Gold Silver Price Today: સોનાના ભાવમાં ઘટાડો
સોમવારે (6 જુલાઈ 2026) સવારના સત્રમાં ભારતભરના મોટાભાગના શહેરોમાં 24 અને 22 કેરેટ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. રાજધાની દિલ્હીમાં, ઘટાડા પછી, 24 કેરેટ સોનાનો ભાવ ₹146,870 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. જોકે, છેલ્લા અઠવાડિયામાં, 24 કેરેટ સોનાના ભાવમાં ₹2,780નો વધારો થયો છે અને 22 કેરેટ સોનાના ભાવમાં ₹2,550નો વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ગોલ્ડ ₹4,175.02 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે.
Gold Silver Price Today: ચાંદીમાં પણ નરમાઈ
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ સોમવારે ઘટાડો નોંધાયો છે. હાલમાં ચાંદીનો ભાવ 249,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર સ્થિર થયો છે. છેલ્લા સાત દિવસમાં ચાંદીના ભાવમાં 10,000 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો, જેની સરખામણીએ આજનો ઘટાડો નોંધપાત્ર છે. આંતરરાષ્ટ્રીય સ્તરે હાજર ચાંદીની કિંમત 62.47 ડોલર પ્રતિ ઔંસના સ્તરે પહોંચી છે.
નિષ્ણાતોનું ભવિષ્ય માટે અનુમાન
જાણીતી મોટી નાણાકીય સંસ્થાઓનું માનવું છે કે, વર્ષના બાકીના સમયગાળામાં સોનામાં તેજી જોવા મળી શકે છે. જોકે, આ વધારો અગાઉની ધારણા મુજબ મર્યાદિત રહેશે. મુખ્ય સેક્ટરમાં સોનાની માંગ જેટલી અપેક્ષિત હતી તેટલી મજબૂત જણાઈ નથી. નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ભાવ 4,300 ડોલર અને ચોથા ક્વાર્ટરમાં 4,500 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
કિંમતો પર અસર કરતા પરિબળો
ભારતમાં કિંમતી ધાતુઓના ભાવ નક્કી કરવામાં અનેક પરિબળો જવાબદાર છે. તેમાં સ્થાનિક માંગ અને પુરવઠાની સાથે વૈશ્વિક બજારની સ્થિતિ મહત્વનો ભાગ ભજવે છે. દેશી અને આંતરરાષ્ટ્રીય સ્તરે બનતી ઘટનાઓ સીધી રીતે સોના-ચાંદીના ભાવને અસર કરે છે. આથી જ રોકાણકારોએ રોકાણ કરતા પહેલા બજારની દૈનિક હિલચાલ પર નજર રાખવી જોઈએ.
જાણો તમારા શહેરમાં શું છે ભાવ
| શહેરનું નામ | 22 કેરેટ સોનાનો આજનો ભાવ (₹) | 24 કેરેટ સોનાનો આજનો ભાવ (₹) |
| દિલ્હી | ₹134640 | ₹146870 |
| મુંબઈ | ₹134490 | ₹146720 |
| અમદાવાદ | ₹134810 | ₹146770 |
| ચેન્નાઈ | ₹134540 | ₹149450 |
| કોલકાતા | ₹134490 | ₹146720 |
| હૈદરાબાદ | ₹134490 | ₹146720 |
| જયપુર | ₹134640 | ₹146870 |
| ભોપાલ | ₹134540 | ₹146770 |
| લખનઉ | ₹134640 | ₹146870 |
| ચંદીગઢ | ₹134640 | ₹146870 |
નોંધઃ ઉપરોક્ત દર્શાવેલા ભાવ અને સ્થાનિક દરમાં ફેરફાર હોઈ શકે છે.
આ પણ વાંચો--- Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર કે સ્થિરતા? 6 જુલાઈના લેટેસ્ટ રેટ અહીં ચેક કરો