Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

15 વર્ષ જૂના કેસમાં Google એક UK ની દંપતી સામે હાર્યુ, લાગ્યો 2.4 અબજ ડોલરનો દંડ

15 વર્ષ પછી Google ને મળી હાર 21 હજાર કરોડનો દંડ ફટકારવામાં આવ્યો Google એ કરી હતી અપીલ Google loses 15-year-old case : ટેક જાયન્ટ Google યુકેના એક દંપતી સામે 15 વર્ષ જૂનો કેસ હારી ગઇ છે. આ માટે,...
15 વર્ષ જૂના કેસમાં google એક uk ની દંપતી સામે હાર્યુ  લાગ્યો 2 4 અબજ ડોલરનો દંડ
  • 15 વર્ષ પછી Google ને મળી હાર
  • 21 હજાર કરોડનો દંડ ફટકારવામાં આવ્યો
  • Google એ કરી હતી અપીલ

Google loses 15-year-old case : ટેક જાયન્ટ Google યુકેના એક દંપતી સામે 15 વર્ષ જૂનો કેસ હારી ગઇ છે. આ માટે, ગૂગલને માર્કેટ એબ્યુઝ માટે 2.4 અબજ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. Shivaun and Adam Raff, યુકેના એક દંપતીએ 2006માં તેમની વેબસાઈટ 'Foundem' શરૂ કરી હતી, જે કિંમતની સરખામણી કરતી વેબસાઈટ છે. જણાવી દઇએ કે, Shivaun and Adam Raff ની વેબસાઇટ Foundem ને ગૂગલ સર્ચ અલ્ગોરિધમ દ્વારા penalized કરવામાં આવ્યો હતો. યુરોપિયન કમિશને 2017માં આ મામલે ગૂગલને દંડ ફટકાર્યો હતો. ગૂગલ આ દંડ વિરુદ્ધ યુરોપિયન કોર્ટ ઑફ જસ્ટિસમાં પહોંચ્યું હતું, જ્યાં ગયા મહિને તેની અપીલ ફગાવી દેવામાં આવી હતી.

Advertisement

મામલો કેવી રીતે શરૂ થયો?

2006 માં, Raff એ તેની નોકરી છોડી દીધી અને ફાઉન્ડેમ શરૂ કર્યું. આ વેબસાઇટ પર, યુઝર્સ ઇલેક્ટ્રોનિક્સ, ફ્લાઇટ્સ અને અન્ય વસ્તુઓના દરોની તુલના કરી શકે છે. રાફ અને શિવૌનનું કહેવું છે કે ગૂગલે 'price comparison' અને 'comparison shopping' જેવા કીવર્ડ્સના સર્ચ પરિણામોમાં તેમની વેબસાઇટ ડાઉનગ્રેડ કરી છે. એડમે કહ્યું, "અમે અમારા પેજ અને તેના રેન્કિંગનું નિરીક્ષણ કરી રહ્યા હતા અને પછી અમે જોયું કે તે લગભગ તરત જ નીચે ગયો હતો. તેણે કહ્યું, "અમે માની લીધુે કે અમારે યોગ્ય જગ્યાએ જવું પડશે અને તેને ફેરવી દેવામાં આવશે." બે વર્ષ પછી અને અનેક પ્રયાસો છતાં ગૂગલે દંડ ઉઠાવ્યો નહી. ફાઉન્ડમનો ટ્રાફિક સતત ઘટતો રહ્યો, જ્યારે અન્ય સર્ચ એન્જિનોએ તેને સામાન્ય રીતે રેન્ક આપવાનું ચાલુ રાખ્યું.

Advertisement

મામલો કેવી રીતે આગળ વધ્યો?

2010 માં, યુરોપિયન કમિશને 2010 માં સંપર્ક કર્યા પછી એડમના કેસને થોડો વેગ મળ્યો અને લાંબી તપાસમાં જાણવા મળ્યું કે Google ફાઉન્ડ્રમ જેવી સ્પર્ધાની તુલનામાં તેની પોતાની શોપિંગ સેવાને અન્યાયી રીતે પ્રોત્સાહન આપવામાં આવ્યું. આ પછી, કમીશને 2017માં ચુકાદો આપ્યો કે ગૂગલે બજાર પર તેના નિયંત્રણનો દુરુપયોગ કર્યો છે અને તેના પર 2.4 બિલિયન પાઉન્ડ એટલે કે અંદાજે રૂ. 26,172 કરોડનો દંડ ફટકાર્યો છે.

ગૂગલે અપીલ કરી

કમિશનના નિર્ણય બાદ ગૂગલે પણ અપીલ કરી, જેના કારણે આ કેસ 7 વર્ષ સુધી ચાલ્યો અને 2024માં યુરોપિયન કોર્ટે ગૂગલની અપીલને ફગાવી દીધી અને દંડને યથાવત રાખ્યો. Shivaun and Adam Raff માટે આ નિર્ણય ઘણો મોડો આવ્યો. શિવૌને કહ્યું કે અમને બંનેને કદાચ તે ભ્રમમાં રાખવામાં આવ્યા કે અમે પરિવર્તન લાવી શકીએ છીએ અને અમને ખરેખર બદમાશો પસંદ નથી. જણાવી દઈએ કે આ કપલ ગૂગલ સામે સિવિલ ડેમેજ ક્લેમ પણ ચલાવી રહ્યું છે, જેની સુનાવણી 2026માં થવાની છે. તેમણે વધુમાં કહ્યું કે અમને 2016માં ફાઉન્ડમ બંધ કરવાની ફરજ પડી હતી. જો અમને ખબર હોત કે તે આટલો લાંબો સમય લેશે, તો અમે બે વાર વિચાર્યું હોત.

Advertisement

આ પણ વાંચો: પેજર બ્લાસ્ટથી ફફડ્યું Iran! આ કંપનીના મોબાઈલ ફોનના ઉપયોગ અને આયાત પર લગાવ્યો પ્રતિબંધ

Tags :
Advertisement

.