Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gold Silver Rate : સોનામાં તેજી,ચાંદી ફિક્કી પડી, જાણી લો આજનો ભાવ

Gold Silver Rate, આજે સોનામાં ચમક દેખાઇ, ચાંદી નબળી પડી છે, 28 એપ્રિલની સવારે, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ વધીને રૂ. 1,53,850 થયો હતો. જ્યારે મુંબઈમાં, ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,53,700 થયો હતો. જ્યારે ચાંદીનો ભાવ ઘટીને પ્રતિ કિલોગ્રામ રૂ. 2,59,900 થયો. જો કે, એક દિવસ પહેલા, દિલ્હી બુલિયન બજારમાં ચાંદીના ભાવ રૂ. 3,500 વધ્યા હતા
gold silver rate   સોનામાં તેજી ચાંદી ફિક્કી પડી  જાણી લો આજનો ભાવ
Advertisement
  • Gold Silver Rate, આજે સોનામાં ચમક દેખાઇ, ચાંદી નબળી પડી
  • અલગ અલગ શહેરોમાં અલગ અલગ ભાવો સામે આવ્યા છે
  • ભાવમાં વધઘટ રહેતા રોકાણકારોમાં ચિંતા વ્યાપી જવા પામી છે

Gold Silver Rate : દેશમાં સોનાના ભાવ ફરી વધ્યા છે. 28 એપ્રિલની સવારે, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ વધીને રૂ. 1,53,850 થયો હતો. જ્યારે મુંબઈમાં, ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,53,700 થયો હતો. એક દિવસ અગાઉ, દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ રૂ. 200 વધીને રૂ. 1,56,100 પ્રતિ 10 ગ્રામ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ પ્રતિ ઔંસ $ 4,693.04 પર ટ્રેડ થઈ રહ્યો છે.

આ પણ વાંચો - Share Market Live : કડાકા સાથે ખુલીને બજાર રિકવર થયું, આ કારણો જવાબદાર

Advertisement

Gold Silver Rate, જાણો સોનાના ભાવની હલચલ

દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,53,850 છે. 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,41,040 છે. જ્યારે હાલમાં, મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,40,890 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,53,700 છે. બીજી તરફ ચેન્નાઈમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,55,250 છે. 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ 1,42,310 છે. તથા પુણે અને બેંગલુરુમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,53,700 છે, અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1, 40,890 છે.

Advertisement

ચાંદીનો ભાવ

બીજી કિંમતી ધાતુ, ચાંદીનો ભાવ સતત નીચે તરફ જઈ રહ્યો છે. 28 એપ્રિલની સવારે, ભાવ ઘટીને પ્રતિ કિલોગ્રામ રૂ. 2,59,900 થયો. જો કે, એક દિવસ પહેલા, દિલ્હી બુલિયન બજારમાં ચાંદીના ભાવ રૂ. 3,500 વધીને રૂ. 2.50 લાખ પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદીના ભાવ ઔંસ દીઠ $ 75.91 પર ટ્રેડ થઈ રહ્યા છે. દેશમાં સોના અને ચાંદીના ભાવ સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળોથી પ્રભાવિત થાય છે.

આ પણ વાંચો - Google ને પાછળ પાડવા ભારતમાં સૌથી મોટું AI ડેટા હબ બનશે, રિલાયન્સે 1.6 લાખ કરોડ રોક્યા

Tags :
Advertisement

.

×