Gold Silver Rate Today: બજેટના દિવસે સોના-ચાંદીની કિંમતોમાં મસમોટો ઘટાડો, જાણી લો આજનો નવો રેટ
- બજેટ (Union Budget 2026) ના દિવસે સોના-ચાંદીના ભાવમાં મોટો 'ભૂકંપ'
- એક જ દિવસમાં કિંમતો આસમાનેથી જમીન પર આવી
- ચાંદીમાં રુ. 27,000 અને સોનામાં રુ.13,000નો જંગી ઘટાડો
- ગુરુવારે રેકોર્ડ તોડ્યો અને રવિવારે પછડાયું!
Gold Silver Rate Today: કેન્દ્રીય બજેટ (Union Budget 2026) ના દિવસે માત્ર શેરબજાર જ નહીં, પરંતુ કોમોડિટી માર્કેટમાં પણ ભારે ઉથલપાથલ જોવા મળી છે. રવિવારે બજેટ રજૂ થવાની સાથે જ ટ્રેડિંગ શરૂ થતાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં એક જ દિવસમાં રુ. 27,000 થી વધુનો જંગી ઘટાડો થયો છે.
ચાંદીમાં ઐતિહાસિક વધારા બાદ મોટું ગાબડું
ગયા અઠવાડિયે ચાંદીએ ઇતિહાસ રચ્યો હતો. ગુરુવારે ચાંદીનો ભાવ પ્રથમવાર રુ.4 લાખનો આંકડો પાર કરીને રુ. 4,20,048 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. જોકે, આ ઉછાળો લાંબો સમય ટક્યો નહીં.
શુક્રવારે ચાંદીમાં રુ.1.28 લાખનો ઘટાડો થયો હતો.
આજે બજેટના દિવસે (રવિવારે) માર્કેટ ખુલતાની સાથે જ ચાંદી ફરી 9% (આશરે રુ. 27,500) સસ્તી થઈને રુ. 2,65,652 પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.
ટૂંકા ગાળામાં જ ચાંદીના ભાવમાં અંદાજે 30% જેવો મોટો ઘટાડો જોવા મળ્યો છે.
સોનાના ભાવમાં પણ મોટું ગાબડું
સોનાની સ્થિતિ પણ ચાંદી જેવી જ જોવા મળી રહી છે. 24 કેરેટ સોનાનો ભાવ (MCX એપ્રિલ એક્સપાયરી) જે ગયા ગુરુવારે રુ.1,93,096 ના ઐતિહાસિક સ્તરે હતો, તેમાં પણ મોટું ગાબડું પડ્યું છે:
અગાઉના ટ્રેડિંગમાં સોનું રુ. 42,247 જેટલું ઘટ્યું હતું.
આજે રવિવારે બજાર ખુલતાની સાથે જ ભાવમાં વધુ 8.80%નો ઘટાડો નોંધાયો
સોનું રુ.13,500 થી વધુ ઘટીને રુ. 1,38,634પ્રતિ 10 ગ્રામના સ્તરે આવી ગયું છે.
બજેટના દિવસે કેમ તૂટ્યું બજાર?
સામાન્ય રીતે રવિવારે બજાર બંધ હોય છે, પરંતુ બજેટ હોવાથી આજે કોમોડિટી માર્કેટ (MCX) પર વેપાર ચાલુ રહ્યો હતો. બજારના નિષ્ણાતો માને છે કે:
1. પ્રોફિટ બુકિંગ:*રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ રોકાણકારોએ મોટા પાયે વેચવાલી કરી છે.
2. બજેટ સેન્ટિમેન્ટ: બજેટની જાહેરાતો અને ઈમ્પોર્ટ ડ્યુટીમાં ફેરફારની અપેક્ષાઓની અસર બજાર પર જોવા મળી રહી છે.
3.સેન્ટિમેન્ટમાં ફેરફાર:ગયા અઠવાડિયાના ભારે ઘટાડા બાદ રોકાણકારોનો ઉત્સાહ ઓસરી રહ્યો હોય તેવું જણાય છે.
આ પણ વાંચો: Budget 2026 : ખેડૂતોને બજેટમાં મોટી ભેટ મળે તેવી શક્યતા, શું પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં વધારો થશે?


