Gold Silver Price Today : સોનામાં રોકાણ કરતા પહેલા સાવધાન! ક્રૂડ ઓઈલ વધશે તો સોનું સસ્તું થશે?
- ઈરાન-અમેરિકા તણાવની સોના-ચાંદી પર સીધી અસર!
- ક્રૂડ ઓઈલ 120 ડોલર પાર જશે તો સોનામાં આવશે મોટો કડાકો
- મિડલ ઈસ્ટ જંગ બાદ સોનાના ભાવમાં 8 ટકાનો ઘટાડો
- ચાંદીના ભાવમાં પણ 16 ટકાથી વધુનો ગાબડો નોંધાયો
- રોકાણકારો માટે નિષ્ણાતોની 'વેઈટ એન્ડ વોચ' ની સલાહ
Gold Silver Price Today : વૈશ્વિક રાજકારણમાં મચેલી ખળભળાટની અસર હવે તમારા ખિસ્સા પર પડવા જઈ રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે સોના અને ચાંદીના ભાવમાં (Gold Silver Price Today) જે ઉથલપાથલ જોવા મળી રહી છે, તેણે રોકાણકારોની ઊંઘ ઉડાવી દીધી છે. જાણકારોનું માનવું છે કે જો ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો ચાલુ રહ્યો, તો સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે.
ક્રૂડ ઓઈલ vs સોનું: શું છે આ ગણિત?
સામાન્ય રીતે યુદ્ધના માહોલમાં સોનું વધતું હોય છે, પરંતુ આ વખતે ચિત્ર અલગ છે.
મોંઘવારીનો ડર: જો ક્રૂડ ઓઈલ (Crude Oil) નો ભાવ 120 ડોલર પ્રતિ બેરલની ઉપર જશે, તો વૈશ્વિક સ્તરે મોંઘવારી વધશે.
વ્યાજ દરોમાં વધારો: મોંઘવારીને રોકવા માટે અમેરિકી ફેડ રિઝર્વ (Fed Reserve) વ્યાજ દરો ઊંચા રાખશે, જેના કારણે સોના પર દબાણ વધશે અને ભાવ નીચે આવશે.
ભાવમાં કેટલો કડાકો આવી શકે?
નિષ્ણાતોના મતે જો તેલના ભાવ કાબૂ બહાર જશે તો સોનામાં 10% સુધીનો ઘટાડો શક્ય છે. મિડલ ઈસ્ટ જંગ બાદ સોનું ઓલરેડી 8% અને ચાંદી 16% થી વધુ ગગડી ચૂક્યા છે. જો સ્થિતિ વધુ બગડશે તો સોનું 4,400 ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે.
આજના લેટેસ્ટ રેટ્સ (IBJA મુજબ)
આજે આંબેડકર જયંતિ નિમિત્તે બજાર બંધ છે, પરંતુ સોમવારના સત્તાવાર ભાવ નીચે મુજબ હતા:
| કેરેટ | ભાવ (પ્રતિ 10 ગ્રામ) |
| 24 કેરેટ ગોલ્ડ | 1,50,011/- |
| 22 કેરેટ ગોલ્ડ | 1,37,410/- |
| 18 કેરેટ ગોલ્ડ | 1,12,508/- |
| ચાંદી (પ્રતિ કિલો) | 2,36,981/- |
| (નોંધ: આ રેટમાં 3% GSTનો સમાવેશ થતો નથી.) |
એક્સપર્ટ એડવાઈઝ: "હાલમાં રોકાણકારોએ મોટી ખરીદી કરતા પહેલા થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી જોઈએ. SIP દ્વારા નાનું રોકાણ ચાલુ રાખી શકાય, પરંતુ માર્કેટમાં ડોલર અને ક્રૂડની સ્થિતિ સ્થિર ન થાય ત્યાં સુધી સાવચેત રહેવું જરૂરી છે."
આ પણ વાંચો : માર્કેટ બંધ હોવા છતાં Gift Nifty માં ઉછાળો, બુધવારે સેન્સેક્સ-નિફ્ટીમાં થશે તેજી?


