Gold Silver Price Drop: સોના-ચાંદીમાં મોટો ઘટાડો, સોનામાં ₹20,000 અને ચાંદીમાં ₹80,000નો ભારે કડાકો
- ચાંદી માં 24 કલાક માં 80 હજાર થી વધુ નો ઘટાડો (Gold Silver Price Drop)
- સોના માં 20 હજાર રૂપિયા નો ઘટાડો
- સતત વધતા સોના ચાંદી ના ભાવ માં મોટો ઘટાડો
- સોના માં 1 લાખ 68 હજાર નો ભાવ ની સામે ગઈ કાલે 1 લાખ 87 હજાર
- ચાંદી માં 3 લાખ 30 હજાર જે ગઈ કાલે 4 લાખ 10 હજાર હતો
- 24 કલાક માં સોના ચાંદી માં મોટો. ઘટાડો
ઝવેરી બજારમાં સતત તેજી બાદ હવે રોકાણકારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી આસમાને પહોંચેલા સોના (Gold) અને ચાંદીના ભાવ (Silver Price) માં છેલ્લા 24 કલાકમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં થયેલા તોતિંગ ઘટાડાએ બજારમાં ખળભળાટ મચાવી દીધો છે.
Gold-Silver Price આસમાનેથી નીચે પટકાયા
એક જ દિવસમાં ચાંદી થઈ 80 હજાર રૂપિયા સસ્તી
સોનામાં પણ 20 હજાર રૂપિયાનો થયો ઘટાડો
સતત બીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો
ઐતિહાસિક તેજી બાદ બજારમાં હવે મોટું કરેક્શન
નફાખોરી અને મજબૂત ડૉલરથી વેચવાલી વધારી#India #GoldPrice #SilverPriceCrash… pic.twitter.com/i9DNW04qDJ— Gujarat First (@GujaratFirst) January 30, 2026
Gold Silver Price Drop : ચાંદીના ભાવમાં ₹80,000નો ગાબડો
બજારના આંકડાઓ મુજબ, ગઈકાલે ચાંદીનો ભાવ (Silver Rate) પ્રતિ કિલો ₹4.10 લાખ સુધી પહોંચી ગયો હતો, જે આજે ઘટીને ₹3.30 લાખ પર આવી ગયો છે. આમ, માત્ર એક જ દિવસમાં ચાંદીમાં ₹80,000 થી વધુનો જંગી ઘટાડો નોંધાયો છે. લગ્નસરાની સિઝન પહેલા આ ઘટાડો ગ્રાહકો માટે રાહતના સમાચાર લઈને આવ્યો છે.
સોનામાં પણ ₹20,000નો ઘટાડો
માત્ર ચાંદી જ નહીં, પરંતુ સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે સોનાનો ભાવ ₹1.87 લાખ (Gold Price Yesterday) ના સ્તરે હતો, જે આજે ઘટીને ₹1.68 લાખ સુધી પહોંચ્યો છે. 24 કલાકની અંદર સોનામાં પ્રતિ 10 ગ્રામ ₹20,000 નો ઘટાડો થતા બજારમાં ખરીદીના સમીકરણો બદલાયા છે.
બજારમાં અનિશ્ચિતતાનો માહોલ
નિષ્ણાતોના મતે વૈશ્વિક બજારમાં થતી હલચલ અને ડોલરના મૂલ્યમાં ફેરફારને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં આટલો મોટો તફાવત જોવા મળ્યો છે. સતત વધતા ભાવ વચ્ચે આ અચાનક આવેલો ઘટાડો રોકાણકારો માટે ચિંતા અને ગ્રાહકો માટે તક સમાન સાબિત થઈ રહ્યો છે.
આ પણ વાંચો : Gold-Silver ETFs: રેકોર્ડ હાઈથી 14%નો મોટો કડાકો, ખરીદીનો મોકો કે ફટાફટ વેચવાનું એલાર્મ?


