Gold-Silver Today Rate : આજે સોના અને ચાંદીના ખરીદદારો માટે સારા સમાચાર,અહીં જુઓ તમારા શહેરના ભાવ
Gold-Silver Today Price : વૈશ્વિક બજારમાં થયેલા મોટા ફેરફારો અને આંતરરાષ્ટ્રીય તણાવની સીધી અસર હવે કિંમતી ધાતુઓ પર જોવા મળી રહી છે. સોના-ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળે છે. બુલિયન માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ખાસ કોઈ ઉતાર-ચઢાવ જોવા મળ્યા નથી. લગ્નસરાની સિઝનમાં અને તહેવારોના કારણે સોના અને ચાંદીની માંગ સતત જળવાયેલી રહે છે. વૈશ્વિક બજારમાં અસ્થિરતા અને ડોલરની મજબૂતી વચ્ચે સ્થાનિક બજારોમાં ગ્રાહકો માટે આજના ભાવ જાણવા ખૂજ મહત્વપૂર્ણ છે.
સોનાના ભાવ કેટલો ?
આજે 24 કેરેટ સોનું (24 Carat Gold) 10 ગ્રામ દીઠ ₹1,56,200 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનું (22 Carat Gold) ₹1,43,150 પ્રતિ 10 ગ્રામના ભાવે ઉપલબ્ધ છે. પટણા, લખનૌ અને દિલ્હી (Delhi) જેવા મોટા શહેરોમાં ભાવમાં નજીવો તફાવત જોવા મળે છે, જે સ્થાનિક જ્વેલર્સ (Local jewelers) અને ટેક્સેશનના કારણે હોય છે.
ચાંદીના ભાવ કેટલો ?
ચાંદીના ભાવ (Silver price) પણ આજે સ્થિર છે. 1 કિલો ચાંદી (1 Kg Silver) માટે ગ્રાહકોએ ₹2,80,000 ચૂકવવા પડી રહ્યા છે. ઔદ્યોગિક માંગ (Industrial demand) વધવાને કારણે ચાંદીના ભાવ છેલ્લા કેટલાક સમયથી ઉંચા સ્તરે છે.
ભાવ વધવાનું કારણ શું?
નિષ્ણાતોના મતે, આયાત કરમાં થયેલો વધારો (Import duty hike) અને વૈશ્વિક તણાવ (Global tension) સોના અને ચાંદીના ભાવ વધવા પાછળનું મુખ્ય કારણ છે. રોકાણકારો (Investors) હાલમાં સુરક્ષિત રોકાણ તરીકે સોનાને પ્રાધાન્ય આપી રહ્યા છે, જેથી બજારમાં માંગ જળવાયેલી છે.
ગઈકાલે 1 જૂન, 2026 ના રોજ ભાવ શું હતો?
1 જૂન, 2026 ના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો. 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ આશરે ₹1.56 લાખ અને ૨૨ કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ આશરે ₹1.43 લાખના ભાવે ટ્રેડ થઈ રહ્યું હતું. આ દરમિયાન, ચાંદીના ભાવ પ્રતિ કિલો ₹2.63 લાખથી ₹2.80 લાખની વચ્ચે હતા. વૈશ્વિક બજારના દબાણ અને ડોલરના મજબૂત થવાથી સ્થાનિક બુલિયન બજાર પર અસર પડી.
આ પણ વાંચો : Petrol Diesel Price Today : ક્રૂડ ઓઇલ $100ની નીચે, સતત 8મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં


