Gold- Silver Rate Today: વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં થતા ફેરફારની અસર ભારતમાં પણ જોવા મળે છે. જોકે સોના-ચાંદી ખરીદનાર લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. 30 જૂન 2026ના રોજ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી બજાર અસ્થિર હતું, પરંતુ આજે સોના અને ચાંદી બંને નરમ દેખાયા.
Gold- Silver Rate Today: એક દિવસમાં સોનાના ભાવમાં કેટલો ફેરફાર થયો?
આજે, 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ લગભગ ₹1.44 લાખના ભાવે ટ્રેડ થઈ રહ્યું હતું. ગઈકાલની સરખામણીમાં, તેમાં લગભગ ₹800 થી ₹1,000 નો ઘટાડો જોવા મળ્યો. 22 કેરેટ સોનું પણ લગભગ ₹700-₹900 નો ઘટાડો જોવા મળ્યો.
ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો.
જ્યારે આપણે ચાંદીના ભાવ પર નજર કરીએ તો ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો. એક કિલોગ્રામ ચાંદીનો ભાવ ₹2.23 લાખની આસપાસ રહ્યો, જે ગઈકાલની સરખામણીમાં આશરે ₹2,000-₹3,000નો ઘટાડો દર્શાવે છે.
સોનું કેમ થયું સસ્તું ?
બજારના નિષ્ણાતોના મતે, ડોલર મજબૂત થયો છે, અને રોકાણકારોએ નફો બુક કર્યો છે. યુએસ વ્યાજ દરો અંગે ચિંતાઓ યથાવત છે. આ પરિબળો સોના અને ચાંદી પર દબાણ લાવી રહ્યા છે.
24K Gold Rate (Per Gram)
| City Name | 24K Gold Rate (Per Gram) |
| Ahmedabad | 14,200 |
| Delhi | 14,207 |
| Mumbai | 14,192 |
| Noida | 14,207 |
| Kolkata | 14,192 |
| Patna | 14,192 |
| Chennai | 14,508 |
| Bengaluru | 14,192 |
| Lucknow | 14,207 |
| Hyderabad | 14,192 |
શું હમણાં ખરીદી કરવી યોગ્ય છે?
જો તમે લગ્ન અથવા લાંબા ગાળાના રોકાણ માટે સોનું ખરીદવા માંગતા હો, તો નિષ્ણાતો આને સારી તક માને છે. સતત તેજી બાદ આ ઘટાડો ખરીદદારોને રાહત આપી શકે છે. જો કે અહીં માત્ર જાણકારી આપવામાં આવી રહી છે. કોઈ પણ સોના-ચાંદીના ખરીદ-વેચાણ અંગે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતા પહેલા એક વખત નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચો : LPG Rules Change: ગેસ કનેક્શન, KYC, બુકિંગ... 1 જુલાઈથી LPG ના અનેક નિયમો થયા છે ફેરફાર