ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! 24 કેરેટ ગોલ્ડ 1,24,090, જાણો તમારા શહેરનો રેટ

તહેવારોની સિઝનમાં રોકાણકારો માટે મોટી ખબર. સોના-ચાંદીના આજના નવા ભાવ જાણો અને ખરીદીનો નિર્ણય લો.
11:55 AM Oct 09, 2025 IST | Mihir Solanki
તહેવારોની સિઝનમાં રોકાણકારો માટે મોટી ખબર. સોના-ચાંદીના આજના નવા ભાવ જાણો અને ખરીદીનો નિર્ણય લો.
Diwali Gold Price Prediction

Gold Price Today : તહેવારોની સિઝન શરૂ થતાં જ દેશભરમાં સોના અને ચાંદીની કિંમતોમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. કરવાચૌથ અને ધનતેરસ પહેલાં રોકાણકારોની ખરીદી વધતાં 9 ઑક્ટોબરના રોજ સતત ચોથા દિવસે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે.

Today gold rate

સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક તેજી (Gold Price Today)

ભારતના મુખ્ય બજારોમાં 24-કેરેટ સોનાનો ભાવ રૂ.1,24,000 પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચી ગયો છે, જે એક નવી ઊંચાઈ છે.

ચાંદીની ચમક સોના કરતાં પણ વધુ

સોનાની જેમ જ ચાંદીએ પણ આ અઠવાડિયે જોરદાર રફતાર પકડી છે. 9 ઑક્ટોબરે દેશભરમાં ચાંદીના ભાવમાં સરેરાશ રૂ.3,100 પ્રતિ કિલોગ્રામનો મોટો વધારો નોંધાયો છે. દિલ્હી, મુંબઈ, અમદાવાદ સહિત મોટા ભાગના શહેરોમાં ચાંદીનો ભાવ રૂ.1,60,100 પ્રતિ કિલો ચાલી રહ્યો છે. ચેન્નઈ અને હૈદરાબાદ જેવા શહેરોમાં ચાંદીની કિંમત રૂ.1,70,100 પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે, જે અન્ય બજારો કરતાં રૂ.10,000 વધુ છે.

GOLD PRICE TODAY

ચાંદીના ભાવ વધવાનું મુખ્ય કારણ:

બજાર નિષ્ણાતોના મતે, ચાંદીની કિંમતમાં આ તેજીનું મોટું કારણ ઔદ્યોગિક માંગ (Industrial Demand) છે. ઇલેક્ટ્રોનિક્સ, સોલાર પેનલ અને મેડિકલ ઉપકરણોમાં ચાંદીની વધતી જતી ખપતને કારણે તેની માંગ આસમાને પહોંચી છે. સ્થાનિક બજારમાં ચાંદીની કુલ માંગનો આશરે 60થી 70 ટકા હિસ્સો ઔદ્યોગિક ઉપયોગમાંથી આવે છે. આ જ કારણ છે કે સપ્ટેમ્બર મહિનામાં ચાંદીના ભાવમાં 19.4%નો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે સોનાના ભાવમાં માત્ર 13%નો વધારો થયો હતો.

આ પણ વાંચો : દીવાળી સુધી સોનાનો ભાવ રૂ.1.5 લાખે પહોંચશે? જાયંટોની 'બાહુબલી' આગાહી!

Tags :
24 Carat Gold RateCommodity Market IndiaDhanteras Gold BuyingGold Price TodaySilver price hike
Next Article