Gold Rate Today: અઠવાડિયામાં સોનાના ભાવમાં રૂ.1420નો વધારો, જાણો તમારા શહેરમાં શું છે ગોલ્ડ રેટ?
- સોનાની કિંમતમાં દિવસેને દિવસે વધારો
- એક જ અઠવાડિયામાં સોનાનો ભાવ 1420 રૂપિયા વધ્યો
- આજનો 24 કેરેટ સોનાનો ભાવ રૂ.ર1,01,350
- જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. 1,13,000 છે
દેશમાં સોનાની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં 24 કેરેટ સોનાના ભાવમાં રૂ.1420નો વધારો થયો છે. પરિણામે, રાજધાની દિલ્હીમાં 24-કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,01,500 પર પહોંચી ગયો છે, જ્યારે 22-કેરેટ સોનાનો ભાવ રૂ.1300 વધીને રૂ.93,050 પ્રતિ 10 ગ્રામ થયો છે.
મુંબઈ અને કોલકાતા જેવા મોટા શહેરોમાં પણ ભાવમાં વધારો નોંધાયો છે, જ્યાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,01,350 અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ.92,900 પ્રતિ 10 ગ્રામ છે. નોઈડા અને ગાઝિયાબાદમાં પણ દિલ્હી જેવા જ ભાવ જોવા મળી રહ્યા છે.
ચાંદીની કિંમતોમાં ઘટાડો
જ્યારે સોનાના ભાવમાં વધારો થયો છે, ત્યારે ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સપ્તાહે ચાંદીના ભાવમાં રૂ.3000નો ઘટાડો નોંધાયો છે, જેના કારણે 3 ઓગસ્ટ, 2025ના રોજ ચાંદી પ્રતિ કિલોગ્રામ રૂ.1,13,000 થયો છે. જોકે, ઇન્દોરના બુલિયન માર્કેટમાં 2 ઓગસ્ટે ચાંદીનો ભાવ રૂ.1000 વધીને રૂ.1,12,800 પ્રતિ કિલોગ્રામ થયો હતો.
મુખ્ય શહેરોમાં સોનાનો ભાવ
- દિલ્હી: રૂ93,050 (22kt), રૂ1,01,500 (24kt)
- અમદાવાદ: રૂ92,950 (22kt), રૂ1,01,400 (24kt)
- મુંબઈ: રૂ92,900 (22kt), રૂ1,01,350 (24kt)
- બેંગલુરુ: રૂ92,900 (22kt), રૂ1,01,350 (24kt)
- ચેન્નઈ: રૂ92,990 (22kt), રૂ1,01,350 (24kt)
છ વર્ષમાં સોનાના ભાવમાં 200%નો જબરદસ્ત વધારો
તાજેતરના અહેવાલ મુજબ, છેલ્લા 6 વર્ષમાં સોનાની કિંમતો ત્રણ ગણી વધી છે. મે 2019માં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ લગભગ રૂ30,000 હતો, જ્યારે જૂન 2025 સુધીમાં તે રૂ1,00,000ને પાર કરી ગયો છે. આનો અર્થ છે કે 6 વર્ષમાં 200% થી વધુનો વધારો થયો છે.
સોનું હજુ પણ સેફ હેવન
રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે 2025માં અત્યાર સુધીમાં Multi Commodity Exchange (MCX) પર સોનાના ભાવમાં 30% થી વધુનો વધારો થયો છે. આ વધારા પાછળનું કારણ ઘરેલુ અને વિશ્વિક અનિશ્ચિત્તા, ડોલરના ઉતાર ચઢાવઅને રોકાણકારોનો વધતો રસ છે. નિષ્ણાતોના મતે, રોકાણની દ્રષ્ટિકોણથી સોનું હજુ પણ એક વિશ્વસનીય અને safe haven વિકલ્પ છે.