Gold- Silver Rate Today: આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ તૂટ્યા
વૈશ્વિક કોમોડિટી માર્કેટમાં અઠવાડિયાની શરૂઆત નરમાઈ સાથે થઈ છે. સોમવારે સવારે કોમેક્સ (COMEX) પર સોનાનો ભાવ 0.61% ઘટીને 4071.50 ડોલર પ્રતિ ઔન્સ પર આવી ગયો છે. આ સાથે ચાંદીના ભાવમાં પણ 1.43% નો મોટો ઘટાડો નોંધાયો છે અને તે 58.370 ડોલર પ્રતિ ઔન્સ પર ટ્રેડ કરી રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે આગામી મંગળવારે કતારના દોહામાં યોજાનારી શાંતિ વાર્તા પર રોકાણકારોની નજર ટકેલી છે. આ ઉપરાંત યુએસ ફેડરલ રિઝર્વ બેંક લાંબા સમય સુધી વ્યાજ દર ઊંચા રાખવાના સંકેત આપી રહી હોવાથી રોકાણકારો સોનામાં નવું રોકાણ કરવાનું ટાળી રહ્યા છે.
Gold- Silver Rate Today: ભારતીય બજારમાં કિંમતો અને ગ્રાહકોનું બદલાયેલું વલણ
સ્થાનિક બજારમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ગત સપ્તાહના અંતે સોનું 144199 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 223700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ રહ્યા હતા. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના ડેટા અનુસાર શુદ્ધ સોનું (999) છેલ્લે 13987 રૂપિયા પ્રતિ ગ્રામ પર બંધ આવ્યું હતું. ભારતમાં છેલ્લા બે વર્ષમાં સોનાના ભાવ આસમાને પહોંચી ગયા હોવાથી ગ્રાહકોની ખરીદી કરવાની પદ્ધતિ બદલાઈ છે. અત્યારે લગ્નની સીઝન હોવા છતાં લોકો બજેટ સાચવવા માટે ભારે વજનના દાગીનાના બદલે ઓછા વજનવાળી જ્વેલરી ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
દેશના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ
દેશની રાજધાની દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 14409 રૂપિયા પ્રતિ ગ્રામ, 22 કેરેટનો ભાવ 13209 રૂપિયા પ્રતિ ગ્રામ અને 18 કેરેટનો ભાવ 10810 રૂપિયા પ્રતિ ગ્રામ પર પહોંચ્યો છે. જ્યારે દિલ્હીમાં ચાંદીનો ભાવ 239900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. આર્થિક પાટનગર મુંબઈ, કોલકાતા અને બેંગલુરુમાં આજે 24 કેરેટ સોનું 14394 રૂપિયા પ્રતિ ગ્રામ અને 22 કેરેટ સોનું 13194 રૂપિયા પ્રતિ ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. આ ત્રણેય શહેરોમાં ચાંદીની કિંમત 239900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. ચેન્નાઈમાં સોનાના ભાવ હંમેશની જેમ થોડા ઊંચા છે, ત્યાં 24 કેરેટ સોનું 14585 રૂપિયા પ્રતિ ગ્રામ અને ચાંદીનો ભાવ 244900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર સ્થિર છે.
| શહેર | 24 કેરેટ (પ્રતિ ગ્રામ) | 22 કેરેટ (પ્રતિ ગ્રામ) | 18 કેરેટ (પ્રતિ ગ્રામ) |
| હૈદરાબાદ | 14,394 રૂપિયા | 13,194 રૂપિયા | 10,795 રૂપિયા |
| કેરળ | 14,394 રૂપિયા | 13,194 રૂપિયા | 10,795 રૂપિયા |
| અમદાવાદ | 14,399 રૂપિયા | 13,199 રૂપિયા | 10,800 રૂપિયા |
| વડોદરા | 14,399 રૂપિયા | 13,199 રૂપિયા | 10,800 રૂપિયા |
ખાસ નોંધઃ ઉપરોક્ત જણાવેલા દર અને સ્થાનિક સ્તરે ભાવમાં ફેરફાર હોઈ શકે છે.
આ પણ વાંચો---- Petrol Diesel Rate Today: ક્રૂડ ઓઈલ સસ્તું થયું છતાં મોંઘવારીનો આંચકો! જાણો આજે તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલ કેટલા રૂપિયામાં મળી રહ્યું છે?