Delhi High Court : 'અમારા હાથમાં નથી...' કોર્ટના વીડિયો લીક થવા મામલે Google એ હાઈકોર્ટમાં કેમ હથિયાર હેઠા મૂક્યા?
Delhi High Court : દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહેલી મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન ગૂગલે કોર્ટ સમક્ષ જણાવ્યું કે, પરવાનગી વિના કોર્ટ કાર્યવાહીના વીડિયો યુટ્યુબ પર અપલોડ કરનારાઓને ઓળખવા અથવા ભવિષ્યમાં આવા વીડિયો આપમેળે અટકાવવા કંપની માટે તકનીકી રીતે શક્ય નથી. ગૂગલે કહ્યું કે કાયદા મુજબ માત્ર કોર્ટ દ્વારા ગેરકાયદે જાહેર કરાયેલા ચોક્કસ URL જ દૂર કરી શકાય છે.
Advertisement
Delhi High Court : દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High Court) ચાલી રહેલી એક મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન ટેક કંપની ગૂગલે (Google) એક મોટો ખુલાસો કર્યો છે. ગૂગલે કોર્ટને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, અદાલતની પરવાનગી વિના ઓનલાઈન કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરીને તેને યુટ્યુબ પર અપલોડ કરનારાઓનો પતો લગાવવો કંપની માટે તકનીકી રીતે અશક્ય છે. ગૂગલે પોતાના સોગંદનામામાં (Affidavit) જણાવ્યું છે કે, આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને (Social Media Platforms) ભવિષ્યમાં આવા વીડિયો ફરીથી અપલોડ થતા રોકવાનો આદેશ આપવો તે કાનૂની અને તકનીકી બંને રીતે અશક્ય (Impossible) છે.

