સોનું ખરીદવું હવે સપનું? 1,45,000 તરફ આગળ વધતી કિંમતો, જુઓ આજનો ભાવ
- Gold Rate Today : સોનું 1,41,370 અને ચાંદી 2,51,000 ને પાર
- એક સપ્તાહમાં સોનું 7,040 અને ચાંદી 37,000 મોંઘી
- અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,41,270 રૂપિયા થયો
- ઈન્ટરનેશનલ માર્કેટમાં તેજી આવતા સ્થાનિક ભાવ વધ્યા
- રોકાણકારો માલામાલ, ચાંદીએ એક જ વર્ષમાં આપ્યું 163% વળતર
Gold Rate Today : નવા વર્ષના આગમન પહેલા સોના અને ચાંદીના ભાવમાં આવેલા તોતિંગ ઉછાળાએ સામાન્ય જનતા અને રોકાણકારો બંનેના હોશ ઉડાવી દીધા છે. વર્ષ 2025ના અંતિમ દિવસોમાં સોનું તેના સર્વોચ્ચ શિખરે પહોંચી ગયું છે. છેલ્લા એક સપ્તાહમાં જ 24 કેરેટ સોનાના ભાવમાં અંદાજે 7,040 રૂપિયાનો વધારો નોંધાયો છે, જ્યારે 22 કેરેટ સોનામાં 6,450 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે.
સોનાના ભાવમાં ઐતિહાસિક તેજી
28 ડિસેમ્બર 2025ના રોજ દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,41,370 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો છે. અમદાવાદ અને મુંબઈ જેવા શહેરોમાં પણ ભાવ રૂ.1,41,000 ને પાર કરી ગયા છે. નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 4,530 ડોલર પ્રતિ ઔંસની સપાટી વટાવી ચૂક્યો છે, જેની સીધી અસર ભારતીય બજાર પર પડી રહી છે.
Gold Rate Today : ચાંદીના ભાવમાં મોટો ધડાકો
માત્ર સોનું જ નહીં, પરંતુ ચાંદી પણ રોકાણકારોને માલામાલ કરી રહી છે. એક સપ્તાહમાં ચાંદી રૂ.37,000 મોંઘી થઈને રૂ.2,51,000 પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ છે. આ વર્ષે ચાંદીએ 163 ટકાથી વધુનું વળતર આપીને રોકાણકારોનો ભરોસો જીત્યો છે.
Gold Rate Today : શા માટે વધી રહ્યા છે ભાવ?
વૈશ્વિક બજારમાં ડોલરના મૂલ્યમાં ઉતાર-ચઢાવ અને અમેરિકાના ફેડરલ રિઝર્વની અનિશ્ચિત નીતિઓને કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ વધી છે. આ ઉપરાંત, સ્થાનિક બજારમાં લગ્નસરાની સિઝન અને આયાત ડ્યુટી પણ કિંમતો વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે.
શહેરો મુજબ આજના સોનાના ભાવ (28 ડિસેમ્બર 2025)
અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,41,270 રૂપિયા અને 22 કેરેટનો ભાવ 1,29,500 રૂપિયા રહ્યો છે.
દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 1,41,370 રૂપિયા અને 22 કેરેટની કિંમત 1,29,600 રૂપિયા પર પહોંચી છે.
મુંબઈમાં આજે 24 કેરેટ સોનું 1,41,220 રૂપિયા અને 22 કેરેટ સોનું 1,29,450 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.
જયપુરમાં 24 કેરેટ સોનાનો દર પ્રતિ 10 ગ્રામ 1,41,370 રૂપિયા અને 22 કેરેટનો દર 1,29,600 રૂપિયા નોંધાયો છે.
લખનૌમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,41,370 રૂપિયા છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,29,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચંદીગઢમાં પણ 24 કેરેટ સોનું 1,41,370 રૂપિયા અને 22 કેરેટ સોનું 1,29,600 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે.
ભોપાલમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,41,270 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 1,29,500 રૂપિયા રહ્યો છે.
ચેન્નાઈમાં આજે 24 કેરેટ સોનાની કિંમત 1,41,220 રૂપિયા અને 22 કેરેટની કિંમત 1,29,450 રૂપિયા છે.
કોલકાતામાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,41,220 રૂપિયા અને 22 કેરેટનો ભાવ 1,29,450 રૂપિયા છે.
હૈદરાબાદમાં 24 કેરેટ સોનું 1,41,220 રૂપિયા અને 22 કેરેટ સોનું 1,29,450 રૂપિયાના ભાવે સ્થિર છે.
આગામી સમયમાં શું થશે?
બજારના જાણકારોનું માનવું છે કે જો સોનું રૂ.1,40,000 ની સપાટી જાળવી રાખશે, તો આગામી થોડા સમયમાં ભાવ રૂ.1,45,000 સુધી પણ જઈ શકે છે. નવા વર્ષમાં પણ કિંમતોમાં ઘટાડો થવાની શક્યતા હાલ ઓછી જણાય છે.
આ પણ વાંચો : સત્ય નડેલા અને સુંદર પિચાઈને પછાડીને ભારતીય મૂળના મહિલા બન્યા સૌથી અમીર CEO,જાણો તેમના વિશે


