MCX પર સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો
છેલ્લા કેટલાક દિવસોથી સતત તેજીમાં રહેલા કિંમતી ધાતુઓના ભાવમાં 31 ઓગસ્ટે અચાનક મોટો ઘટાડો નોંધાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો ભાવ ₹1,887 ગગડીને ₹1,54,394 પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. જ્યારે ચાંદીમાં પણ ₹3,856 નો તોતિંગ કડાકો બોલાતા ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,32,848 ના સ્તરે પહોંચી ગયો છે. વૈશ્વિક પરિબળોના કારણે 28 ઓગસ્ટથી જ સોના પર દબાણ વધ્યું હતું, જેમાં આશરે 3.2 ટકાનો ઘટાડો નોંધાઈ ચૂક્યો હતો. કિંમતી ધાતુઓના ઘટાડા પાછળ અમેરિકાના આર્થિક ડેટા અને વૈશ્વિક સંકેતો મુખ્ય કારણ બન્યા છે.
ભાવ તૂટવા પાછળના મુખ્ય પરિબળો:
યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો: અમેરિકી સરકારી બોન્ડ પર વ્યાજ મળતું હોવાથી, બોન્ડ યીલ્ડ વધતાં રોકાણકારો સોનામાંથી નાણાં પાછા ખેંચી બોન્ડમાં રોકાણ કરી રહ્યા છે.
ફેડ વ્યાજદરમાં વધારાની આશંકા: ફેડરલ રિઝર્વના નિવેદનો બાદ મોંઘવારીનો ભય ફરી વધ્યો છે. રોઇટર્સના અહેવાલ મુજબ, સપ્ટેમ્બર મહિનામાં ફેડ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની શક્યતા 57% સુધી પહોંચી ગઈ છે.
કાચા તેલમાં ઉછાળો: ક્રૂડ ઓઇલ મોંઘું થવાથી વૈશ્વિક ફુગાવો વધવાની અને સેન્ટ્રલ બેંકો કડક નીતિ અપનાવશે તેવા ડરથી કિંમતી ધાતુઓ પર બેવડો માર પડ્યો છે.
શહેર મુજબ સોના-ચાંદીના ભાવ (31 ઓગસ્ટ):
દિલ્હી, લખનૌ અને કાનપુર: 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹15,838 રહ્યો છે.
મુંબઈ: પ્રતિ ગ્રામ સોનું ₹15,823 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે.
ચાંદીના ભાવ: દેશભરમાં ચાંદી ₹254 પ્રતિ ગ્રામ અને 10 ગ્રામ ચાંદી ₹2,941 પર કારોબાર કરી રહી છે.
Monarch PMS રિપોર્ટ: 2026 ના અંત સુધીમાં સોના-ચાંદીના 3 સંભવિત લક્ષ્યાંક
CNBC ના અહેવાલ અનુસાર, મોનાર્ક પીએમએસ દ્વારા કિંમતી ધાતુઓ માટે વર્ષ 2026 ના અંત સુધીનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે:
બેઝ કેસ (55% સંભાવના): વ્યાજદરમાં મોટો ફેરફાર ન થાય તો સોનું $4,300 થી $4,700 પ્રતિ ઔંસ અને ચાંદી $70 થી $85 પ્રતિ ઔંસ રહી શકે છે.
બુલ કેસ (25% સંભાવના): જો અમેરિકામાં રોજગાર ડેટા નબળો આવે અને ફેડ વ્યાજદર ઘટાડે, તો સોનું $5,000 થી $5,600 અને ચાંદી $95 થી $120 સુધી ઉછળી શકે છે.
બેઅર કેસ (20% સંભાવના): જો સપ્ટેમ્બરમાં ફેડ વ્યાજદર વધારી દે, તો સોનું ઘટીને $3,400 થી $3,900 અને ચાંદી $45 થી $55 ના સ્તરે આવી શકે છે.
આ પણ વાંચો : Stock Market Crash : શેરબજારમાં વેચાવલીને કારણે સેન્સેક્સ 359 પોઇન્ટ તૂટ્યો, જાણો બજાર તૂટવાના કારણો