ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

GOM Accepts : GOMએ 12% અને 28% GST સ્લેબ દૂર કરવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો

GOM Accepts : કેન્દ્ર સરકારનો જીએસટી સ્લેબમાં ઘટાડો કરવાનો પ્રસ્તાવ ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (GOM)ની બેઠકમાં સ્વીકારવા માં આવ્યો છે. દિવાળી સુધીમાં જીએસટીનો 12 ટકા અને 28 ટકાનો સ્લેબ દૂર થવાની સંભાવના પ્રબળ બની છે. કેન્દ્ર સરકારના જીએસટી સ્લેબમાં સુધારાના પ્રસ્તાવને...
04:10 PM Aug 21, 2025 IST | Hiren Dave
GOM Accepts : કેન્દ્ર સરકારનો જીએસટી સ્લેબમાં ઘટાડો કરવાનો પ્રસ્તાવ ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (GOM)ની બેઠકમાં સ્વીકારવા માં આવ્યો છે. દિવાળી સુધીમાં જીએસટીનો 12 ટકા અને 28 ટકાનો સ્લેબ દૂર થવાની સંભાવના પ્રબળ બની છે. કેન્દ્ર સરકારના જીએસટી સ્લેબમાં સુધારાના પ્રસ્તાવને...
GST News

GOM Accepts : કેન્દ્ર સરકારનો જીએસટી સ્લેબમાં ઘટાડો કરવાનો પ્રસ્તાવ ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (GOM)ની બેઠકમાં સ્વીકારવા માં આવ્યો છે. દિવાળી સુધીમાં જીએસટીનો 12 ટકા અને 28 ટકાનો સ્લેબ દૂર થવાની સંભાવના પ્રબળ બની છે. કેન્દ્ર સરકારના જીએસટી સ્લેબમાં સુધારાના પ્રસ્તાવને આજે ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે જીએસટીના સ્લેબ ચારથી ઘટાડી બે કરવા ભલામણ કરી હતી. જીએસટીમાં હાલ 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા એમ ચાર સ્લેબ લાગુ છે. જે ઘટાડી 5 ટકા અને 18 ટકા કરવાની દરખાસ્ત થઈ હતી.

ટેક્સ સ્લેબ ઘટાડી 5 ટકા અને 18 ટકા કરવાની માગ સ્વીકારી  (GOM Accepts)

હારના ઉપ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળ યોજાયેલી છ સભ્યોની GOMએ કેન્દ્ર સરકારના ગુડ્સ એન્ડ સર્વિસિઝ પર ટેક્સ સ્લેબ ઘટાડી 5 ટકા અને 18 ટકા કરવાની માગ સ્વીકારી છે. તેમજ લકઝરી અને હાનિકારક પદાર્થો પર જીએસટી 40 ટકા લાગુ કરવાની ભલામણને પણ મંજૂરી આપી છે. GOMની બેઠકમાં ઉત્તર પ્રદેશના નાણા મંત્રી સુરેશ કુમાર ખન્ના, રાજસ્થાનના આરોગ્ય મંત્રી ગજેન્દ્રસિંહ, પશ્ચિમ બંગાળના નાણા મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય, કર્ણાટકના રેવેન્યુ મંત્રી ક્રિષ્ના ગોવડા, અને કેરળના નાણા મંત્રી કેએન બાલાગોપાલ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકને નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંબોધી હતી.

આ પણ  વાંચો -Share market :સેબીનું એક પગલું... BSE ના શેરમાં મોટું ગાબડું

GSTના દરોમાં સુધારો રાહતદાયીઃ FM (GOM Accepts)

નાણા મંત્રી નિર્મલા સીતારમણે GoMની બેઠકને સંબોધતા કહ્યું હતું કે, જીએસટીના દરોમાં સુધારો સામાન્ય પ્રજા, ખેડૂતો, મધ્યમ વર્ગ તેમજ એમએસએમઈને મોટી રાહત આપશે. જે કરમાળખામાં સુલભતા અને પારદર્શકતા વધારશે. તેમજ દેશના વિકાસને વેગ આપશે.

આ પણ  વાંચો -Today's gold price in India : સોનાનો ભાવ શું છે? જાણો 22-24 કેરેટ ગોલ્ડના લેટેસ્ટ રેટ

જીએસટી સ્લેબમાં આ રીતે થશે ફેરફાર

જીએસટી સ્લેબમાં ઘટાડો કરવાથી 12 ટકા અને 28 ટકાના સ્લેબમાં સામેલ ચીજવસ્તુઓ અને સેવાઓને 5 ટકા અને 18 ટકાના સ્લેબમાં આવરી લેવામાં આવશે. જેમાં 12 ટકાના સ્લેબમાં સામેલ 99 ટકા ગુડ્સ એન્ડ સર્વિસને 5 ટકા જ્યારે 28 ટકાના સ્લેબમાં સામેલ 90 ટકા ચીજવસ્તુઓને 18 ટકાના સ્લેબમાં આવરી લેવામાં આવશે. આ પગલાંથી જીએસટી વધુ સુલભ બનશે તેમજ તેનું વ્યાપક નિયમન થઈ શકશે.

આ મામલે હજુ કોઈ નિર્ણય નહીં

GOMએ કેન્દ્ર સરકારના હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સ પર જીએસટી ઘટાડવાની ભલામણની પણ સમીક્ષા કરી હતી. જેના અમલથી જીએસટી આવક વાર્ષિક રૂ. 9700 કરોડનું નુકસાન થવાની ભીતિ છે. તેમ છતાં મોટાભાગના રાજ્યોએ આ સુધારાને સમર્થન આપ્યું છે. જેથી પોલિસીધારકોને લાભ મળી શકે. જીએસટી કાઉન્સિલ આ મામલે આગામી બેઠકમાં નિર્ણય લેશે. તેમજ જીએસટી સ્લેબમાં ઘટાડાની દરખાસ્તને આગામી બેઠકમાં અંતિમ મંજૂરી આપી શકે છે.

Tags :
GST newsGST proposalGST ReformGST Tax SlabHow Much GST Pay On one CarsTax Calculation
Next Article