GST Collection : કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ, GSTકલેક્શનમાં ધરખમ વધારો
GST કલેક્શનના આંકડો જાહેર કર્યો GST કલેક્શનમાં 9.9 ટકાનો વધારો GSTમાંથી સારી એવી કમાણી થઈ GST Collection: નવા નાણાકીય વર્ષનો પહેલો જ દિવસ સરકારી તિજોરી માટે સારા સમાચાર લઈને આવ્યો છે. મંગળવારે એટલે કે 1 એપ્રિલે, સરકારે માર્ચ મહિનાના...
Advertisement
- GST કલેક્શનના આંકડો જાહેર કર્યો
- GST કલેક્શનમાં 9.9 ટકાનો વધારો
- GSTમાંથી સારી એવી કમાણી થઈ
GST Collection: નવા નાણાકીય વર્ષનો પહેલો જ દિવસ સરકારી તિજોરી માટે સારા સમાચાર લઈને આવ્યો છે. મંગળવારે એટલે કે 1 એપ્રિલે, સરકારે માર્ચ મહિનાના GST Collection ના આંકડા શેર કર્યા છે, જેમાં GST કલેક્શનમાં 9.9 ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષના છેલ્લા મહિનામાં GST કલેક્શન 9.9 ટકા વધીને રૂ. 1.96 લાખ કરોડ થયું છે. મંગળવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. સ્થાનિક વ્યવહારોથી GSTની આવક 8.8 ટકા વધીને રૂ. 1.49 લાખ કરોડ થઈ, જ્યારે આયાતી માલસામાનની આવક 13.56 ટકા વધીને રૂ. 46,919 કરોડ થઈ છે. માર્ચ દરમિયાન કુલ રિફંડ 41 ટકા વધીને રૂ. 19,615 કરોડ થયું છે. રિફંડને સમાયોજિત કર્યા પછી, માર્ચ 2025માં GSTની ચોખ્ખી આવક રૂ. 1.76 લાખ કરોડ કરતાં વધુ હતી, જે એક વર્ષ અગાઉના સમાન મહિના કરતાં 7.3 ટકા વધુ છે.

