Gold Silver Rates : આજે સોનું કે ચાંદી ખરીદવા જઈ રહ્યા છો? તો પહેલા આ વાંચીને જજો
- Gold Silver Rates : સોનાના ભાવમાં નજીવો વધારો, ચાંદી સસ્તી થઈ
- રોકાણકારો માટે મોટા સમાચાર! ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો
- સસ્તામાં ચાંદી ખરીદવાની શાનદાર તક? જાણો માર્કેટની સ્થિતિ
Gold Silver Rates : સોના અને ચાંદીના ભાવ (Gold and Silver Prices)માં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. મંગળવાર, 19 મેના રોજ બજારમાં મિશ્ર સ્થિતિ જોવા મળી, જ્યાં ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો (Silver Decline) નોંધાયો, જ્યારે સોનાના ભાવ (Gold Price)માં નાનો વધારો જોવા મળ્યો. આ બદલાવ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX – Multi Commodity Exchange) પર સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો.
સોનાના ભાવમાં નજીવો વધારો
MCX પર સવારે 9:51 વાગ્યાની આસપાસ, 5 જૂન ડિલિવરી માટેનું સોનું ₹93 (0.06%)ના સામાન્ય વધારા સાથે ₹1,58,996 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. અગાઉ સોમવારે સોનું ₹1,58,903 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું, ત્યારબાદ મંગળવારે બજાર ખુલતાં જ તેમાં થોડો વધારો જોવા મળ્યો. ટ્રેડિંગ દરમિયાન સોનાનો ભાવ દિવસના ઉચ્ચતમ સ્તર (Day High) ₹1,59,437 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યો હતો, જ્યારે દિવસનો નીચલો સ્તર (Day Low) ₹1,58,601 પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. આથી સ્પષ્ટ થાય છે કે સોનામાં મર્યાદિત પરંતુ સ્થિર વોલેટિલિટી (Volatility) જોવા મળી રહી છે.
ચાંદીના ભાવમાં ઘટાડો
બીજી તરફ, 3 જુલાઈ ડિલિવરી માટેની ચાંદી (Silver Futures)માં ઘટાડો નોંધાયો હતો. ચાંદી ₹1,485 (0.54%) ઘટીને ₹2,75,166 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. અગાઉના સત્રમાં ચાંદી ₹2,76,651 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી, જ્યારે બજાર ખુલતાં જ તે ₹2,76,271 પર ખુલ્યું હતું. દિવસ દરમિયાન ચાંદીનો ભાવ ₹2,76,666 પ્રતિ કિલોગ્રામના ઉચ્ચતમ સ્તર સુધી ગયો હતો, જ્યારે નીચલો સ્તર ₹2,74,606 પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો.
દિલ્હી બુલિયન બજારની સ્થિતિ - Gold Silver Rates
દિલ્હી બુલિયન બજાર (Delhi Bullion Market)માં પણ મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશન (All India Sarafa Association) મુજબ, સોમવારે ચાંદીના ભાવમાં ₹1,000નો વધારો થયો હતો અને તે ₹2,76,000 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. સોનાના 99.9% શુદ્ધતા ધરાવતા ભાવ (Pure Gold Rate)માં કોઈ ફેરફાર નોંધાયો નહોતો. તે અગાઉના સપ્તાહના શુક્રવારના ભાવ મુજબ ₹1,62,800 પ્રતિ 10 ગ્રામ પર સ્થિર રહ્યો હતો. આ સ્થિરતા દર્શાવે છે કે સોનામાં હાલ મોટો ટ્રેન્ડ બદલાવ જોવા મળતો નથી.
આ પણ વાંચો : Gold Silver Price Crash: ચાંદીનો પરપોટો આખરે ફૂટી ગયો! ઓલ-ટાઇમ હાઈથી કિંમતોમાં કેમ આવ્યો આટલો મોટો કડાકો?


