Gold Silver Price : સોના-ચાંદીના ભાવમાં કડાકો, અનિશ્ચિતતા જારી
- Gold Silver Price માં આજે કડાકો નોંધાયો
- વૈશ્વિક પરિસ્થિતીઓએ કિંમતી ધાતુ પર દબાવ બનાવ્યો
- છેલ્લા કેટલાય દિવસોથી વધઘટ ચાલી રહી છે
Gold Silver Price : અમેરિકા-ઈરાન યુદ્ધ (USA - Iran War) માત્ર તેલ અને ગેસના ભાવને જ નિયંત્રિત કરી રહ્યું નથી, પરંતુ સોના અને ચાંદીના ભાવને પણ નિયંત્રિત કરી રહ્યું છે. આ યુદ્ધ પછી, તેલના ભાવમાં વધારો થતાં, સોનું સસ્તું થયું છે. અક્ષય તૃતીયા પછીના દિવસે, સોનાના ભાવ ફરી ઘટી રહ્યા છે. 20 એપ્રિલ, સોમવારના રોજ, આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવા સહિતના વૈશ્વિક પરિબણોના કારણે સોના અને ચાંદીની કિંમતો પર અસર પડી છે.
Gold Silver Price, ચાંદીને વધુ માર પડ્યો
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સવારે વેપાર શરૂ થતાની સાથે જ કિંમતી ધાતુઓના ભાવમાં નરમાશ જોવા મળી હતી. સવારે સોનાના વાયદામાં 1% નો ઘટાડો નોંધાયો હતો, જેના કારણે કિંમત ₹. 1,500 થી વધુ ઘટીને ₹. 1,53,030 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગઈ છે. ચાંદીની વાત કરીએ તો, તેના ભાવમાં સોના કરતા પણ વધુ ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીના વાયદા 1.55% ઘટીને ₹. 2,53,168 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા છે. આ આશરે ₹. 5,000 નો મોટો ઘટાડો દર્શાવે છે.
આ પણ વાંચો ------------- Srinivas Narayanan : માતા-પિતાની સેવા કરવા OpenAI ની નોકરીને મારી ઠોકર !
Gold Silver Price, 64 ટકા ભાવ વધારો નોંધાયો
સોનાના ઊંચા ભાવ હોવા છતાં, અક્ષય તૃતીયા પર નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. ઇન્ડિયા બુલિયન એસોસિએશન (IBA) અનુસાર, 19 એપ્રિલે 24 કેરેટ સોનાનો ભાવ ₹ 1,54,900 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો હતો. તેવી જ રીતે, 22 કેરેટ સોનાનો ભાવ ₹ 1,41,992 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો હતો. 999% શુદ્ધ ચાંદીનો ભાવ ₹ 2,59,210 પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો હતો. નોંધનીય છે કે, 29 જાન્યુઆરીએ, વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ 5,594.82 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો હતો, પરંતુ હવે તે ઘટીને 4,861 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયો છે. વિશ્વના બીજા સૌથી મોટા સોનાના ગ્રાહક બજાર ભારતમાં, હાલમાં ભાવ ₹ 1,54,609 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. ગયા વર્ષના અક્ષય તૃતીયાના ભાવની તુલનામાં, આ વર્ષે સોનાનો ભાવ 64% મોંઘો થયો છે.
રોકાણકારોને ભારે નુકસાન
આજે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ $ 25 ઘટી ગયા છે. સોનું $ 25.96 ઘટીને $ 4807.49 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે, જે 0.63% ઘટ્યું છે. આ ઘટાડા પાછળનું કારણ ક્રૂડ ઓઇલના ભાવ છે. વૈશ્વિક તેલ બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 7 થી 8 % વધી ગયા છે. ક્રૂડ ઓઇલના ભાવ ફરીથી $ 95 થી ઉપર પહોંચી ગયા છે. તેલના ભાવમાં તીવ્ર વધારો ફુગાવાનું જોખમ વધારે છે. કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજ દરમાં વધારો થવાનો ભય વધી રહ્યો છે, સાથે સાથે શેરબજાર ઘટી રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ પહેલાથી જ શેરબજાર માટે ધમકી સમાન છે. રોકાણકારો ભારે નુકસાન સહન કરી રહ્યા છે. રોકાણકારો સોનાનું વેચાણ કરીને શેરબજારમાં થયેલા નુકસાનની ભરપાઈ કરી રહ્યા છે, જેના કારણે સોનામાં વેચાણનો ટ્રેન્ડ પ્રબળ બની રહ્યો છે. દરમિયાન, ફુગાવાના વધતા ભયને કારણે સોનામાં ઘટાડો થયો છે.
આ પણ વાંચો ------------- Share Market Today : સપ્તાહના પહેલા દિવસે ભારતના બજારમાં તેજી


