Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Today Gold Price India: સોનાના ભાવમાં ભડકો, શું ફરી 1.35 લાખને પાર કરશે સોનું?

ભારતીય સર્રાફા બજારમાં 22 ડિસેમ્બર 2025ના રોજ સોના અને ચાંદીના ભાવમાં તેજી યથાવત છે. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,34,320 પર પહોંચ્યો છે, જ્યારે અમદાવાદમાં તે 1,34,220 ના સ્તરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂતી અને ડોલરના વધતા મૂલ્યને કારણે કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ચાંદી પણ 2,13,900 પ્રતિ કિલોના ભાવે ટ્રેડ થઈ રહી છે, જે રોકાણકારો માટે આકર્ષક રિટર્ન દર્શાવે છે.
today gold price india  સોનાના ભાવમાં ભડકો  શું ફરી 1 35 લાખને પાર કરશે સોનું
Advertisement
  • આંતરરાષ્ટ્રીય તેજીને પગલે ભારતીય બજારમાં સોનાના ભાવ રેકોર્ડ સ્તરે (Today Gold Price India)
  • દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,34,320 અને 22 કેરેટ રૂ.1,23,140
  • અમદાવાદમાં સોનાનો ભાવ રૂ.1,34,220 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો
  • દેશમાં ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલોગ્રામ રૂ.2,13,900 ની સપાટીએ
  • વૈશ્વિક માંગ અને ડોલરના મૂલ્યમાં ફેરફારને કારણે કિંમતોમાં ઉછાળો

Today Gold Price India : સોનામાં રોકાણ કરનારા અને ખરીદદારો માટે સપ્તાહની શરૂઆત તેજી સાથે થઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવ મજબૂત રહેતા ભારતીય બજારમાં પણ તેની અસર જોવા મળી રહી છે. આજે 22 ડિસેમ્બર 2025ના રોજ દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,34,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,23,140 રૂપિયા નોંધાયો છે. વૈશ્વિક આર્થિક સંકેતો અને ડોલરના મૂલ્યમાં ફેરફારને કારણે પીળી ધાતુના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે.

Today Gold Price India

Advertisement

Today Gold Price India : અમદાવાદ અને અન્ય શહેરોના ભાવ

દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,34,320 અને 22 કેરેટનો ભાવ રૂ.1,23,140 છે.

Advertisement

મુંબઈમાં 24 કેરેટ સોનું રૂ.1,34,170 અને 22 કેરેટ સોનું રૂ.1,22,990 ના ભાવે વેચાઈ રહ્યું છે.

અમદાવાદમાં આજે 24 કેરેટ સોનાનો દર રૂ.1,34,220 અને 22 કેરેટનો દર રૂ.1,23,040 છે.

ચેન્નાઈમાં 24 કેરેટ સોનાની કિંમત રૂ.1,34,170 અને 22 કેરેટની કિંમત રૂ.1,22,990 છે.

કોલકાતામાં આજે 24 કેરેટ સોનું રૂ.1,34,170 અને 22 કેરેટ સોનું રૂ.1,22,990 પર ટ્રેડ કરી રહ્યું છે.

બહારના શહેરો જેવા કે બેંગલુરુ અને હૈદરાબાદમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,34,170 ચાલી રહ્યો છે.

જયપુરમાં 24 કેરેટ સોનાનો તાજો ભાવ રૂ.1,34,320 અને 22 કેરેટનો ભાવ રૂ.1,23,140 છે.

લખનૌમાં આજે 24 કેરેટ સોનું રૂ.1,34,320 અને 22 કેરેટ સોનું રૂ.1,23,140 ના સ્તરે છે.

ચંદીગઢમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,34,320 અને 22 કેરેટનો ભાવ રૂ.1,23,140 નોંધાયો છે.

Today Gold Price India

ચાંદીના ભાવમાં પણ હલચલ

સોનાની જેમ ચાંદીમાં પણ આ વર્ષે જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. જોકે, આજે 22 ડિસેમ્બરે ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે. હાલમાં દેશમાં ચાંદીનો ભાવ અંદાજે 2,13,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદીનો ભાવ અંદાજે 65.85 ડોલર પ્રતિ ઔંસ રહ્યો છે. નિષ્ણાતોના મતે રોકાણ માટે અત્યારે બજારના ટ્રેન્ડને સમજવો ખૂબ જ જરૂરી છે.

કઈ રીતે નક્કી થાય છે સોના-ચાંદીના રેટ?

ભારતમાં સોના-ચાંદીના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર (Spot Gold) પર નિર્ભર હોય છે. ડોલરના દર, આયાત ડ્યુટી (Import Duty), સ્થાનિક માંગ, જીએસટી અને સર્રાફા બજારના પ્રીમિયમ ઉમેરીને અંતિમ છૂટક કિંમત નક્કી કરવામાં આવે છે. અમેરિકી બોન્ડ રેટ અને વૈશ્વિક રાજકીય કટોકટી જેવા પરિબળો સોનાના ભાવમાં સીધી અસર કરે છે.

આ પણ વાંચો : ભારતમાં Starlink ની એન્ટ્રી, દિલ્હીના WTC માં પહેલી ઓફિસ શરૂ

Tags :
Advertisement

.

×