Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gold Silver Rate Prediction: 2026માં કયા મહિનામાં સોનું સૌથી સસ્તું મળશે? જાણો અનુમાન

વર્ષ 2026માં સોના અને ચાંદીના ભાવ રોકાણકારોને ચોંકાવશે કે ખુશ કરશે? શનિ અને ગુરુ જેવા ગ્રહોની બદલાતી સ્થિતિ બજારમાં મોટી ઉથલપાથલના સંકેત આપી રહી છે. જાન્યુઆરીમાં સોનાની ખરીદી માટેની તક છે, પરંતુ શું તેજી જુલાઈમાં આવશે? ડોલરના ભાવ ₹90ને પાર જવાની ભીતિ વચ્ચે નિફ્ટીની ચાલ પણ બદલાશે. કિંમતી ધાતુઓના ભાવમાં ક્યારે કડાકો બોલશે અને ક્યારે તેજી આવશે તે જાણવું દરેક રોકાણકાર માટે અનિવાર્ય છે.
gold silver rate prediction  2026માં કયા મહિનામાં સોનું સૌથી સસ્તું મળશે  જાણો અનુમાન
Advertisement
  • 2026માં સોના-ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલની આગાહી (Gold Silver Rate Prediction )
  • ગ્રહોની ચાલ બદલાતા સોના-ચાંદીના ભાવમાં આવશે મોટો બદલાવ
  • જાન્યુઆરીમાં સોનું સસ્તું થતા ખરીદી માટે સર્જાશે શ્રેષ્ઠ તક
  • વર્ષના મધ્યમાં ભાવ આસમાને પહોંચવાની જ્યોતિષીય શક્યતા
  • ડોલરની કિંમત ₹90ને પાર જતા રોકાણકારોમાં ભારે ચર્ચા

Gold Silver Rate Prediction : સોના અને ચાંદીના ભાવમાં આવતી સતત વધઘટ રોકાણકારો માટે હંમેશા કુતૂહલનો વિષય રહી છે. વર્ષ 2025માં કિંમતી ધાતુઓએ રોકાણકારોને માલામાલ કર્યા બાદ હવે સૌની નજર 2026 પર ટકેલી છે. શું આગામી વર્ષે પણ પીળી ધાતુ તેની ચમક જાળવી રાખશે? જ્યોતિષ શાસ્ત્ર અને બજારના નિષ્ણાતોના મતે 2026નું વર્ષ ગ્રહોની ચાલ અને આર્થિક સમીકરણોને કારણે ખૂબ જ મહત્વનું સાબિત થશે.

Gold Silver Price Forecast

Advertisement

જ્યોતિષીય દૃષ્ટિકોણ અને બજાર પર અસર

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, 2026માં શનિ મીન રાશિમાં બિરાજમાન રહેશે, જ્યારે ગુરુ ત્રણ વખત રાશિ પરિવર્તન કરશે. ગુરુ સોનાનો કારક ગ્રહ છે અને શુક્ર ચાંદી પર પ્રભુત્વ ધરાવે છે. આ સાથે બુધ ગ્રહની ચાલ પણ બજારમાં તેજી-મંદી લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. ગ્રહોની આ યુતિ સૂચવે છે કે વર્ષ દરમિયાન ભાવમાં મોટી વધઘટ જોવા મળી શકે છે.

Advertisement

Gold Silver Rate Prediction : સોનામાં રોકાણ માટે કયો મહિનો શ્રેષ્ઠ?

2026ના વર્ષની શરૂઆત સોનાના ભાવમાં ઘટાડા સાથે થશે, જે ખરીદી માટે સુવર્ણ તક છે. જાન્યુઆરીમાં ભાવ નીચા રહેશે, પરંતુ ફેબ્રુઆરીથી તે વધવાનું શરૂ થશે. માર્ચ-એપ્રિલમાં સ્થિરતા બાદ મે મહિનામાં તેજી આવશે અને જુલાઈ સુધીમાં સોનું તેના ઉચ્ચતમ સ્તરે પહોંચી શકે છે. ત્યારબાદ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આંશિક ઘટાડો જોવા મળશે, પરંતુ વર્ષના અંતિમ મહિનાઓમાં ફરી તેજીનો માહોલ રહેશે.

Gold Silver Rate Prediction : ચાંદીની ચમક ક્યારે વધશે?

ચાંદી માટે પણ જાન્યુઆરી મહિનો ખરીદી માટે અનુકૂળ રહેશે. ફેબ્રુઆરીમાં ઉછાળા બાદ ઓગસ્ટમાં ચાંદીમાં જોરદાર તેજીની શક્યતા છે. ખાસ કરીને નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ચાંદીમાં મજબૂત વળતરની આશા રાખી શકાય છે.

Gold Silver Price Forecast

નિફ્ટી અને ડોલરના દરોની સ્થિતિ

2026 શેરબજારમાં નિફ્ટી ઇન્ડેક્સ જૂન અને ઓક્ટોબર દરમિયાન ટોચ પર રહેવાની શક્યતા છે. બીજી તરફ, અમેરિકી ડોલર સતત મજબૂત બનીને ₹90ની સપાટી વટાવી શકે છે. એપ્રિલ અને મે મહિનામાં ડોલર તેની સર્વોચ્ચ સપાટી પર જોવા મળી શકે છે, જેની સીધી અસર ભારતીય આયાત અને બજાર પર પડશે.

નોંધ : અમે એવો દાવો કરતા નથી કે આ લેખમાં આપેલી માહિતી સંપૂર્ણપણે સાચી કે સચોટ છે. વધુ વિગતવાર માહિતી માટે, કૃપા કરીને સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતનો સંપર્ક કરો.

આ પણ વાંચો : Income: ફક્ત વ્યાજથી રૂ.50 લાખ કમાઓ, આ સરકારી યોજના જબરદસ્ત ફાયદા આપશે

Tags :
Advertisement

.

×