ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સોનાનો ભાવ આસમાને: 24 કેરેટ ગોલ્ડના દરોમાં જંગી વધારો; તમારા શહેરમાં શું ચાલી રહ્યો છે ભાવ?

સોના-ચાંદીના ભાવ આજે (12 ઓક્ટોબર 2025) વધ્યા. 24K ગોલ્ડ ₹5680 મોંઘુ. અમદાવાદ, દિલ્હી, મુંબઈમાં 10 ગ્રામ સોનાનો નવો ભાવ જાણો. ચાંદી ₹1,80,000/કિલો.
11:05 AM Oct 12, 2025 IST | Mihir Solanki
સોના-ચાંદીના ભાવ આજે (12 ઓક્ટોબર 2025) વધ્યા. 24K ગોલ્ડ ₹5680 મોંઘુ. અમદાવાદ, દિલ્હી, મુંબઈમાં 10 ગ્રામ સોનાનો નવો ભાવ જાણો. ચાંદી ₹1,80,000/કિલો.
Gold Price Today,

Gold Price Today  : છેલ્લા એક અઠવાડિયાથી સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સાપ્તાહિક ધોરણે, 24 કેરેટ સોનાના ભાવમાં રૂ.5,680 નો જંગી ઉછાળો આવ્યો છે, જ્યારે 22 કેરેટ સોનું પણ રૂ.5,200 મોંઘું થયું છે. વૈશ્વિક બજારોમાં સોનાની વધતી માગ અને અમેરિકન ડોલરની નબળાઈને કારણે ભારતીય બુલિયન માર્કેટમાં પણ આ તેજીની અસર જોવા મળી રહી છે. દિલ્હી સહિત દેશના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદી બંનેના દરોમાં વધારો નોંધાયો છે.

આજે સોનાનો ભાવ  (Gold Price Today)

દેશની રાજધાની દિલ્હીના સોના-ચાંદી બજારમાં, આજે 24 કેરેટ ગોલ્ડનો ભાવ વધીને રૂ.1,25,230 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત રૂ.1,14,800 પ્રતિ 10 ગ્રામ રહી છે. દેશના મુખ્ય આર્થિક અને વ્યાપાર કેન્દ્રો જેવા કે મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં, 22 કેરેટ સોનાનો ભાવ રૂ.1,14,650 પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેટ ગોલ્ડ રૂ.1,25,080 પ્રતિ 10 ગ્રામ ના દરે ચાલી રહ્યું છે.

GOLD PRICE TODAY

ચાંદીની કિંમત  (Gold Price Today)

સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં ચાંદી પ્રતિ કિલોગ્રામ રૂ.25,000 જેટલી મોંઘી થઈ છે. 12 ઓક્ટોબર, 2025ના રોજ ચાંદીની કિંમત રૂ.1,80,000 પ્રતિ કિલોગ્રામ નોંધાઈ છે. નોંધનીય છે કે, માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ ચાંદીના ભાવમાં લગભગ 19.4% નો વધારો થયો હતો. 60-70% જેટલી ઔદ્યોગિક માગને કારણે ચાંદી રોકાણ માટે હંમેશા આકર્ષક વિકલ્પ માનવામાં આવે છે.

વિવિધ શહેરોમાં સોનાના ભાવ (Gold Price Today)

Gold-Silver price increase

સોના-ચાંદીના ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતીય બજારમાં સોના અને ચાંદીના દરો નક્કી કરવાની પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય બજારની કિંમતો અને ડોલર-રૂપિયાના વિનિમય દર પર આધારિત છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દૈનિક ધોરણે કીમતી ધાતુઓના દર નક્કી કરે છે. સોનાની કિંમતો પર લંડન બુલિયન માર્કેટ અને COMEX (અમેરિકન ગોલ્ડ એક્સચેન્જ)ના દરોની પણ મોટી અસર પડે છે. આ ઉપરાંત, દેશમાં માંગ અને પુરવઠાનું સંતુલન, આયાત ડ્યુટી (Import Duty), GST અને તહેવારોની સીઝનમાં વધતી ખપત પણ આ કિંમતોને અસર કરે છે. સામાન્ય રીતે, વૈશ્વિક સ્તરે સોનાના ભાવ વધતાની સાથે જ ભારતમાં પણ તેજી જોવા મળે છે. જ્યારે ચાંદીના ભાવ તેના ઔદ્યોગિક ઉપયોગ અને રોકાણના વલણ પર વધુ નિર્ભર હોય છે.

આ પણ વાંચો : Nobel Prize વિજેતાને મારિયા કોરિના માચોડોને કેટલા રૂપિયા મળશે? જાણો સંપૂર્ણ માહિતી

Tags :
24k Gold RateBullion MarketGold Price TodayGold Rate Ahmedabad.Gold-Silver price increaseSilver price India
Next Article