Gold Silver Rate Today : નાણાકીય વર્ષ 2026 ના છેલ્લા દિવસે સોનામાં તેજી, ચાંદીના ભાવમાં ઘટાડો
નાણાકીય વર્ષ 2026 ના અંતિમ દિવસે સોનાના ભાવમાં (Gold Price) તેજી અને ચાંદીમાં નરમાશ જોવા મળી છે. વર્ષ દરમિયાન સોનાએ રોકાણકારોને ₹23,000 નું જબરદસ્ત વળતર આપ્યું છે, જે અત્યારે ₹1.47 લાખની સપાટી પર છે. બીજી તરફ, ચાંદી (Silver) પ્રતિ કિલો ₹100 સસ્તી થઈ છે. આંતરરાષ્ટ્રીય બજાર અને ડોલરની સ્થિતિ ભાવમાં આ ફેરફાર માટે મુખ્ય કારણભૂત છે.
Advertisement
- ગુજરાતના તમામ શહેરોમાં સોનાનો ભાવ ₹1.48 લાખને પાર (Gold Silver Rate Today)
- FY26 ના છેલ્લા દિવસે સોનામાં રોકાણકારોની બલ્લે-બલ્લે
- એક વર્ષમાં સોનું ₹23,000 મોંઘું, ચાંદીમાં સામાન્ય ઘટાડો
- અમદાવાદ-સુરતમાં સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઉછાળો
- ચેન્નાઈમાં સોનું દેશમાં સૌથી મોંઘું, ₹1.50 લાખની સપાટીએ
Gold Silver Rate Today : નાણાકીય વર્ષ 2026 (Financial Year 2026) ના અંતિમ દિવસે એટલે કે 31 માર્ચના રોજ ભારતીય બજારમાં સોના અને ચાંદીની ચાલમાં વિરોધાભાસી વલણ જોવા મળ્યું છે. એક તરફ સોનાના ભાવમાં (Gold Price) સતત બીજા દિવસે મજબૂતી જોવા મળી છે, તો બીજી તરફ ચાંદીના ભાવમાં (Silver Price) મામૂલી ઘટાડો નોંધાયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના આંકડા અનુસાર, આ નાણાકીય વર્ષ રોકાણકારો માટે 'ગોલ્ડન' સાબિત થયું છે.

