GST Rate : દિવાળીની ડબલ ગિફ્ટમાં શું મળશે? આ સેગમેન્ટની કાર તથા ટુવ્હીલર થઈ શકે છે સસ્તાં
- દિવાળીની ડબલ ગિફ્ટમાં શું મળશે?
- આ સેગમેન્ટની કાર તથા ટુવ્હીલર થઈ શકે છે સસ્તાં
- કારની કિંમતમાં 50 ટકા સુધીનો વધારો થાય છે
- લકઝરી કાર પર જીએસટી વધી 40 ટકા થઈ શકે છે.
GST Rate: કેન્દ્ર સરકાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના દરોને સરળ બનાવવા અને રેશનલાઈઝ કરવાની દિશામાં કામ કરી રહી છે, જેનો હેતુ દિવાળી પહેલાં પેસેન્જર વાહનો અને ટુ-વ્હીલર્સને સસ્તા કરવાનો છે. નાણા મંત્રાલયે GST કાઉન્સિલ સમક્ષ એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાં હાલના ચાર સ્લેબ (5%, 12%, 18%, અને 28%)ને ઘટાડીને માત્ર બે સ્લેબ (5% અને 18%) રાખવાની યોજના છે. આ પગલું ખાસ કરીને ઓટોમોબાઇલ સેક્ટર માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે, કારણ કે તેનાથી વાહનોની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે.
વર્તમાન GST Rate
પેસેન્જર વાહનો (ઈલેક્ટ્રિક વાહનો સિવાય) પર 28% GST લાગુ છે, જેની સાથે એન્જિન ક્ષમતા, લંબાઈ, અને બોડીના પ્રકારના આધારે 1%થી 22% સુધીનો કમ્પેન્સેશન સેસ લાગે છે. આનાથી કેટલીક કારોની કિંમતમાં 50% સુધીનો વધારો થાય છે.ઉદાહરણ તરીકે-
- નાની કારો (1,200 cc પેટ્રોલ અથવા 1,500 cc ડીઝલથી ઓછી, 4 મીટરથી ઓછી લંબાઈ): 28% GST 1-3% સેસ.
- SUV અને મોટી કારો (4 મીટરથી વધુ, 1,500 ccથી વધુ): 28% GST 15-22% સેસ.
- ટુ-વ્હીલર્સ: 28% GST નજીવો સેસ.
- ઈલેક્ટ્રિક વાહનો: 5% GST, કોઈ સેસ નથી
વાહનો સસ્તા થશે
જીએસટીના દરોમાં ઘટાડો કરવાથી ટુ વ્હિલર્સ અને ફોર વ્હિલર્સ સસ્તા થશે. ટુ વ્હિલર પર હાલ 28 ટકા જીએસટી લાગુ છે. જેમાં 350 સીસી સુધી એન્જિન ક્ષમતા ધરાવતા મોડલ પર કોઈ સેસ લાગુ નથી. પરંતુ તેનાથી વધુ ક્ષમતા પર 3 ટકા કમ્પેન્સેશન સેશન લાગુ છે. સંશોધિત જીએસટીમાં 12 ટકા અને 28 ટકાનો જીએસટી સ્લેબ દૂર થવાની અપેક્ષા છે. જેથી પેસેન્જર કાર અને ટુ વ્હિલર્સના ભાવોમાં ઘટાડો થશે. જો કે, બીજી બાજુ અમુક હાનિકારક વસ્તુઓ, અને લકઝરી કાર પર જીએસટી વધી 40 ટકા થઈ શકે છે.
આ પણ વાંચો -Share Market : શેરબજાર તેજી સાથે બંધ સેન્સેક્સમાં આટલા પોઈન્ટનો ઉછાળો
વડાપ્રધાને કરી જાહેરાત
વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લાએથી જાહેરાત કરી હતી કે, ગરીબો અને મધ્યમ વર્ગ માટે જીએસટીમાં ઘટાડો કરવાના ઉદ્દેશ સાથે એક યોજનાબદ્ધ જીએસટી સુધારો કરવા જઈ રહ્યા છે. નાગરિકોને આ દિવાળીએ જીએસટીમાં ઘટાડાની ભેટ આપીશું. જેથી લોકોના ખિસ્સા પર બોજો ઘટશે. તેમજ એમએસએમઈ, નાના ઉદ્યોગોને મોટો લાભ મળશે. રોજિંદા જીવનની વસ્તુઓ સસ્તી થશે અને અર્થવ્યવસ્થાને વેગ મળશે. જીએસટીમાં ઘટાડાથી પેસેન્જર વ્હિકલ અને ટુવ્હિલર્સના પ્રારંભિક મોડલ પર લાભ મળશે.