Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gold Silver Price Hike : સામાન્ય માણસના બજેટ બહાર! સોના-ચાંદીમાં એક જ દિવસમાં આવ્યો ભૂકંપ જેવો ઉછાળો

વૈશ્વિક બજારોમાં મચેલી હાહાકારની સીધી અસર ભારતીય સરાફા બજાર પર જોવા મળી છે, જ્યાં સોના અને ચાંદીએ તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે. રોકાણકારો માટે સુરક્ષિત ગણાતી આ ધાતુઓના ભાવમાં એક જ દિવસમાં હજારો રૂપિયાનો ઉછાળો આવતા આર્થિક જગતમાં ખળભળાટ મચી ગયો છે. ડોલરની નબળાઈ અને વધતા તણાવ વચ્ચે આ તેજી પાછળ કયા મોટા પરિબળો જવાબદાર છે તે જાણવું અત્યંત જરૂરી છે.
gold silver price hike   સામાન્ય માણસના બજેટ બહાર  સોના ચાંદીમાં એક જ દિવસમાં આવ્યો ભૂકંપ જેવો ઉછાળો
Advertisement
  • Gold Silver Price Hike : ઇતિહાસમાં પ્રથમવાર ચાંદી રૂ.4 લાખને પાર 
  • દિલ્હીમાં એક જ દિવસમાં રૂ.19,500 નો તોતિંગ વધારો
  • સોનું પણ રૂ.12,000 મોંઘું થઈ રૂ.1.83 લાખની સપાટીએ
  • વૈશ્વિક તણાવ અને મંદીના કારણે રોકાણકારોમાં ફફડાટ
  • આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 8,000 ડોલર સુધી જવાની શક્યતા

Gold Silver Price Hike : વૈશ્વિક સ્તરે વધતી જતી ભૌગોલિક રાજકીય હિલચાલ (Geopolitical Tensions) અને આર્થિક અનિશ્ચિતતાની સીધી અસર હવે કિંમતી ધાતુઓ પર જોવા મળી રહી છે. ગુરુવારે સ્થાનિક બજારમાં ચાંદીએ (Silver) એવો ઇતિહાસ રચ્યો છે જે અગાઉ ક્યારેય જોવા મળ્યો ન હતો. તેની સાથે સોનાના (Gold) ભાવ પણ નવી ઊંચાઈએ પહોંચી ગયા છે. સુરક્ષિત રોકાણની શોધમાં રોકાણકારો (Investors) હવે સોના-ચાંદી તરફ વળ્યા છે, જેને પરિણામે કિંમતોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.

Gold Silver Price Hike : ચાંદીએ તોડ્યા તમામ રેકોર્ડ

દિલ્હી (Delhi) ના બજારમાં ચાંદીની કિંમત પ્રથમ વખત રૂ.4 લાખ પ્રતિ કિલોના આંકડાને પાર કરી ગઈ છે. ઓલ ઇન્ડિયા સરાફા એસોસિએશન (All India Sarafa Association) મુજબ, ગુરુવારે ચાંદીમાં રૂ.19,500 એટલે કે અંદાજે 5% નો તોતિંગ વધારો થયો અને તે રૂ.4,04,500 પ્રતિ કિલો પર બંધ થઈ હતી. વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં ચાંદીમાં રૂ.1,65,500 (69%) નો ઉછાળો જોવા મળ્યો છે.

Advertisement

Gold Rate Today

Advertisement

Gold Silver Price Hike : સોનું પણ નવી ઊંચાઈએ, રૂ.1.83 લાખનો આંકડો પાર

ચાંદીની સાથે સોનાએ પણ નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. 99.9% શુદ્ધતા ધરાવતું સોનું (Pure Gold) એક જ દિવસમાં રૂ.12,000 મોંઘું થઈને રૂ.1,83,000 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. નિષ્ણાતોના મતે નબળો ડોલર (Weak Dollar) અને સુરક્ષિત રોકાણની વધતી માંગને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.

કિંમતો વધવા પાછળના મુખ્ય કારણો

માર્કેટ એક્સપર્ટ્સ (Market Experts) નું કહેવું છે કે વૈશ્વિક આર્થિક મંદી અને અમેરિકા (USA) તરફથી કડક નિવેદનબાજીને કારણે રોકાણકારોમાં ડરનો માહોલ છે. એચડીએફસી સિક્યોરિટીઝ (HDFC Securities) ના સૌમિલ ગાંધી (Saumil Gandhi) ના જણાવ્યા મુજબ, ETF માં વધતું રોકાણ કિંમતોને ઉપર લઈ જઈ રહ્યું છે. જ્યારે ગૌરવ ગર્ગ (Gaurav Garg) માને છે કે ઔદ્યોગિક માંગને કારણે ચાંદી અત્યારે સોના કરતા વધુ સારું પ્રદર્શન કરી રહી છે.

Silver Price Today India

ભારતમાં માંગ ઘટી છતાં વેલ્યુમાં ઉછાળો

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (World Gold Council) મુજબ, 2026 માં ભારતની સોનાની માંગ (Gold Demand in India) 600 થી 700 ટનની વચ્ચે રહેવાનો અંદાજ છે. જોકે, કિંમતો વધવાને કારણે કુલ વેલ્યુ અગાઉના વર્ષ કરતા 30% વધીને રૂ.7.51 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે

આ પણ વાંચો : Digital Addiction થી ઈકૉનોમીને થઈ રહ્યું છે નુકશાન, Economic Surveyએ ધરી લાલબત્તી

Tags :
Advertisement

.

×