GST new slabs : ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારથી સરકારની તિજોરી પર કેટલી થશે અસર? વાંચો સંપૂર્ણ ગણિત
- હવે માત્ર બે જ GST સ્લેબ 5% અને 18% રહેશે (GST new slabs)
- GST કાઉન્સિલ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય
- GSTનો સ્લેબ ઘટતા સરકારની આવક ઘટશે
- વાર્ષિક રુ.40,000 કરોડના મહેસૂલનું નુકસાનની સંભાવના
GST new slabs : નવી દિલ્હીમાં GST કાઉન્સિલની બેઠકમાં આગામી પેઢીના GST સુધારાઓ અંગે અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે હવે માત્ર બે જ GST સ્લેબ 5% અને 18% રહેશે. આ ઉપરાંત, હાનિકારક અને સુપર લક્ઝરી વસ્તુઓ માટે એક ખાસ 40%નો નવો સ્લેબ બનાવવામાં આવ્યો છે. 2017માં GST લાગુ થયા બાદ સરકારી તિજોરીમાં સતત વધારો થયો છે, પરંતુ આ નવા ફેરફારોની અસર GST કલેક્શન પર પણ જોવા મળી શકે છે.
GSTની શરૂઆત અને તેમાં આવેલા ફેરફારો (GST new slabs)
દેશના સૌથી મોટા ટેક્સ સુધારા તરીકે 1 જુલાઈ 2017ના રોજ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કરવામાં આવ્યો હતો. સરકારે જૂની પરોક્ષ કર પ્રણાલીને બદલીને GST લાવ્યો, જેમાં અનેક જૂના ટેક્સનો સમાવેશ કરવામાં આવ્યો. શરૂઆતમાં, GSTને 5%, 12%, 18% અને 28% એમ ચાર સ્લેબમાં વહેંચવામાં આવ્યો હતો. હવે, તેના આઠમા વર્ષમાં, સરકારે તેમાં મોટા સુધારા કરીને ટેક્સ સ્લેબની સંખ્યા ઘટાડી છે.
સરકારી આવકમાં સતત વધારો
GST લાગુ થયા બાદથી સરકારી આવકમાં દર વર્ષે મોટો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2017-18માં (જુલાઈથી માર્ચ સુધી) રુ.7.41 લાખ કરોડનું કલેક્શન થયું હતું, જે 2018-19માં વધીને રુ.11.77 લાખ કરોડ થયું. છેલ્લા પાંચ વર્ષમાં તો GSTથી સરકારની આવક બમણી થઈને રુ.11.37 લાખ કરોડથી વધીને રુ.22.08 લાખ કરોડ થઈ ગઈ છે.
નવા સુધારા અને રાજકીય વિવાદ
આ GST સુધારાથી સરકારને વાર્ષિક રુ.40,000 કરોડના મહેસૂલનું નુકસાન થવાની સંભાવના છે. આ પગલું સામાન્ય જનતા, નાના વેપારીઓ અને ખેડૂતો માટે એક મોટી રાહત છે, પરંતુ આના કારણે સરકારની આવક પર અસર પડી શકે છે. બેઠક દરમિયાન, વિપક્ષ શાસિત રાજ્યોએ મહેસૂલની ઘટની ભરપાઈ માટે કેન્દ્ર સરકાર પાસે યોજના બનાવવાની માગ કરી હતી.
રાજ્યો માટે નાણાકીય પડકાર?
પંજાબના નાણા મંત્રી હરપાલ સિંહ ચીમાએ જણાવ્યું કે, તેમણે વળતર ઉપકર (Compensation Cess) વધારવાની માગ કરી હતી, પરંતુ કેન્દ્ર સરકાર આ માટે સહમત થઈ ન હતી. આ દર્શાવે છે કે આ સુધારાઓ લાભદાયી હોવા છતાં, રાજ્યો માટે નાણાકીય પડકારો ઊભા કરી શકે છે.
આ પણ વાંચો : Punjab Flood ને લીધે 55 લાખ મેટ્રિક ટન ઘઉં બગડી જવાનો ભય, શું ઘઉંની અછત સર્જાશે ?