Gold Rate Today: લગ્નસરાની સીઝન નથી તો પણ કેમ વધી રહ્યા છે સોના-ચાંદીના ભાવ?
- ખરમાસમાં સોના-ચાંદીના ભાવમાં ભડકો
- ચાંદી રૂ.2.08 લાખની ઐતિહાસિક સપાટીને પાર
- સોનું રૂ.1.34 લાખ પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે
- ચીન દ્વારા નિકાસબંધીની અટકળોથી ચાંદીમાં તેજી
- ડોલર નબળો પડતા વૈશ્વિક બજારમાં ભાવ ઉછળ્યા
Gold Rate Today : સામાન્ય રીતે ખરમાસ બેસતા જ લગ્નસરાની મોસમ વિરામ લેતી હોવાથી સોના-ચાંદીના ભાવમાં ઘટાડાની આશા રાખવામાં આવે છે, પરંતુ આ વર્ષે ચિત્ર સાવ ઉલટું છે. 18 ડિસેમ્બરની સવારે સોનાના ભાવમાં માત્ર 100 થી 200 રૂપિયાનો સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે, જે ગ્રાહકો માટે ઊંટના મોઢામાં જીરા સમાન છે. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,34,670 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક સપાટીની આસપાસ મક્કમ રહ્યો છે.
Gold Rate Today : દેશના મુખ્ય શહેરોમાં સોનાના ભાવ
દિલ્હી: 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,34,990 છે અને 22 કેરેટનો ભાવ રૂ.1,23,750 છે.
Advertisementઅમદાવાદ: 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,34,890 છે અને 22 કેરેટનો ભાવ રૂ.1,23,650 છે.
મુંબઈ: 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,34,840 છે અને 22 કેરેટનો ભાવ રૂ.1,23,600 છે.
સુરત: 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,34,890 છે અને 22 કેરેટનો ભાવ રૂ.1,23,650 છે.
રાજકોટ: 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,34,890 છે અને 22 કેરેટનો ભાવ રૂ.1,23,650 છે.
વડોદરા: 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,34,890 છે અને 22 કેરેટનો ભાવ રૂ.1,23,650 છે.
બેંગલુરુ: 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,34,840 છે અને 22 કેરેટનો ભાવ રૂ.1,23,600 છે.
ચેન્નાઈ: 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,35,710 છે અને 22 કેરેટનો ભાવ રૂ.1,24,400 છે.
જયપુર: 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,34,900 છે અને 22 કેરેટનો ભાવ રૂ.1,23,750 છે.
લખનૌ: 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,34,900 છે અને 22 કેરેટનો ભાવ રૂ.1,23,750 છે.
Gold Price Today
ચાંદીમાં પણ ભડકો: રૂ.2 લાખને પાર
સોનાની સાથે ચાંદી પણ નવા રેકોર્ડ બનાવી રહી છે. ગુરુવારે સવારે ઘરેલું બજારમાં ચાંદીનો ભાવ રૂ.2,08,100 પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 66.52 ડોલર પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહી છે. નિષ્ણાતોના મતે, ચીન દ્વારા વર્ષ 2026 થી ચાંદીની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની યોજનાના અહેવાલોને કારણે વૈશ્વિક સ્તરે સપ્લાયની અછત સર્જાઈ છે, જે ભાવમાં વધારો કરી રહી છે.
Gold Rate Today : શા માટે સોનું સસ્તું નથી થઈ રહ્યું?
આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકી ડોલર ઈન્ડેક્સ બે મહિનાના નીચલા સ્તરે પહોંચતા સોનામાં રોકાણકારોનો રસ વધ્યો છે. વૈશ્વિક બજારમાં સોનું 4,321.06 ડોલર પ્રતિ ઔંસ પર ટક્યું છે. આ ઉપરાંત, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં સંભવિત કાપની અપેક્ષાઓ કિંમતી ધાતુઓને મજબૂત સપોર્ટ આપી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં આશરે 127 ટકાનો ઉછાળો નોંધાયો છે.
આ પણ વાંચો : PM Ujjwala Yojana: મફત ગેસ કનેક્શન માટે ફરી ફોર્મ ભરાવાના શરૂ, આ રીતે કરો અરજી


