Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gold Silver Price: ગ્રાહકો માટે સોનેરી તક, સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું, જાણો લેટેસ્ટ રેટ

છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવ સતત ઘટી રહ્યા છે. સોમવારે સોનું ઘટીને ₹1.39 લાખ પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયું છે. જ્યારે ચાંદી 2.49 લાખ પ્રતિ કિલો થઈ ગઈ છે. ચાલો આજના ભાવ પર નજર કરીએ.
gold silver price  ગ્રાહકો માટે સોનેરી તક  સોના ચાંદીના ભાવમાં મોટું ગાબડું  જાણો લેટેસ્ટ રેટ
Advertisement
  • Gold Silver Price: સતત બીજા દિવસે સોના-ચાંદીના ભાવ ગગળ્યા
  • ચાંદીના ભાવમાં 15 હજારથી વધુનો ઘટાડો નોંધાયો
  • એક કિલો ચાંદીનો ભાવ 2 લાખ 49 હજારે પહોંચી
  • સોનાનો ભાવ પણ 1 લાખ 40 હજાર પહોંચ્યો

Gold Silver Price: સોના અને ચાંદીની ભાવ જેટલી ઝડપથી ઊંચકાયા હતા, એટલી જ ઝડપથી ગગડી રહ્યા છે. સોના અને ચાંદીના ભાવમાં વધઘટ ચાલુ છે. સોનામાં 3,400 સુધીનો ઘટાડો થયો છે, જ્યારે ચાંદીમાં 16,000 સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. આ કિંમતી ધાતુ (Precious metal) ના ભાવમાં ઉથલ-પાથલ યથાવત છે.

Gold Silver Price 01_GUJARAT_FIRST

Advertisement

Gold Silver Price: સોના-ચાંદીના નવા ભાવ

MCX પર સોનાના ભાવમાં 3 હજાર 415 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે 10 ગ્રામ સોનાનો નવો ભાવ 1 લાખ 38 હજાર 800 રૂપિયા થયો છે. જે 2.4 ટકાનો ઘટાડો દર્શાવે છે. ચાંદીમાં પણ 15 હજાર 939 રૂપિયાનો ઘટાનો થયો છે. ભાવ ગગડતા પ્રતિ કિલોગ્રામ (Kilogram) ચાંદીનો નવો ભાવ 2 લાખ 49 લાખ રૂપિયા થયો છે. જે 6 ટકાનો ઘટાડો દર્શાવે છે.

Advertisement

Gold Silver Price 02_GUJARAT_FIRST

Gold Silver Price: આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડો

સોમવારે શરૂઆતના કારોબારમાં સ્પોટ ગોલ્ડ (Spot Gold) લગભગ 4% ઘટ્યું હતું, જ્યારે ચાંદીમાં પણ એટલો જ ઘટાડો થયો હતો. જોકે, 12% જેટલા ઘટાડા પછી, ચાંદી $80 પ્રતિ ઔંસની ઉપર રહી. સત્રની શરૂઆતમાં, ચાંદીમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઇન્ટ્રાડે (Intraday) ઘટાડો નોંધાયો હતો. જે છેલ્લા 10 વર્ષમાં સૌથી તીવ્ર ઘટાડો માનવામાં આવે છે.

Gold Silver Price 03_GUJARAT_FIRST

ઘટાડાનાં કારણો શું છે?

છેલ્લા એક વર્ષમાં, સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યા, જેનાથી અનુભવી રોકાણકારો પણ આશ્ચર્યચકિત (Surprised) થઈ ગયા. જાન્યુઆરીમાં આ તેજી ઝડપી બની, જ્યારે વૈશ્વિક તણાવ (Global tension), નબળા પડતા ચલણો અને યુએસ ફેડરલ રિઝર્વ (US Federal Reserve) ની સ્વતંત્રતા અંગેની ચિંતાઓ વચ્ચે રોકાણકારોએ સુરક્ષિત રોકાણ માટે સોના અને ચાંદી તરફ વળ્યા છે. તાજેતરનો ઘટાડો મુખ્યત્વે શુક્રવારના સમાચારને કારણે છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ફેડ ચેર તરીકે કેવિન વોર્શને નોમિનેટ (Nominate) કરવાની યોજના બનાવી રહ્યા છે. આ સમાચાર પછી, ડોલર (Dollar) મજબૂત થયો, નરમ ડોલરની અપેક્ષા રાખતા વેપારીઓમાં વિશ્વાસ નબળો પડી રહ્યો છે.

સ્થાનિક બજારમાં ભાવ

શહેર24 કેરેટ સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ)ચાંદીનો ભાવ (પ્રતિ કિલોગ્રામ)
ચેન્નાઈ₹1,48,400₹2,66,790
હૈદરાબાદ₹1,48,210₹2,66,440
બેંગ્લોર₹1,48,090₹2,66,230
મુંબઈ₹1,47,970₹2,66,020
કોલકાતા₹1,47,780₹2,65,660
દિલ્હી₹1,47,720₹2,65,560

Gold Silver Price 04_GUJARAT_FIRST
આ પણ વાંચો--- Silver Price Crash Budget 2026 : ચાંદીના ભાવમાં ઐતિહાસિક કડાકો, એક જ સપ્તાહમાં 1.34 લાખ સસ્તી!

આ પણ વાંચો--- Budget 2026 : શું સસ્તું થયું અને શું મોંઘું? નાણા મંત્રીએ કરી મોટી જાહેરાતો

Tags :
Advertisement

.

×