Gold Price Today : આજે સોનાના ભાવ ઘટ્યા, ચાંદીમાં તેજી, જાણો આજનો લેટેસ્ટ રેટ
gold-silver-price-today-28-august-2025
11:33 AM Aug 28, 2025 IST
|
Mihir Solanki
- સોના અને ચાંદીના ભાવમાં સતત વધધટ (Gold Price Today )
- MCX પર સોનાના ભાવમાં ઘટાડો
- આજે સોનાનો ભાવ 1,05,590 આસપાસ પહોંચ્યો
- ચાંદીનો ભાવ 1,17,766 પ્રતિ કિલો પહોંચ્યો
ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. ગુરુવાર, 28 ઓગસ્ટના રોજ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં ઘટાડો થયો હતો, જ્યારે ચાંદીમાં તેજી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના પર દબાણ રહ્યું છે, કારણ કે રોકાણકારો યુએસ ફુગાવાના ડેટા અને ફેડરલ રિઝર્વની વ્યાજ દર નીતિઓ પર નજર રાખી રહ્યા છે.
MCX પર સોના અને ચાંદીની સ્થિતિ (Gold Price Today )
MCX પર ઓક્ટોબરના વાયદાના ભાવ 0.12% ઘટીને રુ1,01,421 પ્રતિ 10 ગ્રામ થયા. તે જ સમયે, સપ્ટેમ્બરના વાયદાના ભાવમાં ચાંદીનો ભાવ રુ408 વધીને રુ1,17,766 પ્રતિ કિલો થયો, જેમાં 0.35%નો વધારો જોવા મળ્યો.
Gold Price Today
28 ઓગસ્ટ 2025: મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીના ભાવ
દેશના કેટલાક મુખ્ય શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટ સોના તેમજ ચાંદીના આજના ભાવ અહીં છે:
- ભારતમાં સોનાનો ભાવ: દેશના 10 મોટા શહેરોમાં સોનાનો નવીનતમ ભાવ (28 ઓગસ્ટ 2025)
- દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ 24 કેરેટ સોનું: રુ 1,02,590 પ્રતિ 10 ગ્રામ 22 કેરેટ સોનું: રુ 94,050 પ્રતિ 10 ગ્રામ
- મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા 24 કેરેટ સોનું: રુ 1,02,440 પ્રતિ 10 ગ્રામ 22 કેરેટ સોનું: રુ 93,900 પ્રતિ 10 ગ્રામ
- જયપુર, લખનૌ અને ચંદીગઢ 24 કેરેટ સોનું: રુ 1,02,590 પ્રતિ 10 ગ્રામ 22 કેરેટ સોનું: રુ 94,050 પ્રતિ 10 ગ્રામ
- અમદાવાદ અને ભોપાલ 24 કેરેટ સોનું: રુ 1,02,500 પ્રતિ 10 ગ્રામ 22 કેરેટ સોનું: રુ 94,100 પ્રતિ 10 ગ્રામ
- હૈદરાબાદ, બેંગલુરુ 24 કેરેટ સોનું: પ્રતિ 10 ગ્રામ રુ1,02,440 22 કેરેટ સોનું: પ્રતિ 10 ગ્રામ રુ93,900
આ પણ વાંચો : Stock Market Crash : સેન્સેક્સ 657 પોઈન્ટનું ગાબડું, ટેરિફ ટેરર ગુરુવારે પણ યથાવત
Next Article