ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gold Tea: શું છે રૂ.1 લાખની ચાના કપનું રહસ્ય, ક્યાં મળે છે આ સોનાની કડક ચા?

ચાને 24 કેરેટ સોનાના પાનથી શણગારેલા શુદ્ધ ચાંદીના કપમાં પીરસવામાં આવે છે
08:44 AM Dec 29, 2024 IST | SANJAY
ચાને 24 કેરેટ સોનાના પાનથી શણગારેલા શુદ્ધ ચાંદીના કપમાં પીરસવામાં આવે છે
Gold Tea Dubai Boho Cafe @ Gujarat First

ભારતીય મૂળની સુચેતા શર્મા દુબઈ (Dubai)માં બોહો કેફેમાં ગોલ્ડ કડક (Gold Tea) ચા વેચે છે. ગોલ્ડ કડક ચાના એક કપની કિંમત 1 લાખ રૂપિયાથી વધુ છે. આ ચા સાથે ગોલ્ડ ડેકોરેટેડ ક્રોસન્ટ્સ અને ચાંદીના વાસણો પણ ઉપલબ્ધ છે. તમે આને ઘરે લઈ જઈ શકો છો. કાફે મેનુ પર સસ્તું ભારતીય સ્ટ્રીટ ફૂડ પણ ઓફર કરાય છે.

ભારતીય મૂળની સુચેતા શર્માના કાફેને દુબઈ (Dubai)માં ઓછા સમય ખ્ચાતિ મળી

ભારતીય મૂળની સુચેતા શર્માના કાફેને દુબઈ (Dubai)માં ઓછા સમય ખ્ચાતિ મળી છે. 'ગોલ્ડ કડક ચા' (Gold Tea) તેમના કેફેમાં 5000 AED એટલે કે અંદાજે રૂ. 1.14 લાખમાં ઉપલબ્ધ છે. આ કાફે DIFC ના અમીરાત ફાઇનાન્સિયલ ટાવર્સમાં બોહો નામથી ખોલવામાં આવ્યો છે. આ ચા 24 કેરેટ ગોલ્ડ લીફથી શણગારેલા ચાંદીના કપમાં પીરસવામાં આવે છે. આ કાફે ચા પ્રેમીઓમાં ચર્ચાનો વિષય બની રહે છે. સામાન્ય રીતે એક કપ મસાલા ચાની કિંમત 10 થી 500 રૂપિયા હોય છે. પરંતુ, દુબઈમાં લોકો ગોલ્ડ કડક ચા માટે એક લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરી રહ્યા છે.

ચાને 24 કેરેટ સોનાના પાનથી શણગારેલા શુદ્ધ ચાંદીના કપમાં પીરસવામાં આવે છે

સુચેતા શર્મા દુબઈ (Dubai) સ્થિત ભારતીય ઉદ્યોગસાહસિક છે. તેણે હાલમાં જ બોહો નામનું કેફે ખોલ્યું છે. આ કેફે તેના અનોખા અને મોંઘા મેનૂ માટે ચર્ચામાં છે. આમાં સૌથી વધુ ચર્ચિત વસ્તુ 'ગોલ્ડ કડક ચા' (Gold Tea) છે. આ ચાની કિંમત 5000 AED છે, જે ભારતીય ચલણમાં અંદાજે 1.14 લાખ રૂપિયા છે. ચાને 24 કેરેટ સોનાના પાનથી શણગારેલા શુદ્ધ ચાંદીના કપમાં પીરસવામાં આવે છે.

તમે કપને ઘરે લઈ જઈ શકો છો

બોહો કાફે બે પ્રકારના મેનુ ઓફર કરે છે. એક સામાન્ય લોકો માટે સસ્તું ભારતીય સ્ટ્રીટ ફૂડ અને સમૃદ્ધ લોકો માટે લક્ઝરી આઇટમ. સુચેતા જેઓ લક્ઝરી શોધી રહ્યા છે તેમના માટે કંઈક ખાસ બનાવવા માંગતી હતી. તે સામાન્ય લોકોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવા માંગતી હતી. બોહોમાં સૌથી ખાસ છે ગોલ્ડ કડક ચા (Gold Tea). તેની કિંમત એક લાખ રૂપિયાથી વધુ છે. આ સાથે તમને સોનાથી શણગારેલા ક્રોઈસન્ટ્સ અને ચાંદીના વાસણો પણ મળે છે. તમે આને તમારી સાથે સંભારણું તરીકે રાખી શકો છો. કોફી પ્રેમીઓ માટે, ગોલ્ડ કોફી પણ કાફેમાં સમાન કિંમતે ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: ભારતની તિજોરીઓ ખાલીખમ હોવા છતા મનમોહન સિંહે દેશ ચાલાવ્યો

કાફેમાં વિવિધ વિકલ્પ ઉપલબ્ધ છે

અહેવાલો પ્રમાણે, જો તમે વધારે ખર્ચ કર્યા વિના સોનાનો સ્વાદ ચાખવા માંગો છો, તો તમે 150 AED (લગભગ રૂ. 3,500)માં સિલ્વર કપ વિના ગોલ્ડ ચા (Gold Tea) મેળવી શકો છો. કાફેની અન્ય લક્ઝરી વસ્તુઓમાં ગોલ્ડ વોટર, ગોલ્ડ બર્ગર (વેજ અને ચીઝના વિકલ્પો સાથે) અને ગોલ્ડ આઈસ્ક્રીમનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Abhishek Bachchan ને SBI દર મહિને આપે છે 19 લાખ રૂપિયા, જાણો કેમ?

Tags :
Boho CafeBusinessDubaiGold TeaGujarat First
Next Article