ વધતા રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે.

વૈશ્વિક પરિબળો: ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના નિવેદનોથી જિયો-પોલિટિકલ ટેન્શનમાં ઘટાડો અને યુએસ ફેડ (US Fed) માં જેરોમ પોવેલ (Jerome Powell) ના સ્થાને કેવિન વોર્શ (Kevin Warsh) ની એન્ટ્રી જેવી અટકળોએ પણ બજાર પર દબાણ વધાર્યું છે.

આ પણ વાંચો : ટ્રમ્પે Kevin Warsh ને બનાવ્યા નવા ફેડ ચેરમેન, Jerome Powell ના સ્થાને અમેરિકન ઈકોનોમી સંભાળશે

Tags :
Advertisement

.

×